<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

યુવા એડવોકેટ અમિતભાઇ ગડારાનો આજ જન્‍મદિવસ

 

રાજકોટ : રાજકોટ ડ્રિસ્‍ટીકટ કોર્ટ, ફેમીલી કોર્ટ, ફોજદારી કોર્ટમાં તેમજ બહારગામની સેસન્‍સ કોર્ટ મા એડવોકેટ તરીકે ફરજ બજવતા વકીલ અમિત વી.ગડારાનો આજરોજ તા.૦૧/૦૭/૨૦૨૪ ના રોજ જન્‍મદિવસ છે. જેમનો જન્‍મ જામનગર તાલુકાનુ નાનુ એવુ ગામ મું.ધ્રાંગડા મુકામે થયેલ ત્‍યારબાદ પ્રાથમિક શિક્ષણ ગામડે સરકારી સ્‍કુલમા પુરી કરીને, કોલેજ ના અભ્‍યાસ માટે રાજકોટ મુકામે સ્‍થાયી થયેલ અને એલ.એલ.બી નો અભ્‍યાસ પણ પાંધી ઇગ્‍લીશ મીડીયમ લો કોલેજ- રાજકોટ ખાતે પુર્ણ કરેલ તેમજ લો ના અભ્‍યાસ દરમ્‍યાન જ કોર્ટ પ્રેકટીશ શરૂ કરી દીધેલ હતી. જેમણે રાજકોટને કર્મભુમિ માનીને તણતોડ મહેનત કરી, વકીલ તરીકે રાજકોટમા સારી એવી નામના મેળવેલ છે. હાલ તેઓ છેલ્લા આઠેક વર્ષથી રાજકોટના ખ્‍યાતનામ એડવોકેટ શ્રી અભયભાઈ ભારદ્વાજ ના જુનીયર રહી ચુકેલા શ્રી અલ્‍પેશભાઈ પોકીયા (પી એન્‍ડ આર લો ચેમ્‍બર્સ) ની સાથે વકીલાત કરે છે તેમજ રાજકોટ મુકામે તેમજ બહારગામની સેસન્‍સ કોર્ટ, ફેમીલી કોર્ટ, ફોજદારી કોર્ટમા હાલ તેઓ પ્રેકટીસ કરે છે.

રાજકોટની ખ્‍યાતનામ વિકાસ શરાફી સહકારી મંડળી, તુલસી શરાફી સહકારી મંડળી, ધનવર્ષા કેડીટ કો.ઓપ.સો., પરીન કેડીટ કો. ઓપ.સોસાયટી, જશ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી, વિગેરે નામાંકીત મંડળીમા કાનુની સલાહકાર તરીકે સેવા આપી રહેલ છે, તેમજ પાટીદાર સમાજની વિવિધ સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે અને સમાજ પ્રત્‍યે રહેલ માન, લાગણી ને માન આપી પોતાની સેવા આપે છે તેમજ રાજકોટ ફેમીલી કોર્ટમા લીગલ પેનલમા પણ ભુતપુર્વ એડવોકેટ તરીકે સરકાર તરફે લગ્ન વિષયક કેસ કાર્યવાહીમા આર્થિક રીતે નબળા પક્ષકારોને પણ કાનુની સેવા આપેલ હતી. અનેક ચકચારી કેસોમા પોતાના અસીલને કાનુની આંટી ઘુંટીમાંથી પસાર થઈને ન્‍યાયની સીડી સુધી પહોંચાડેલ છે. તેમના જન્‍મદિવસ નીમીતે મિત્રો, સ્‍નેહીઓ, સગા વ્‍હાલાઓ દ્વારા ચોમેરથી તેમના મો. નં. ૯૭૨૬૭ ૭૪૦૪૮ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.(

(3:18 PM IST)