<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વિરાણી હાઇસ્કૂલને વર્ષો પહેલા માત્ર ટોકન ભાવે અપાયેલ અબજોની સરકારી જમીન ઉપર ખૂલ્લેઆમ શરતભંગ થતો હોવાનોે-મેદાનમાં જગ્યા ભાડે આપી કોમર્શીયલ ઉપયોગ થતો હોવાનો રીપોર્ટ સીટી પ્રાંત-૧ દ્વારા કલેકટરને મોકલી દેવાયો છેઃ કલેકટર સમક્ષ આ ફાઇલ આજે મૂકાશેઃ દરમિયાન રાજકોટ સીટીની જમીન હોય શરતભંગ અંગેનો આ કેસ હવે સીટી પ્રાંત-૧ સમક્ષ ચાલશે તેમ ઉચ્ચ અધીકારીઓએ ઉમેર્યુ હતું. (૩.૧૮) વિરાણી હાઇસ્કૂલને વર્ષો પહેલા માત્ર ટોકન ભાવે અપાયેલ અબજોની સરકારી જમીન ઉપર ખૂલ્લેઆમ શરતભંગ થતો હોવાનોે-મેદાનમાં જગ્યા ભાડે આપી કોમર્શીયલ ઉપયોગ થતો હોવાનો રીપોર્ટ સીટી પ્રાંત-૧ દ્વારા કલેકટરને મોકલી દેવાયો છેઃ કલેકટર સમક્ષ આ ફાઇલ આજે મૂકાશેઃ દરમિયાન રાજકોટ સીટીની જમીન હોય શરતભંગ અંગેનો આ કેસ હવે સીટી પ્રાંત-૧ સમક્ષ ચાલશે તેમ ઉચ્ચ અધીકારીઓએ ઉમેર્યુ હતું.3:57 PM IST

મહત્વના સમાચારો ઊડતી નજરે : કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ઉજ્જૈનના વિશ્વપ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભસ્મ આરતી માં આજે વહેલી સવારે સામેલ થયા હતા : નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર કુંભમેળામાં જવા સમયે થયેલી ભાગદોડ પછી દિલ્હી ઉત્તર રેલવેના ડીઆરએમ સુખવીન્દરસિંહની બદલી કરી પુષ્પેશ ત્રિપાઠીને મૂકવામાં આવ્યા છે : ભરૂચના દહેજમાં આવેલ કેમિકલ કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળી છે, આગ કાબુમાં.: દિલ્હીની બ્રહ્મપુરીમાં મસ્જિદ નિર્માણ બાબતે ભારે વિવાદ સર્જાતા પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે : દિલ્હીની બ્રહ્મપુરીમાં મસ્જિદ નિર્માણ બાબતે ભારે વિવાદ સર્જાતા પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે : હરિયાણા કોંગ્રેસની આજે ચંદીગઢમાં બેઠક મળી રહી છે જેમાં વિધાનસભા પક્ષના નેતાને જાહેરાત થશે : ચાઈનીઝ વિઝા સ્કેમમાં કાર્તિ ચિદમ્બરમની અરજી ઉપર કોર્ટમાં આજે ચુકાદો આવી શકે છે : સોનાની તસ્કરી બાબતે કન્નડ અભિનેત્રી આન્યા રાવની બેંગ્લુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનુ જપ્ત કર્યા બાદ ધરપકડ9:39 AM IST

ગાંધીનગર ખાતે 'અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, ૨૦૨૪-૨૫' નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો : ૧૩ રાજ્યો, ૧૨ રીજીયોનલ સ્પોર્ટ્સ બોર્ડ અને ૦૪ યુનિયન ટેરીટરીની ૨૯ ટીમોના અંદાજે કુલ ૪૦૯ ખેલાડીઓ તથા અધિકારીઓ સહભાગી થશે : નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર હરહંમેશ વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી-સ્પર્ધાઓ દ્વારા ખેલાડીઓના કૌશલ્યને બહાર લાવીને તેમને પ્રોત્સાહિત કરવા માટે સતત પ્રયત્નશીલ : સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી : નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર હરહંમેશ વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી-સ્પર્ધાઓ દ્વારા ખેલાડીઓના કૌશલ્યને બહાર લાવીને તેમને પ્રોત્સાહિત કરવા માટે સતત પ્રયત્નશીલ : સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી1:40 PM IST

એસિડ એટેકમાં દાઝેલા વર્ષાબેનનું મોતઃ બનાવ હત્‍યામાં પલ્‍ટાયો : કોઠારીયા આણંદપર માવતર અને સોખડામાં સાસરૂ ધરાવતાં ૩૪ વર્ષના વર્ષાબેન ગોરીયાએ કાકાની દિકરી પારસબેનની સગાઇ એક વર્ષ પહેલા સોખડાના પ્રકાશ સરવૈયા સાથે કરાવી હતીઃ પણ સગાઇના બે મહિના બાદ પારસે ભાગીને રાહુલ નામના શખ્‍સ સાથે લવમેરેજ કરી લીધા હતાં: આ પછી તેનો મંગેતર પ્રકાશ વારંવાર ઘરે આવી વર્ષાબેનને કહેતો-પારસ ક્‍યાં છે એ તમને ખબર છે, તમે સરનામુ કેમ આપતા નથી? ગઇકાલે એસિડ ભરીને આવ્‍યો, ફરી પારસ બાબતે પુછી ઝઘડો કરી એસિડ એટેક કર્યો હતો : રાજકોટના નવાગામ પાસેના સોખડામાં ગત ૨૨/૧/૨૫ના રોજ બની હતી ઘટનાઃ આરોપી પ્રકાશ સરવૈયાને કુવાડવા રોડ પોલીસે પકડતાં જેલહવાલે થયો હતો4:21 PM IST