News of Monday, 2nd September 2024
જીલ્લા ભાજપ મંત્રી મનોજ રાઠોડનો જન્મદિન

રાજકોટ : ભાજપના અદના કાર્યકર, ખેડૂત તેમજ લોકાભિમુખ રહેવા માટે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં જાણીતા રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી અને લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડનો આજે ૨ ઓગષ્ટના રોજ જન્મદિવસ છે. તેમણે અત્યાર સુધી ભાજપમાં અનેક જવાબદારીઓ શોભાવી પક્ષ તેમજ લોકો માટે અનેક માઈલસ્ટોન સમી કામગીરી કરી લોકોમાં અનેરી નામના હાંસલ કરેલી છે.
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ હરીપર (પાળ) લોધીકાના રહેવાસી મનોજ રાઠોડ શહેર - જીલ્લાના કોઈપણ લોકપ્રશ્ન ખંતથી કામ કરે છે. છેલ્લા ૨૫ વર્ષથી ૭૧ ગ્રામ્ય ધારાસભા વિસ્તાર લોધીકા, કોટડા સાંગાણી સહિતના રાજકોટ તાલુકા વિસ્તારમાં સહુપ્રથમ કોંગ્રેસ અને હવે છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપમાં કાર્યરત છે. લોધીકા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સૌથી નાની વયે નિમણુંક પામ્યા હતા. લોધીકા તા. પં.માં સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે અને મહિલા શિક્ષણ શિબિર, સમાજ શિક્ષણ શિબિર, આરોગ્ય કેમ્પ, રકતદાન કેમ્પ, વૃક્ષારોપણ સહિતની અનેકવિધ પ્રવૃતિઓ કરી ચૂકયા છે. હાલમાં જીલ્લા ભાજપ મંત્રી, જીલ્લા તકેદારી સમિતિના સભ્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. જીલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા પ્રમુખ ઉપરાંત વેપારીઓની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય તરીકેની જવાબદારી પણ સંભાળી ચૂકયા છે.
તેઓ હંમેશ પક્ષની સાથે સાથે લોકોપયોગી કામગીરી કરવા માટે અત્યંત તત્પર છે અને તેમને જે જવાબદારી મળે તેને બખૂબી નિભાવી સંતોષપૂર્વક કામગીરી કરવાની ખેવના ધરાવે છે. જન્મદિવસ નિમિતે મુખ્યમંત્રી શ્રી, પક્ષપ્રમુખ શ્રી, કેબીનેટ પ્રધાનો, સાંસદ શ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, રાજકીય સામાજીક આગેવાનો, અધિકારી ગણ, સાધુ - સંતો, બહોળા મિત્રવર્ગ તરફથી મો. ૯૮૨૪૨ ૫૧૬૬૩ ઉપર શુભેચ્છાઓનો વરસાદ મી.મી.માં નહિં ઈંચમાં વરસી રહ્યાનું તેમનો મિત્ર સમુદાય જણાવે છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
