<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

રાજકોટ જિ.પં.ની બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ભીખાભાઇ રોકડનો કાલે જન્‍મદિવસ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણઃ રાજકોટ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને જસદણ તાલુકા ભાજપના અગ્રણી ભીખાભાઈ રોકડનો કાલે જન્‍મદિવસ છે. ભીખાભાઈ નાથાભાઈ રોકડનો જન્‍મ ૧૪/૭/૧૯૬૨ᅠના રોજ થયો હતો. તેઓ જસદણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા પંચાયતના સભ્‍ય,ᅠ રાજકોટ જિલ્લા પંચાયતની બાંધકામᅠ સમિતિના ચેરમેન, જસદણ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ સહિતના વિવિધ હોદાઓ ઉપર સેવા આપી ચૂક્‍યા છે. હાલમાં તેઓ સરદાર પટેલ ડાયમંડ માર્કેટ જસદણના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. ભીખાભાઈ રોકડ મો.નં. ૯૮૨૪૪ ૫૧૩૧૦.

(10:02 AM IST)