<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

રાજકોટ બાર એસો.ના પુર્વપ્રમુખ સંજયભાઇ વ્‍યાસનો જન્‍મદિવસ

રાજકોટ, તા. ૯ : રાજકોટ બાર એશોસીએસનના પુર્વ પ્રમુખ એડવોકેટ - નોટરી સંજયભાઈ વ્‍યાસનો આજે ૬૪ મો જન્‍મદિન છે. આજે જીવનના ૬૪ વર્ષની મંજીલ કાપી ૬૫ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

સંજયભાઈ વ્‍યાસનો જન્‍મ તા.૦૯/૦૮/૧૯૬૦ ના રોજ જામનગર મુકામે થયેલ તેઓના દાદા સ્‍વ.મુળશંકર જાદવજી વ્‍યાસ હાલ પાકિસ્‍તાનનના કરાચી મુકામે હીન્‍દ કેસરી નામનુ પેપર બહાર પાડતા અને તેઓ હિન્‍દુ મહાસભા ના કરાચી ખાતે અગ્રણી હતા. ભારત પાકીસ્‍તાનના ભાગલા બાદ તેઓ રાજકોટ મુકામે સ્‍થાયી થયેલ. સંજયભાઈ વ્‍યાસના પિતા સ્‍વ.જીતેન્‍દ્રભાઈ મુળશંકરભાઈ વ્‍યાસ રેલ્‍વેમા ફરજ બજાવતા હતા અને વેસ્‍ટન રેલ્‍વે એમ્‍પમ્‍પ્‍લોઈઝ યુનિયનના ડીવીઝનલ સેક્રેટરી તરીકે વર્ષો સુધી કર્મચારીઓની સેવા કરેલ.

સંજયભાઈ વ્‍યાસ જામનગર જીલ્લાના ઓખા મુકામે પ્રાથમીક અભ્‍યાસ બાદ કોલેજ કાળનો અભ્‍યાસ રાજકોટમાં પુર્ણ કર્યા બાદ ૧૯૮૫ થી રાજકોટ બાર એશોસીએસનના સભ્‍ય તરીકે વકીલાતની કારર્કીદી શરૂ કરેલ અને રાજકોટ બારમાં ૨૦૧૬ સુધીમા ૧૭ વખત ચુટાઈ આવીને કારોબારી સભ્‍ય ખજાનચી, જો.સેક્રેટરી ઉપ પ્રમુખ,સેક્રેટરી તથા ૨૦૧૦ માં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવેલ અને સફળ રીતે અનેક પ્રોગ્રામો આપેલ, વકીલોના ચાલતા રાજકોટ બાર એશો. એડવોકેટ વેલફેર ફંડના ખજાનચી તરીકે સફળ કામગીરી બજાવેલ છે.

સંજયભાઈ વ્‍યાસ સને ૨૦૧૬ મા રાજકોટ બાર એશોસીએશનના ઈલેકશનમાં બાર એશોસીએશનના ઈતીહાસમાં સૌથી વધુ જંગી મતની લીડ થી પ્રમુખ તરીકે વિજેતા થયેલ અને તેઓની પેનલ ને પણ જંગી બહુમતીથી ચુટી કઢાવેલ તેઓએ પ્રમુખ તરીકે સને ૨૦૧૬ માં રાજકોટ મુકામે હેમુ ગઢવી હોલમા તારીખ-૧/૦૫/૨૦૧૬ ના રોજ સમગ્ર ગુજરાતના વકીલો માટે જુદાજુદા કાયદાકીય વિષયો ઉપર લીગલ સેમીનારનુ સફળ આયોજન કરેલ.

રાજકોટ બારમાં દર વર્ષે ચુટણી થતી હોય છે પ્રથમ વખત બારના ઈતિહાસમાં સને-૨૦૧૬ ની સાલમાં પ્રમુખ તરીકે ચુટાઈને તેઓ તથા આખી કારોબારી કમીટી ૨૬-૦૨-૨૦૧૮ સતત સવા બે વર્ષ કાર્યરત હોય તેવું પ્રથમ વખત બનેલ અને સમગ્ર કારોબારી કમીટીએ સમગ્ર ટર્મ દરમિયાન રાજકોટના તથા અન્‍ય બાર એસોસીએશનના વકીલોના પશ્‍ન અગ્રેસર રહીને ખુબજ સુંદર કામગીરી બજાવેલ હાલ તેઓ રાજકોટ બાર એશોશીએશનની કારોબારી કમીટીમા પાસ્‍ટ પ્રેસીડન્‍ટ તરીકે કાર્યરત છે.

સંજયભાઈ વ્‍યાસ ઔદિચ્‍ય બ્રાહ્મણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ રાજકોટ માં ચાર વર્ષ સુધી સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે.

સંજયભાઈ વ્‍યાસે એ- નેગેટીવ બ્‍લડ કે જે જુજ વ્‍યકિતઓને હોય છે તે બ્‍લડ ગુર્પ ધરાવતા હોઈ અત્‍યાર સુધીમા ૬૦ વાર બ્‍લડ ડોનેટ કરી જરૂરીયાત મંદ લોકોને તથા બ્‍લડ બેન્‍કોમાં બ્‍લડ ડોનેટ કરેલ છે.

સંજયભાઈ વ્‍યાસ તેઓના મીલનસાર સ્‍વભાવથી વકીલોમાં તથા મીત્ર વર્તુળમાં ચાકુના હુલામણા નામે પ્રસિધ્‍ધ છે. આજરોજ તેમના જન્‍મદિવસ નીમીતે સગા સંબધીઓ તથા મીત્ર વર્તુળ તરફથી તેઓને જન્‍મદિનની હાર્દિક શુભકામનાઓ તેમના મોબાઈલ નં. ૯૪૨૭૨૨૧૯૯૭ ઉપર પાઠવવામાં આવી રહી હતી.

(12:05 PM IST)