<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

યુવા ઍડવોકેટ કરણ કારીયાનો જન્મદિવસઃ ૩૦ પુરા ૩૧માં પ્રવેશ

 

રાજકોટ,તા. ૫: યુવા એડવોકેટ કરણ ડી. કારીયાનો આજરોજ ૩૦ વર્ષ પુરા કરીને ૩૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

રાજકોટના યુવા એડવોકેટ જયેન્દ્ર એચ. ગોડલીયા તેમજ હાલ કલ્પેશ કે. વાઘેલા સાથે રહીને ક્રિમિનલ, સિવિલ, ફેમીલી મેટર્સ તેમજ કલેમ કેસમાં છેલ્લા ૭ વર્ષથી વકિલાત કરતા એવા યુવા એડવોકેટ યુવા એડવોકેટ કરણ ડી. કારીયા(ગઢવી) નો આજરોજ ૩૦ વર્ષ પુરા કરીને ૩૧ વર્ષમાં પ્રવેશ કરતા જન્મદિવસ ઉપર અભિનંદનનો વરસાદ, નાનપણ થી જ વિકલાત કરવાનું સપનું સેવી પોતાના હાયર સેકન્ડરીનો અભ્યાસ એ.એસ.ચૌધરી હાઈસ્કુલથી કરી પી.ડી. માલવીયા કોલેજમાંથી બી.કોમ કરેલ ત્યાર બાદ પોતાનું વકીલાતનું સપનું પુર્ણ કરવા કે.એ. પાંધી લો કોલેજમાં અભ્યાસ કરેલ અને સાથો સાથ વકીલાતના સપનાને પુર્ણ કરવા કોલેજના ફસ્ટ સેમેસ્ટરથી જુનીયરશીપ શરૂ કરેલ. તેમજ ૨૦૧૯માં વકીલ તરીકે ઉતિર્ણ થયેલ.

હાલમાં એમ.એ.સી.પી બાર રાજકોટમા યોજાયેલ ચુંટણીમાં કારોબારી સભ્ય તરીકે ચુંટણી લડીને જંગી બહુમતીથી ચુંટાયેલ હતા હાલ કારોબારી સભ્ય તરીકે પોતાની ફરજ બજાવે છે. તેમજ વકીલાતની સાથે સાથે લેખનનો પણ શોખ ધરાવતા હોવાથી વકીલ મંડળમાં 'કવિરાજ' તરીકેની આગવી ઓળખ ધરાવે છે.

યુવા એડવોકેટ કરણ ડી. કારીયા (ગઢવી) ને તેમના જન્મદિન નિમિતે વકીલ મિત્રો, ગોડલીયા એસોસીયેટસ તેમજ કલ્પેશ ડી. વાધેલા એસોસીયેટસના ઓફીસ સ્ટાફ અને સગા સબંધી સ્નેહીજનો, અંગત મિત્રો અને પરીવારજનો દ્વારા તેમના મોબાઈલ નં. ૯૯૭૯૬ ૧૮૭૭૦ ઉપર જન્મદિનની શુભેચ્છાનો વરસાદ કરવામાં આવેલ છે.

(3:58 PM IST)