<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમેરિકા અને ઇરાન વચ્ચે ઐતિહાસિક ૧૪ મુદ્દાની શાંતિ સમજૂતીનો ડ્રાફ્ટ જાહેર : તમામ મોરચે કાયમી યુદ્ધવિરામ અને ઇરાનને ૩૦૦ અબજ ડોલરનું જંગી આર્થિક પેકેજ મળવાના સંકેત : ઇરાનની સમાચાર સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવી વિગતો : આગામી ૩૦ દિવસની અંદર હોર્મુઝની સામુદ્રધુની ને ઇરાનની વહીવટી ગોઠવણો અને નિયંત્રણ હેઠળ ફરીથી સંપૂર્ણપણે ખોલી દેવામાં આવી શકે : લેબનોન સહિતના મોરચાઓ પરથી સૈન્ય હુમલા અટકાવવા, ઇરાન પરની દરિયાઈ નાકેબંધી હટાવવા અને તેના મિસાઇલ પ્રોગ્રામ પર કોઈ ચર્ચા ન કરવા અમેરિકા સંમત : બદલામાં ઇરાન પરમાણુ હથિયારો ન બનાવવા અને યુરેનિયમનો જથ્થો સોંપવા તૈયાર : સત્તાવાર જાહેરાત બાકી7:46 PM IST

અમેરિકા અને ઇરાન વચ્ચે પરમાણુ કરાર મુદ્દે ફરી ભારે વિવાદ: ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના દાવાઓને સંપૂર્ણપણે ફગાવ્યા: ઇરાને શરતો લીક કરી ખોટી અફવાઓ ફેલાવી હોવાનો ટ્રમ્પનો આક્ષેપ : હજુ સુધી કોઈ જ અંતિમ નિર્ણય લેવાયો નથી: ઈરાનના આ ઇનકાર બાદ ભડકેલા ટ્રમ્પે ઈરાની મીડિયાને 'બેઈમાન' ગણાવ્યા: ઇરાનના સરકારી મીડિયાએ સ્પષ્ટતા કરી છે કે તેમનો મિસાઇલ કાર્યક્રમ સૂચિત ૬૦ દિવસની મંત્રણાના દાયરાની સંપૂર્ણપણે બહાર જ રહેશે : ટ્રમ્પે ઇરાનના નિવેદનને 'નબળું અને દયનીય' ગણાવતા કહ્યું હતું કે આ લોકો સાથે સદ્ભાવનાથી ડીલ કરવી અશક્ય છે: બંને દેશો વચ્ચેની કથિત શાંતિ મંત્રણા ફરી એકવાર તણાવપૂર્ણ સ્થિતિમાં પહોંચી ગઈ: આ મામલો વધુ ગરમાઈ શકે છે.8:11 PM IST

ભૂતકાળમાં જેમને કોઈ પૂછતું નહિં, તેમને મોદીજીએ પૂજ્યા છે, જનતાના અપાર સમર્થન અને ભરોસાથી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નો મંત્ર ચરિતાર્થ થયો છે :ભુપેન્દ્રભાઈ પટેલ : મોદીજીએ દેશના દરેક નાગરિકમાં “હું પણ કરી શકું છું” એવો આત્મવિશ્વાસ જગાડ્યો છે: જગદીશભાઈ વિશ્વકર્મા:છેલ્લા અઢી દાયકાથી ગુજરાત અને દેશના જાહેર જીવનમાં કાર્યરત નરેન્દ્રભાઈ મોદીનું નામ ઇતિહાસના પુસ્તકોમાં માત્ર એક નામ નહીં, પરંતુ એક સફળ અધ્યાય બની રહેશે: હર્ષભાઈ સંઘવી :ભાજપાના ‘૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના‘ અભિયાન અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે મીડિયા સંવાદ યોજાયો 9:07 PM IST

કરજણમાં હિટાચી એનર્જી દ્વારા આશરે રૂ. ૨,૦૦૦ કરોડના રોકાણ સાથે સ્થપાનારા નવા પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી : આ પ્રોજેક્ટથી યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે અને MSME ક્ષેત્રને વેગ મળશે: ભૂપેન્દ્રભાઈ પટેલ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'ઉર્જા આત્મનિર્ભરતા'ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર : હિટાચી અને ગુજરાતનો ૬૦ વર્ષ જૂનો અતૂટ સંબંધ વધુ ગાઢ બન્યો : ભૂપેન્દ્રભાઈ પટેલ : હિટાચી એનર્જી ઈન્ડિયાના સી.ઈ.ઓ. શ્રી વેણુએ ગુજરાતના પ્રગતિશીલ ઇકોસિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રાજ્યની અગ્રેસર ભૂમિકાની પ્રશંસા કરી4:14 PM IST

એ પ્‍લેન હવામાં બે મિનિટ વધારે રહ્યું હોત તો હાલના DGP અને તત્‍કાલીન સીપી જી.એસ. મલ્લિકનો બંગલો સળગીને રાખ થઇ ગયો હોત : રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ સહિત ૨૬૨ લોકોનો ભોગ લેનાર માત્ર અમદાવાદ નહિ, ગુજરાતના ઈતિહાસની દુર્ઘટનાનું દર્દ હાલના મુખ્‍ય પોલીસ વડા અને અમદાવાદ સીપી તરીકે જેમના ખંભે મોટો ભાર આવેલ તેવા જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક આ કરૂણાંતિકા યાદ કરતા તેમની આંખોમાં દર્દ સાથે આજે એક વર્ષે પણ આંસુ છલકાઈ જાય છે : જી.એસ. મલ્લિકના પત્‍નીએ નજીકના મકાનમાં મોટી આગ લાગી હોવાનું જણાવેલ, તેઓ જેવા એક્‍શનમાં આવ્‍યા ત્‍યાં પોલીસ કંટ્રોલ રૂમે જાણ કરી, તુર્ત ઘટના સ્‍થળે પહોંચી BSF વડા તરીકેનો અનુભવ કામે લગાડી ધડાધડ નિર્ણયો લીધા : દેશ વિદેશથી સ્‍નેહીઓ સિવિલ હોસ્‍પિટલ પર ઉમટી પડશે, અને કોઈની લાગણી આવી પરિસ્‍થિતીમાં દુભાઇ તેવું આ સંવેદનશીલ ips ને મંજૂર ન હોવાથી પોતાની સતાનો સારા કાર્યમાં ઉપયોગ કર્યોઃ લાશ પોસ્‍ટમોર્ટમ પ્રકારની વિધિ વગર સુપ્રત કરીઃ FSL વડા એચ.પી. સંઘવી અને ટીમે પણ રાત દિવસ ફરજ બજાવી11:52 AM IST

નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ: ગુજરાત એક મજબૂત અને સર્વસમાવેશી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે દેશભરમાં અગ્રેસર : ગુજરાતમાં આજે 19,000થી વધુ DPIIT માન્ય સ્ટાર્ટઅપ્સ કાર્યરત, સતત પાંચ વર્ષોથી કેન્દ્ર સરકારના સ્ટાર્ટઅપ ઇન્ડિયા રેન્કિંગમાં “બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ” : સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) હેઠળ 13,047થી વધુ વિદ્યાર્થી પ્રોજેક્ટ્સને PoC સ્તરે સહાય, 4000થી વધુ IPR ફાઇલ કરવામાં આવ્યા : i-Hub દ્વારા 750 જેટલા સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન, ઇન્ક્યુબેશન અને નાણાકીય સહાય, આ સ્ટાર્ટઅપ્સ દ્વારા 4,000થી વધુ રોજગારીઓનું સર્જન : મહિલા ઉદ્યોગસાહસિકો માટેની WEstart પહેલ હેઠળ 269 મહિલા-સંચાલિત સ્ટાર્ટઅપ્સને સહાય2:25 PM IST

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની મહેનત લેખે લાગી: તત્કાલિન ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની રાહબીરીમાં એસીપી ક્રાઇમ ભરત બસિયા, એસઓજી, એએચટીયુની ટીમે અગાઉ બાળ મજૂરો મુક્ત કરાવ્યા પછી ગૂમ બાળકની તપાસ થઈ ને સફળતા મળી: એફએસએલ ટીમની કાબીલેદાદ કામગીરી : ૮ વર્ષ પહેલાં આજી નદીમાંથી મળેલું માથું બંગાળી બાળકનું હતું: બંગાળી ઠેકેદારે કરી હતી ક્રૂર હત્યા: અજિતમોલા આજમતમોલાની ધરપકડ: જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે વિગતો જણાવી : બાળ મજૂરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયા બાદ એક બાળક ગૂમ હતો તેની તપાસ શરૂ થઈ અને DNA રિપોર્ટના આધારે વર્ષ ૨૦૧૮ની સનસનાટીભરી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો7:26 PM IST

 અકિલા ન્યૂઝ : રાજકોટ અને ભાવનગર રેલ્વે ડિવિઝનની રાજકોટ ખાતે મહત્વની બેઠક મળી, રાજકોટ અને જૂનાગઢના સાંસદો બેઠકમાં ઉપસ્થિત રહ્યા, પરસોતમ રૂપાલા ,રાજેશ ચુડાસમા, કેસરીદેવસિંહ ઝાલા અને રામભાઈ મોકરીયા બેઠકમાં ઉપસ્થિત રહ્યા, સૌરાષ્ટ્રના પ્રશ્નો મામલે યોજાયેલ બેઠક સંદર્ભે સાંસદ પરસોતમ રૂપાલાનું નિવેદન, બેઠકમાં રેલવેના સૌરાષ્ટ્ર ના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી, રાજકોટ થી હરિદ્વાર ની કાયમી ટ્રેન આપવા વર્ષો થી માંગ હતી જેની ચર્ચા બેઠકમાં થઈ, અમદાવાદ સુધી આવતી 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવા માંગ કરાઈ છે, તમામ સાંસદો એ રાજકોટથી હરિદ્વારની ટ્રેન જલ્દીથી શરૂ થાય તે વિષય પર ભાર મૂક્યો છે. : જુઓ વિડિયો2:01 PM IST

૧૧૦ કરોડની વાંધાવાળી જમીનના સોદામાં ૫૦ ટકાની ભાગીદારીની લાલચમાં ઇજનેરના અઢી કરોડ ગયા : જો આપણે વચગાળાના વાંધા ઉકેલી સોદો કરાવીએ તો કરોડોની દલાલી મળશે...કહી અવધના ઢાળીયાની જમીન બતાવી ખેલ પાડયો રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનના આસીસ્‍ટન્‍ટ એન્‍જિનીયર કરણરાજસિંહ ઝાલાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે હનુમાન મઢીના આશિષ દેથરીયા અને તેની શિક્ષીકા પત્‍નિ દીપા દેથરીયા સામે ગુનો નોંધ્‍યોઃ દીપા સકંજામાં, અન્‍ય આરોપી હાથવેંતમાં રોકડા ખંખેરી લીધા પછી આશિષે દલાલીના રૂપિયા આવી ગયા છે એવુ બતાવવા ૧૪ કરોડ લખેલી બેંકની નકલી ડીપોઝીટ સ્‍લીપ મોકલી હતીઃ દેવાંગભાઇ, કિશોરભાઇ કોટેચા, દફતરી સાહેબના નામ ધારણ કરી આશિષ પોતે જ ફોનમાં વાત કરતો હતો!2:57 PM IST

નાટયક્ષેત્રે નોંધપાત્ર ઘટનાઃ યાજ્ઞિક પરિવારની ચોથી પેઢીનું રંગભૂમિ પર પદાર્પણ : કલા નિકેતન અને બીવાયટીટી દ્વારા ૧૭મી જૂને પ્રશિષ્‍ટ નાટયકૃતિ ‘‘અમે બરફના પંખી ''નું મંચન ભરત યાજ્ઞિકની પોૈત્રી ‘વરદા'આ નાટકમાં મુખ્‍ય ભૂમિકા કરશે :એક જ પરિવારનું રંગમંચ સાથે એક સદીથી વધારે સમયનું જોડાણ : આમંત્રીતો માટે બે શો કલા નિકેતન- ભરત યાજ્ઞિક થિયેટર થેરેપીના નાટકો - તુગલક, છોકરી નોકરી તોબા તોબા, આંખોની આરપાર એકવાર, પહાડનું બાળક ઝવેરચંદ મેઘાણી, માણસાઈના દીવા, સુર મધુ કલાપી. જીથરો ભાભો, મહા-યાણ, નાયક-પ્રતિનાયક, ગ્રહણ, શકાર, ઈડીપસ, મેજર એલ્‍યુમિનિયમ... વગેરે જેવા ૭૧ સર્જનો આ સંસ્‍થાએ આપ્‍યા છે.2:04 PM IST