તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
ચીનમાં નવો વાયરસ : કોરોના બાદ HMPVનો આતંક : હોસ્પિટલોમાં ભીડ : ૧૭૦ના મોત : ૧૮ દેશમાં ૭૮૩૪ કેસ : શું કોવિડ પછી આવવાની છે નવી મહામારી ? ચીનમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે વાયરસ : શું ‘ડ્રેગન' ફરી છુપાવી રહ્યું છે ? આ વાયરસ : શ્વસનતંત્રને અસર કરે છે અને ખાંસી - છીંક - સંક્રમિત વ્યકિતના સંપર્કથી ફેલાય છે4:46 PM IST
સુપ્રીમ કોર્ટે સંપત્તિના અધિકારને માનવ અધિકાર અને બંધારણીય અધિકાર ગણાવ્યો : સુપ્રીમ કોર્ટે સંપત્તિને લઇને ઐતિહાસિક નિર્ણય આપ્યો : કોઇ પણ વ્યકિતને તેની મિલકતથી વંચિત કરી શકાય નહીં સિવાય કે તેને તેના માટે યોગ્ય વળતર મળે જમીન સંપાદનના ૨૨ વર્ષ પછી પણ વળતર ન મળવા પર કોર્ટે કડક ટિપ્પણી કરી3:19 PM IST
છત્તીસગઢ લિકર કૌભાંડ: EDએ પૂર્વ આબકારી મંત્રીની નવ કલાક સુધી પૂછપરછ કરી: પુત્ર અને OSDની પણ પૂછપરછ : છત્તીસગઢના પૂર્વ આબકારી મંત્રી કાવાસી લખમા દારૂ કૌભાંડના આરોપોમાં ઘેરાયા :EDએ રૂ. 2161 કરોડના કથિત દારૂ કૌભાંડના સંબંધમાં પૂછપરછ માટે લખમા, તેમના પુત્ર હરીશ કાવાસી અને તત્કાલીન OSD જયંત દિવાંગનને બોલાવ્યા હતા 12:59 AM IST
બાળકોના ડેટાનો ઉપયોગ કરવા માટે માતા-પિતાની મંજૂરી લેવી પડશે: જાણો ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું હશે ? : લગભગ 14 મહિના પહેલા સંસદે ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ 2023ને મંજૂરી આપ્યા બાદ ડ્રાફ્ટ નિયમો જારી કરાયા : ડ્રાફ્ટ નિયમોમાં વ્યક્તિ પાસેથી સ્પષ્ટ સંમતિ મેળવવા માટે એક મિકેનિઝમ બનાવવામાં આવ્યું12:44 AM IST
બાબુલ સુપ્રિયો અને બીજેપી સાંસદ અભિજીત ગાંગુલી વચ્ચે રસ્તા વચ્ચે હોર્ન વગાડવાને લઈને બોલાચાલી : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારના મંત્રી બાબુલ સુપ્રિયો અને બીજેપી સાંસદ અભિજીત ગાંગુલી રાત્રે કારના હોર્ન વગાડવાને લઈને રસ્તાની વચ્ચે એકબીજા સાથે બબાલ : બંને નેતાઓ વચ્ચે લગભગ 15 મિનિટ સુધી ઉગ્ર બોલાચાલી થઈ 12:27 AM IST
મુકેશ અંબાણી દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા :પુત્ર અનંત સાથે ભગવાન કાળિયા ઠાકરને શીશ ઝુકાવી આશીર્વાદ લીધા : રિલાયન્સના કાફલા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પિતા-પુત્રએ દ્વારકાધીશને શિશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા: જગત મંદિરમાં અંબાણી પિતા-પુત્રએ શ્રીજીના ઉત્થાપન દર્શન કરી શીશ ઝૂકાવી પાદુકા પૂજન પણ કર્યું12:23 AM IST
માણસાઈ જેવું છે કે નહીં ? રેલવે સ્ટેશન પર NRI મહિલા પાસેથી કુલીએ પડાવ્યા ૧૦,૦૦૦ રૂપિયા કે ‘હચમચી' ગયું રેલ મંત્રાલય : રેલ્વે સ્ટેશન પર ઉઘાડી લૂંટ ? : મહિલાએ રેલવે અધિકારીને આ અંગે ફરિયાદ કરી : કુલી સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેનો બેજ લઈ લીધો છે : આ સાથે જ મહિલાને ૯૦ ટકા રકમ પણ પરત કરી દેવામાં આવી10:07 AM IST
ભૂપેન્દ્ર યાદવને ગુજરાત, વિજય રૂપાણીને રાજસ્થાનના અને પીયૂષ ગોયલને યુપીની જવાબદારી સોંપવામાં આવી : ભાજપે ચૂંટણી પ્રભારી નિયુકત કર્યા ભાજપે રાજ્યોમાં યોજાનારી ચૂંટણી અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી માટે પ્રભારીઓની નિમણૂક કરી છેઃ પાર્ટીએ યુપી, ગુજરાત, બિહાર જેવા મહત્વના રાજ્યોની જવાબદારી તેના ઘણા વરિષ્ઠ નેતાઓને સોંપી છે2:35 PM IST

નમન......

ગોઝારી.....

રિહર્સલ ટાઈમ....

માર્શલ આર્ટ કૌશલ્ય પ્રદર્શન....
અકિલા સોશ્યિલ મીડિયારાજપીપળા ગાર્ડનમાં આવેલી MP દાબેલીની લારી પરથી સરકારી કર્મચારીએ લીધેલી દાબેલીમાં જીવાત નીકળતા પાલિકાએ લારી જપ્ત કરી કડક કાર્યવાહી કરી : સરકારી કર્મચારીને અપાયેલા ખોરાકમાં જીવાત નીકળતા તેમણે પાલિકાના કારોબારી અધ્યક્ષ અને ઉપપ્રમુખને રજૂઆત કરી:લગભગ 6 મહિના પર આ જ દાબેલીની લારી પર ગ્રાહકની દાબેલીમાં જીવાત નીકળી હતી ત્યારબાદ આ બીજી ઘટના10:12 PM IST
રાજ્યમાં નવી મહાનગરપાલિકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાના કામોને અગ્રતા : જિલ્લાના નાયબ કાર્યપાલક ઇજનેરને સીટી ઈજનેર તરીકે કામગીરી સોંપાઈ : જુઓ સંપૂર્ણં યાદી : અંજારના પ્રવિણસિંહ મારવાડાને ગાંધીધામ,મોરબીમાં હિતેન્દ્ર આદ્રોજા ,સુરેન્દ્રનગરમાં કલ્પેશ ચૌહાણને અને પોરબંદરમાં જયદીપસિંહ રાણાને સીટી ઇજનેરનો વધારાનો હવાલો સોંપાયો8:15 PM IST
બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો મામલો વધુ ગરમાયો : શિહોરી બાદ આજે થરા શહેર બંધ; ધાનેરામાં પણ વિરોધ : કાંકરેજના થરાના વેપારીઓ દ્વારા ફરી દુકાનો બંધ નાખીને વિરોધ નોંધાવ્યો : ધાનેરાના નાગરિકો કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શનમાં જોડાયા:.ધાનેરાને બનાસકાંઠામાં સમાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને વિરોધની ચીમકી1:14 PM IST
નકલી અધિકારીઓની ગુજરાતમાં ભરમાર વચ્ચે હવે રશિયન ચાઇનીસ જેવા વિદેશીઓએ પણ ઝંપલાવ્યું : મુંબઇની સ્ટાર હોટેલમાં સોદાઃ ચાઇનીસ બોસનાં આદેશ મુજબ ક્રિપ્ટો કરન્સીમાં નાણાં કન્વર્ટ થતાં હોવાની સાયબર ક્રાઇમ ટીમની તપાસમાં રહસ્ય ખૂલ્યું રાજ્ય સરકારના લોક જાગળતિ માટે મસમોટી જાહેરાત આપવા સહિતના ભરપૂર પ્રયાસો છતા લોકો પાર્સલમાં ડ્રગ્સ, ડિજિટલ એરેસ્ટ ડ્રામાથી ખૂબ ડરી રહ્યાના સંકેતો મળી રહ્યા છે બીએસએફ બેક ગ્રાઉન્ડ ધરાવતા અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકની શંકા સાચી ઠરીઃ ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ, ડીસીપી લવલીનાં સિંહા, એસીપી હાર્દિક માંકડિયાનાં માર્ગદર્શનમાં પીઆઇ મનીષ નકુમ ટીમની તપાસમાં ધડાકા જેવી વિગત ખુલ્લી1:14 PM IST
બોલીવુડ માફક રેવ પાર્ટી સુરતમાં કરવાનું આયોજન તો દૂરઃ સાદી પાર્ટીની હિંમત પણ ન ચાલી : ૭૦૦ થી વધુ લોકોને પાસા સાથે ૫૦૦ રીઢા ગુનેગારોનો મેળો યોજી અને અનુપમસિંહ ગેહલોતે જે ચીમકી આપી તેને કારણે ઘણા ઘરમાં જ પુરાય રહ્યા એક સપ્તાહ સુધી ધોસ બોલાવતા લોકોએ મનભરી ઉજવણી કરી, બીજા દિવસે પોલીસ કમિશનરને અભિનંદન આપવા લાઈનો લાગીઃ પીસીબી પીઆઇ આર.એસ. સુવેરા અકિલા સમક્ષ રહસ્ય ખોલે છે4:39 PM IST
માર્વેલસ બેકરીના કુકીઝમાંથી મરેલી માખી મળીઃ વિશાલ ચાઇનીઝ પંજાબીના પનીરમાં વેજીટેબલ ફેટઃબન્ને નમુના નાપાસ : મનપા દ્વારા સાધુ વાસવાણી રોડ તથા લાખના બંગલા રોડ ખાતેથી સેમ્પલ લેવાયેલ ફુડ શાખાનું યુનિ. રોડ-સોરઠીયા વાડી સર્કલ વિસ્તારમાં ર૮ ખાણીપીણીના વેપારીઓને ત્યાં ચેકીંગઃ ૧૦ને લાઇસન્સ અંગે નોટીસ2:53 PM IST
કાવો મારવા મામલે ધો-૮ અને ૯ના બે છાત્ર બંધુને બગીચામાં બોલાવી બેફામ મારકુટ : શાળાએથી છુટીને ૧૫ અને ૧૬ વર્ષના પિત્રાઇ ઘરે જતાં હતાં ત્યારે કાતાસ્ત્રી વિકાસ ગૃહ પાસે બોલાચાલી થતાં એક્ટીવા ચાલકે એક છાત્રના ફોન નંબર લઇ બાદમાં ‘તારા પપ્પા બોલુ છું આવી જા ભક્તિનગર સર્કલના બગીચામાં' કહી ત્યાં બોલાવી માર માર્યો3:59 PM IST
ગાંધી સોસાયટીમાં વ્હોરા વેપારીના ઘરમાં મહારાષ્ટ્ર-કર્ણાટકના બંટી-બબલીએ કરી'તી ચોરીઃ ૧૭.૫૫ લાખની મત્તા સાથે ઝડપાયા : તસ્કર અજીત ધનગર ઉપર મહારાષ્ટ્ર-કર્ણાટકમાં ચોરીના ૨૮ ગુનાઃ જેલની હવા પણ ખાઇ ચુક્યો છેઃ પ્રેમિકા સાથે મળી જે તે શહેરમાં જઇ ગેસ્ટહાઉસ-હોટેલમાં રોકાતોઃ સવારે બંધ મકાનની રેકી કરી રાતે ચોરી કરતોઃ જામનગર રોડ પર મંદિર અને મકાનની અન્ય બે ચોરીની પણ કબુલાત આપી ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં એલસીબી ઝોન-૨ ટીમના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમને સફળતા4:02 PM IST
‘સપ્ત સંગીતિ ૨૦૨૫'કલા મહોત્સવનો ‘કલર્સ ઓફ રિધમ' ગ્રુપના ધમાકેદાર ત્રિરંગી પર્ફોમન્સથી શુભારંભ : ખુબ જુજ સાંભળવા મળતા જલતરંગ અને જેમ્બે વાદ્યની જુલગબંધીથી શ્રોતાઓ ડોલ્યાઃ આજે રાત્રે નંદિની શંકર અને મહેશ રાઘવનની વાયોલિન અને આઇપેડ જુગલબંદી તેમજ બીજા ચરણમાં પદ્મભૂષણ પં.સાજન મિશ્રા અને સ્વરાંશ મિશ્રાનાં ગાયનની પ્રસ્તુતી થશે4:18 PM IST
રાજકોટમાં રવિવારે બલોચ મકરાણી સમાજનુ સૌપ્રથમ રાજ્ય કક્ષાનુ ઐતિહાસિક મહાસંમેલન : સમાજને સામાજિક-શૈક્ષણિક-આર્થિક રીતે વિકાસ સહિતના મુદ્દે વિચાર વિમર્શઃ ગુજરાતભરમાંથી બલોચ મકરાણી સમાજના વિવિધ ક્ષેત્રે સંકળાયેલા સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશેઃ ગામેગામ ડોર ટુ ડોર આમંત્રણ અપાયાઃ ગામેગામથી રાજકોટ પહોંચવા સ્વયંભૂ વાહનોની વ્યવસ્થાઃ તડામાર તૈયારીઓઃ કાર્યક્રમને અપાતો આખરી ઓપઃ આયોજક અગ્રેસરોના રાજકોટમાં ધામાઃ આખો દિ' કાર્યક્રમઃ ચા-પાણી-બપોરનુ ભોજન-આરામ સહિતની વ્યવસ્થા11:53 AM IST
ગેટ...સેટ...ગો..: કાલથી ખેલ મહાકુંભઃ ૧પ૦ કલાકારોનું ‘‘ખેલખેલ મે''નું ડાન્સ પરફોમન્સ : સૌરાષ્ટ્ર યુનિ. ખાતે પ્રારંભઃ ઐશ્વર્યા મજમૂદાર ખાસ ડોલાવશેઃ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટનઃ કલેકટર-તમામ પ્રાંત દ્વારા સવારથી નિરિક્ષણ આર. જે. આભા વિવિધ ગેમ્સ રમાડશેઃ સૂરત-દાહોદ-નડીયાદની સ્કૂલોને ગયા વર્ષના શ્રેષ્ઠ પ્રદર્શન અંગે ર થી પ લાખના ઇનામો અપાશે : સૌરાષ્ટ્રભરમાંથી ખેલાડીઓ-વિદ્યાર્થીઓ આવશે ૧૪૦ બસો મૂકાઇઃ પરત થતા ખેલાડીઓ માટે રાત્રી ભોજનમાં થેપલા-સૂકીભાજી-દહીં-મીઠાઇની વ્યવસ્થા3:52 PM IST
હાથીખાનાના કોમ્પ્યુટરના વેપારી પરાગ સંચાણીયા સાથે મિત્રતા કેળવી દિવ્યેશ આડેસરાની ૧૨ લાખની છેતરપીંડી : પ્રહલાદ પ્લોટ ચબુતરા ચોકમાં રહેતાં સોના ચાંદીના ધંધાર્થીએ વિશ્વાસ કેળવી એક મહિના માટે હાથ ઉછીની રકમ લઇ લીધા બાદ પાછી ન ચુકવીઃ ઘરે તપાસ કરવા જતાં તાળા લટકતા દેખાયાઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો 3:04 PM IST
ભૂતપુર્વ ગુરુજનોનું બહુમાન કરવા રાજકુમાર કોલેજના ઓલ્ડ આરકેસીઅન્સ એસો. દ્વારા રવિવારે ઐતિહાસિક સન્માન સમારોહ : રાજકુમાર કોલેજ ખાતે ઈતિહાસમાં પ્રથમ વખત વર્ષ ૧૯૬૫ થી ૨૦૦૦ હજાર દરમિયાન ફરજનિષ્ઠ રહેલા ૧૨૦ જેટલા ગુરુજનોને વંદન સાથે અભિવાદન કરવાના અવસરની ઉજવણી : ૩૫ થી વધુ ભૂતપૂર્વ શિક્ષકો અને ૨૦ જેટલા સ્વર્ગસ્થ શિક્ષકોના પરિવારજનોને સમારંભમાં હાજરી આપશે3:34 PM IST
શ્રીનાથદ્વારાની ‘ધ્વજાજી' સાથે ૧ કી.મી. લાંબી ધર્મયાત્રાઃ વૈષ્ણવોમાં આનંદોત્સવ : સમગ્ર રાજકોટ ધર્મમય બનશે, ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં દરેક સમાજના લોકો જોડાશે...સત્સંગ મંડળીઓ દ્વારા ધુન-ભજનઆત્મજા ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ મનોરથમાં દરેક સમાજને પધારવા ઉકાણી પરિવારનું નિમંત્રણ :વૈષ્ણવ સંપ્રદાયમાં રાજકોટના આંગણે લાંબા અંતરાલ બાદ શ્રી નાથદ્વારાની ધ્વજાજીનું આરોહણ થશે : ધર્મયાત્રામાં ઘોડા, બગીઓ, વિન્ટેજકારના કાફલા સાથે સાફાધારી યુવાનો, નીતનવા ફલોટસ.. : શોભાયાત્રાના રાજમાર્ગ પર ૮ સ્ટેજ, ૬૦ થી વધુ કમાનો મનમોહક રંગોળી, રંગબેરંગી ધ્વજા પતાકા થી સુશોભન4:03 PM IST
વિસાવદર તાલુકાના મોટા કોટડાની સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના એટ્રોસીટી તથા પોક્સોના ગુન્હામાં વિસાવદર એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓ રાકેશ ઉર્ફે રાકો, અકીલ ઉર્ફે સાબરી તથા અનિલ ઉર્ફે અનો ત્રણેયને 20/20 વર્ષની સખ્ત કેદની સજા : તત્કાલીન જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા વિસાવદર સેશન્સ કોર્ટના સરકારી વકીલ એસ.ડી. જોટાણીયા તથા વી.એન માઢકની ત્રિપુટી દ્વારા નામદાર કોર્ટમાં પુરાવાઓ રજૂ કરતાં, નામદાર કોર્ટ તરફથી ઍટ્રોસિટી, ઍટ્રોસિટી વિથ પોકસો એક્ટના ત્રણ ત્રણ કેસમાં સજા કરવામાં સફળતા 4:36 PM IST
સબૂરી ડેમની મુલાકાત લેતાં પાણી પુરવઠા મંત્રી11:44 AM IST
જામનગર પંથકમાં દરિયાકાંઠાના કિચડીયા પ્રાણીઓની ગણતરી : દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે મરીન નેશનલ પાર્ક- મરીન સેન્ચુરી વિસ્તારમાં આશરે ૩૦૦ થી વધારે પ્રજાતિના સ્થાનિક-યાયાવર પક્ષીઓનું રહેઠાણ : વન વિભાગ તેમજ બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ ગણતરી યોજવામાં આવશે : ઓખાથી નવલખી સુધી અંદાજીત ૧૭૦ કિ.મી. લાંબા દરિયાકિનારા ઉપર ખાસ પસંદ કરાયેલા સ્થળોનો સમાવેશ આલ્ગી, દરિયાઇ શેવાળ, વાદળી, ડોલ્ફીન, કાચબા જેવા જળચર પ્રાણી તેમજ ચેરના વળક્ષોનો સમળદ્ધ : દર વર્ષે લાખોની સંખ્યામાં સ્થાનિક-યાયાવર પક્ષીઓનું આ દરિયાઈ વિસ્તારમાં વિચરણ : કિચડિયા- WADERS પક્ષીઓ જામનગર માટે આભૂષણ સમાન 1:59 PM IST
પાકિસ્તાનના કરાચીમાં ધબકતી સનાતન હિન્દુ પ્રવૃત્તિના કેન્દ્ર સમા સ્વામિનારાયણ મંદિરના વિકાસમાં કચ્છના સાંખ્ય યોગી ધનબાઇ ફઇનો પુરુષાર્થ : સમાજ સુધારક નારી રત્ન દ્વિશતાબ્દીની ઉજવણીએ ઇતિહાસ વાગોળીએ, સંત ગુણાતીતાનંદજી સ્વામીએ રાજકોટના માવજી મિસ્ત્રીને કરાચીમાં મંદિર બાંધવા પ્રેરણા કરી અને માવજી ભાઈએ ભાગીદાર મુસાભાઈ સાથે મળી કરાચી બંદર બાંધ્યાનો ઇતિહાસ ચર્ચાય છે, એ સમયે ઓખા બંદરેથી હરિભક્તો કરાચી મંદિરે દર્શને જતા 9:31 AM IST
સુરતનું યુવાનોને ધર્મ, કર્મ અને રાષ્ટ્રવાદ સાથે જોડવાનું મહાઅભિયાન દેશની 'સૂરત' બદલવાનું કાર્ય કરશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : હનુમાન ચાલીસા યુવા કથા યુવાનોને સદાચાર, નૈતિકતા, અને રાષ્ટ્રવાદ તરફ વાળવાનું માધ્યમ બની છે : કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા : સુરત ખાતે 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા'માં સહભાગી થતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી : હરિપ્રકાશદાસજી સ્વામીના શ્રીમુખેથી કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રોરૂપી કથામૃતનું શ્રવણ કર્યું : નવા વર્ષ - ૨૦૨૫ના પ્રારંભે ૨૦૨૫ ગંગાસ્વરૂપા બહેનોને અનાજ-કરિયાણાની કીટ વિતરણનો સંકલ્પ12:23 PM IST
હવે દિશા વાકાણીની વાપસી નહીં થાય : દયા ભાભીને લઈને અસિત મોદીનું મોટું નિવેદન : હું હજી પણ પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ હું માનું છું કે હવે દિશા વાકાણીની વાપસી થશે નહીં. તે બે બાળકોની માતા છે,મહિલાઓ માટે લગ્ન પછી જીવન સરળ નથી રહેતું, પરંતુ ઘણું બદલાઈ જાય છે : હું હજુ પણ પોઝિટિવ છું. હું આશાવાદી છું અને માનું છું કે ભગવાન કંઈક ચમત્કાર કરશે અને દિશા શોમાં પાછી ફરશે અને તે સારી વાત હશે. જો તે પરત ન આવી શકે તો મારે બીજી દયા બેનને લાવવી પડશે4:55 PM IST

































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી































































































































































































