News of Wednesday, 10th July 2024
સુરતના ભાજપના ધારાસભ્ય વિનોદ મોરડિયાનો જન્મદિન

રાજકોટ : સુરતના કતારગામ મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી વિનોદભાઇ અમરશીભાઇ મોરડિયાનો જન્મ તા. ૧૦ જુલાઇ ૧૯૬૭ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ ભૂતકાળમાં સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તથા રાજ્યમાં રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી પદે રહી ચૂક્યા છે. ધારાસભ્ય તરીકે બીજી વખત ચૂંટાયા છે. આજે વૃક્ષારોપણ દ્વારા જન્મદિનની ઉજવણી કરી છે.
મો. ૯૭૨૪૩ ૩૨૮૭૨ સુરત
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
