<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગુજરાતમાં ચોમાસું સક્રિય : ૨૭.૨૧ ટકા સાથે રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ ૯.૭૩ ઇંચ વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર વચ્ચે નવસારીના જલાલપોરમાં છેલ્લા ૨૪ કલાકમાં પ.૭૫ ઇંચ ખાબક્યો : છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૧ તાલુકામાં મેઘમહેર : રાજ્યના ૨૦૬ પૈકી ૬ ડેમ ૧૦૦ ટકા છલકાયા : અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના ડેમ સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર : જુઓ સંપૂર્ણ યાદી : સરદાર સરોવર નર્મદા ડેમમાં ૬૭.૬૫ ટકા જળસંગ્રહ સાથે પાણીની આવક ૧૮,૦૭૭ ક્યુસેક થઈ : રાજકોટના લાલપરી, વેણુ-૨ અને આજી-૨ ડેમ તેમજ જુનાગઢના બાંટવા-ખારડી અને પોરબંદરના શરણ ડેમ હાલ 'વોર્નિંગ' હેઠળ : રાજ્યમાં ૮,૩૨૪ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું : રાજ્યના ૨૭ રસ્તાઓ વાહનવ્યહાર માટે બંધ : રાજ્યમાં કુલ ૩૯,૭૨,૯૦૫ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું પ્રગતિશીલ વાવેતર10:52 AM IST

વિશ્વ વારસાઓને વધુ ભવ્ય-દિવ્ય બનાવી રહી છે ગુજરાત સરકાર : પાવાગઢ પર ‘વિકાસ પતાકા’ : રૂ. 359 કરોડના મેગા માસ્ટર પ્લાન થકી મહાકાળી ધામમાં આધુનિક સુવિધાઓના નિર્માણનો ધમધમાટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં વડાપ્રધાનનો ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્ર થઈ રહ્યો છે સાકાર : બે તબક્કામાં રૂ. 121 કરોડના ખર્ચે મંદિર તથા પરિસરમાં નવીનીકરણ-વિસ્તૃતીકરણ સહિત વિકાસ કાર્યોની વણઝાર : 545 ચોરસ મીટરથી લગભગ 6 ગણું વધીને 2980 ચોરસ મીટર જેટલું વિશાળ બન્યું મંદિર પરિસર : માંચીથી મંદિર સુધી 2374 સીડીઓનું નિર્માણ તથા પાથ-વે બન્યો વધુ સુવિધાજનક : 148 કરોડના ત્રીજા તબક્કામાં માંચી ખાતે મલ્ટીલેવલ પાર્કિંગની કામગીરી પૂર્ણ, ચાંપાનેર તથા વડા તળાવના વિકાસ કાર્યોનું આયોજન4:21 PM IST

ડબલ મર્ડર ભરવાડ બંધુ સુરેશભાઇ અને રાજેશભાઇ ધોળકીયાની કુટુંબી ભત્રીજા હાર્દિકના હાથે ક્રુર હત્‍યા : સોમનાથ સોસાયટીમાં લોહી રેડાયું : જમીનના પૈસા મામલે અઢી વર્ષથી ચાલતી માથાકુટ જીવલેણ બનીઃ મોટા ભાઇનું રાતે, નાના ભાઇનું સારવારમાં સવારે મૃત્‍યુ : મૃતક સુરેશભાઇના પુત્ર લાખાભાઇને પણ ઇજાઃ તેની ફરિયાદ પરથી છરીથી તૂટી પડનાર વૈશાલીનગરમાં રહેતાં કુટુંબી ભત્રીજા હાર્દિક ધોળકીયા સામે હત્‍યાનો ગુનોઃ હાર્દિકને પણ છરી-પાઇપથી થયેલા વળતા હુમલામાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળઃ તેની ફરિયાદ પરથી બે મૃતક ભાઇઓ સુરેશભાઇ અને રાજેશભાઇ, લાખાભાઇ અને કુટુંબી શિવા ડોંડા વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનો : સોમનાથ-૨માં રાધીકા ડેરી સામે રહેતાં રાજેશભાઇ ધોળકીયા (ઉ.વ.૩૫)ના ઘરે રાતે વૈશાલીનગરમાંથી કુટુંબી ભત્રીજા હાર્દિક ધોળકીયાએ આવી ‘અમારો ભાગ કેમ આપતાં નથી?' કહી માથાકુટ ચાલુ કરીઃ રાજેશભાઇએ ફોન કરી રૈયાધાર બંસીધર પાર્કમાંથી મોટા ભાઇ સુરેશભાઇ અને ભત્રીજા લાખાભાઇને બોલાવ્‍યાઃ ત્રણેય હાર્દિકને સમજાવતાં હતાં ત્‍યારે છરી કાઢી તૂટી પડયોઃ છાતીમાં લાગેલો એક જ ઘા સુરેશભાઇ ધોળકીયા (ઉ.વ.૫૦) માટે જીવલેણ નીવડયોઃ સારવાર દરમિયાન સવારે નાના ભાઇ રાજેશભાઇ ધોળકીયા (ઉ.વ.૩૫)એ દમ તોડયોઃ પરિવારજનોમાં કાળો કલ્‍પાંત3:10 PM IST

હાર્દિક પર છરી-પાઇપથી હુમલો કરાતાં તેણે કુટુંબી ભાઇ લાખાના હાથમાંથી છરી ખુંચવી વળતો પ્રહાર કર્યો અને બબ્‍બે જીવ ગયા : હાર્દિકે ફરિયાદમાં કહ્યું-મારા દાદા વિહાભાઇનો ૪થી ૫ હજાર વારનો પ્‍લોટ કુટુંબી મોટાબાપુ સુરેશભાઇ ઉર્ફે સુરાભાઇને ધ્‍યાન રાખવા આપ્‍યો હતોઃ જે તેણે દિલીપ શેઠને વેંચી નાંખ્‍યો હતોઃ છેલ્લા અઢી વર્ષથી તેની સાથે પૈસાનો વિવાદ ચાલુ હતો : રૈયા રોડ બાપા સિતારામ ચોકમાં પોતાની બેઠકે ગયો ત્‍યારે મિત્રો ન હોઇ ટુવ્‍હીલર લઇ સોમનાથ સોસાયટીમાંથી નીકળતાં ત્‍યાં સુરેશભાઇ, રાજેશભાઇ, લાખો સહિતના હોઇ તેણે ગાળાગાળી કરી હુમલો કર્યા બાદ હાર્દિકે લોહીલુહાણ હાલતમાં વળતો પ્રહાર કર્યો હતો : હાર્દિકને માથામાં છરીના ત્રણ અને ચાર ઇંચના બે ઘા, ડાબા કાનની બુટથી ગળાના ભાગ સુધી આશરે છ ઇંચનો ઘાઃ ડાબી સાઇડમાં કપાળથી હોઠ સુધી મોટો કાપો જમણા કાન તથા માથાના ભાગે મુંઢ ઇજા તેમજ ડાબી બાજુ છાતીના ભાગે તથા પેટમાં વચ્‍ચેના ભાગે કાપાઃ ડાબા હાથમા કોણીથી નીચેના ભાગે તેમજ પીઠના ભાગે અને જમણા હાથના પંજા ઉપર તથા જમણા પગમા ગોઠણથી નીચેના ભાગે ઇજાઓ પહોંચી : લોહીલુહાણ હાલતમાં ભાગેલા હાર્દિકે મદદ માટે એક ઘરનો દરવાજો ખખડાવ્‍યો પણ ખોલાયો નહિ બાદમાં તેના ભાઇના સાળા અનિલભાઇ આવી જતાં ૧૦૮ બોલાવી હોસ્‍પિટલમાં ખસેડયો3:34 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST