<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

હરસ-ભગંદર-ફીશરના નિષ્‍ણાત ડો.એમ.વી.વેકરીયાનો જન્‍મદિન

આજે ૧ જૂલાઇ, ડૉક્‍ટર્સ ડે છે, જોગાનુજોગ નામાંકિત પ્રોક્‍ટોલોજીસ્‍ટ ડૉ. એમ.વી. વેકરીયા નો પણ જન્‍મદિન છે. તેઓશ્રી ૬૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે. તેઓ જૂનાગઢ જીલ્લાના નવાગામમાં એક સત્‍સંગી અને સંસ્‍કારી ખેડૂત પિતા શ્રી વીરજીભાઈ તથા માતળશ્રી પાર્વતીબેનના પરીવારમાં જન્‍મ્‍યા હતાં. છેલ્લા ૩૮ વર્ષોથી તેઓશ્રી તબીબી ક્ષેત્રે તેમજ સેવાકીય ક્ષેત્રે યશસ્‍વી કામગીરી કરી રહ્યાં છે. જામનગર યુનિવર્સિટીથી તાાતકની પદવી મેળવ્‍યા બાદ બનારસ યુનિવર્સિટીમાંથી પ્રોક્‍ટોલોજીની ડિગ્રી મેળવી હરસ, મસા-ભગંદરના નિષ્‍ણાત તરીકે સેવાઓ આપવાનો શુભારંભ કર્યો હતો. હરસ, મસા-ભગંદરની સારવાર માટે સતત નવી નવી પધ્‍ધતિઓ તેમજ ટેકનોલોજીઓનો અભ્‍યાસ કરી વિશ્વની અતિ આધુનિક સારવાર પધ્‍ધતિઓ ઉપલબ્‍ધ કરી સૌરાષ્‍ટ્રમાં હરસ-ફિશર- ભગંદર-મળમાર્ગ રોગોના લાખો દર્દીઓને સારવાર આપેલ છે અને સફળતાપૂર્વક ૨૯૦૦૦ દર્દીઓના ઓપરેશનો કરી તેમના રાહબર બની ચૂકયા છે. તેમના સુપુત્ર ડૉ.બાહુલ વેકરીયા સીનર્જી હોસ્‍પિટલમાં કાર્ડીયાક સર્જન તરીકે અને પુત્રવધુ ડૉ.વિશ્વા બાહુલ વેકરીયા, રાજકોટ એઇમ્‍સ હોસ્‍પિટલમાં રેડીયોલોજીસ્‍ટ તરીકે સેવા આપી રહેલ છે. તેઓની પુત્રી બંસી વેકરિયાએ માસ્‍ટર ઓફ આર્કિટેક. કરેલ છે તથા ઓસ્‍ટ્રેલિયામાં સરકારી જોબમાં સેવા આપી રહેલ છે. તેઓ અનેક સેવા સંસ્‍થાઓ સાથે પણ જોડાયેલા છે. તેમનો  મો. નં. ૯૮૨૪૦ ૬૬૩૨૧ ઉપર મિત્રવળંદ તથા શુભેચ્‍છકોની શુભકામનાઓની વર્ષા થઈ રહી છે

(3:18 PM IST)