<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

‘ન ભુતો... ન ભવિષ્‍યતિ..': રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહની યાદગાર પૂર્ણાહૂતિઃ આનાથી વધારે કંઇ હોય જ નહીં : ભાવિકોના મહાસાગર વચ્‍ચે ભકિત, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમઃ લોકોની આંખમાં રીતસર આંસુ આવી ગયા :કથાની અભુતપૂર્વ સફળતા બાદ અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાનો અંતઃકરણપૂર્વક આભાર વ્‍યકત કરતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ પવિત્ર ભાગવત સપ્તાહના સાત દિવસો દરમ્‍યાન સામાજીક, રાજકીય, ધાર્મિક ક્ષેત્રના વિવિધ અગ્રણીઓએ તથા હજ્‍જારો ભાવિકો, વૈષ્‍ણવો, સનાતનીઓએ પવિત્ર કથાનું રસપાન કરીને પૂણ્‍યનું ભાથુ બાંધ્‍યું: અંતિમ દિવસે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, સામાજીક અગ્રણીઓ છબીલભાઇ પોબારૂ, શીવલાલભાઇ આદ્રોજા, અનુપમભાઇ દોશી, અશ્વિનભાઇ પટેલ, સુનિલભાઇ વોરા, પ્રજ્ઞેશભાઇ પટેલ, પ્રતાપભાઇ પટેલ, હસુભાઇ રાચ્‍છ, નલીનભાઇ તન્ના, યુ.કે. સ્‍થિત શ્રી નિક કામારીસ તથા ડો. સપનાબેન ચોટાઇ, જયશ્રીબેન મધુસુદનભાઇ સોનપાલ, બાર એસો.ના પૂર્વ પ્રમુખ બકુલભાઇ રાજાણી સહિતના મહાનુભાવોએ પવિત્ર કથાનું રસપાન કર્યુઃ સુદામાં ચરિત્ર દરમ્‍યાન લોકો ભાવવિભોર બન્‍યા : સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હૂંફ સાંપડયા : વિશ્વના લાખો ભાવિકોએ ફેઇસબુક ઉપર અકિલા ન્‍યુઝ ડોટ કોમ તથા રાધે રાધે યુ-ટયુબ ચેનલ ઉપર ઐતિહાસિક-પવિત્ર શ્રીમદ્‌ ભાગવત કથાનું શ્રવણ કર્યું : ભાગવત સપ્તાહના અંતિમ દિવસે કથા મંડપમાંથી વિન્‍ટેજ કાર દ્વારા પૂ. જીગ્નેદાદા ડોમની બહાર પોતાની ગાડી સુધી ગયાઃ હજ્‍જારો લોકોનું અભિવાદન ઝીલીને ભાવિકોને આશીર્વાદ આપ્‍યા : રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્‍ટી મંડળ-ટીમ દ્વારા અભુતપૂર્વ-કાબિલેદાદ આયોજન સંપન્ન4:34 PM IST

આપણા ગયા પછી લોકો ફરિયાદ નહીં, ફરી યાદ કરે તેવું સત્‍કાર્ય કરવું: પૂ. જીગ્નેશદાદા : રાજકોટ લોહાણા મહાજન આયોજિત ભાગવત સપ્તાહનું સમાપન :રુક્‍મિણીજીના સાત શ્‍લોકના પત્રનું મધુરશૈલીમાં ભાવનાત્‍મક વર્ણન : આ શરીર ધર્મ માટેનું મૂળ સાધન છે આ એક એવો અવતાર છે કે તમે ભગવાનનું ભજન કરી શકો છો. : ઘરમાં વડીલ માં બાપ હોય તો એનો હાથ પકડીને થોડુંક મંદિર સુધી લઈ જાજો એ કામ આવશે : પરમાત્‍માએ તમને આપેલી સંપત્તિમાંથી જો ભગવાન માટે નહીં વાપરો તો જેને સંપત્તિ દેતા આવડે છે એને તમારી પાસેથી લઈ લેતા પણ આવડે છે : આપ દક્ષિણા દેવા ઈચ્‍છો તો એટલું કરજો ઘરમાં રોજ દામોદર સ્‍તોત્રના પાઠ કરજો આપના ઘરમાં દામોદર સ્‍તોત્ર થશે તો તમારું મંગલ થશે : તમારી પાસે સંપત્તિ ગમે તેટલી થઈ જાય પણ તમારે સહજતા અને સરળતા કયારેય છોડવી જોઈએ નહીં 2:59 PM IST

વિશ્વ બજારની ભયાનક અરાજકતા વચ્ચે ૧૪ જુને પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો ૭૯ મો જન્મદિવસનો ભવ્ય ઉત્સવ: ગ્રાન્ડ મિલિટરી પરેડની તૈયારી: ન્યુઝ ફર્સ્ટ રાજધાની વોશિંગ્ટનની શેરીઓમાં ટેન્ક અને સશસ્ત્ર વાહનોની લાઇનો દેખાશે, જ્યારે આકાશમાં લેટેસ્ટ ફાઇટર જેટ ઉડાન ભરશે: સૈનિકોની ટુકડીઓ પણ પરેડમાં ભાગ લેશે: અમેરિકન આર્મીના ૨૫૦ વર્ષના ગૌરવશાળી ઇતિહાસને ઉજાગર કરશે : પરેડનો ખર્ચ કરોડો ડોલરમાં: લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે આવા મોટા આયોજનથી વોશિંગ્ટન ડીસીની શેરીઓને નુકસાન થઈ શકે છે ! ટ્રમ્પની આ ટર્મમાં, તેમની ગોલ્ફ ટ્રિપ્સ પર ૨૬ મિલિયન ડોલરથી વધુ ખર્ચ થયો છે, જેના કારણે આ પરેડના ખર્ચને લઈને વિરોધનો સૂર ઉઠ્યો: અનેક લોકો આ પરેડને ‘ગ્રાન્ડ મિલિટરી પરેડ’ તરીકે ઓળખાવે છે, અને રાષ્ટ્રીય ગૌરવ અને શક્તિનું પ્રતીક બની રહેશે તેમ માને છે1:18 PM IST

ચીનના શેરબજારમાં ૨,૦૦૦ જેટલી લિસ્ટેડ કંપનીઓમાં લોઅર સર્કિટ: સાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સમાં ૧૦%થી વધુનો કડાકો: આવી ઘટના ચીનના શેરબજારના ઇતિહાસમાં પહેલાં ક્યારેય બની નથી: અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ અને બંને દેશોએ એકબીજા પર ભારે ટેરિફ લગાવ્યાનું પરિણામ: વૈશ્વિક બજારોમાં હોંગકોંગનું હેંગ સેંગ ઇન્ડેક્સ ૧૨.૪% ગગડ્યું, જે ૧૬ વર્ષમાં સૌથી મોટો ઘટાડો છે. ટોક્યોનું નિક્કેઈ–૨૨૫ ૭% નીચે ગયું, જ્યારે દક્ષિણ કોરિયાનું કોસ્પી ૫% ઘટ્યું : ભારતમાં પણ અસર: ટાટા ગ્રૂપની ક ૧.૫ લાખ કરોડનું નુકસાન: ભારતના શેરબજારમાં પણ આજે મોટી ઉથલપાથલ જોવા મળી. ટાટા ગ્રૂપની ૧૧ કંપનીઓની માર્કેટ કેપમાંથી આશરે ૧.૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નિફ્ટી ૫૦માં સામેલ ટાટા ગ્રૂપની ૬ કંપનીઓ - ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાઇટન કંપની, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ટ્રેન્ટ - એકસાથે ૧.૨૮ લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ગુમાવ્યું1:17 PM IST

ચીનની અર્થવ્યવસ્થા હાલક ડલક: શી જિનપિંગે મોટા પાયે સ્ટિમ્યુલસ પ્લાનની તૈયારી શરૂ કરી: ન્યુઝ ફર્સ્ટ * ચીનની સરકારે ૨૦૨૫ માટે જીડીપીના લગભગ ૫%નું આર્થિક લક્ષ્ય નક્કી કર્યું છે, જેને હાંસલ કરવા માટે ચીની ચલણ યુઆનનું મૂલ્ય ડોલરની સામે ૮થી ૮.૧ સુધી ઘટાડવાની યોજના પર પણ વિચાર કરી રહ્યું છે: જેથી નિકાસને પ્રોત્સાહન મળે અને ટેરિફની અસરને સંતુલિત કરી શકાય : અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા આયાત કર અને રિયલ એસ્ટેટ માર્કેટની નબળી સ્થિતિને કારણે ચીનની અર્થવ્યવસ્થા પર ભારે દબાણ વધ્યું: આ સ્થિતિને સંભાળવા માટે શી જિનપિંગે મોટા પાયે નાણાકીય પગલાં લેવાની યોજના બનાવવાનું શરૂ કર્યું અને વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ૪૦ મોટા ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી: શું હવે શી જિનપિંગ પાસે હવે પૈસા છાપવા અને ચલણનું મૂલ્ય ઘટાડવા સિવાય કોઈ વિકલ્પ નથી?11:41 AM IST

(1) કટ-કટ !! ભારત યુરોપિયન દેશો માટે કાર આયાત ટેરિફ 100% થી ઘટાડીને 10% કરવા માટે તૈયાર. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વિપક્ષીય વેપાર સોદા માટે યુનાઇટેડ કિંગડમ અને અન્ય યુરોપિયન દેશોની મુલાકાત લેશે. (2) અદ્ભુત વેચાણ !! આજે, એફઆઈઆઈ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો)એ ભારતીય બજારમાં ભારે ઘટાડા વચ્ચે રૂ. 9,040 કરોડના શેર વેચ્યા છે. 1 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધી એફઆઈઆઈનું કુલ વેચાણ: રૂ. 1,53,948 કરોડ ($17.90 બિલિયન). (3) અમેરિકી વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ પુષ્ટિ કરી કે 'ટેરિફ પર 90 દિવસનો વિરામ' એ ખોટા સમાચાર છે. (4) મોટું અપડેટ !! યુરોપિયન કમિશનના પ્રમુખ લેયેન કહે છે, 'યુરોપ અમેરિકા સાથે વાટાઘાટ કરવા તૈયાર છે, અમે ઔદ્યોગિક માલ માટે શૂન્ય-થી-શૂન્ય ટેરિફની ઓફર કરી છે.' (ન્યૂઝફર્સ્ટ)8:41 PM IST

ઈમાનદારી, જ્ઞાન અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી હું ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ સર્વજનકલ્યાણ માટે ઉપયોગી બને તેવા સામૂહિક પ્રયાસો કરીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૬મો પદવીદાન સમારોહ યોજાયો : ૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત : યુવાનો નક્કી કરે દેશની પ્રગતિની દિશા: દેશની ઉન્નતિ, સમૃદ્ધિની બાગડોર યુવાનોના હાથમાં માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ મેળવેલા જ્ઞાનનો સમાજના ભલા માટે સાર્થક ઉપયોગ કરવો જરૂરી:આરોગ્ય, તાંત્રિક, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ : પ્રાપ્ત કરેલી વિદ્યા જીવનપથ પર અજવાળું પાથરશે: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા : ૪૪ પી.એચ.ડી. તથા ૧ એમ.ફિલ. ને પદવીઓ એનાયત : ૨૧ ઋષિકુમારોએ શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી*4:57 PM IST

પોલીસ અને પ્રજા વચ્‍ચેનો પ્રેમ નિહાળી ૧૧ પાકિસ્‍તાનના રહેવાસીઓ દ્વારા પણ રક્‍તદાન : સામાન્‍ય લોકોને લુખ્‍ખા તત્‍વો સામે રક્ષણ, યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાઈ જતી અટકાવવા નશાકારક સિરપનાં મૂળ સુધી પહોંચી દેવભૂમિ દ્વારકા પોલીસ સંતોષ માનતી નથી : રાજકોટ રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શનમાં અને એસપી નિતેશ પાંડેના નેતૃત્‍વમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ, વિસ્‍મય માંનસતા, પીઆઇ કે.કે. ગોહિલ, પીઆઇ પી. સી. સિંગ્રખીયા, sog પીઆઇ બી.જે. સરવૈયા, ખંભાળિયા પીઆઇ ડી. પી. ભટ્ટ, દ્વારકા પોલીસ મથકના યુ.બી. અખેડ સહિત જિલ્લાભરના તમામ પોલીસ સ્‍ટાફ વિગેરે દ્વારા કાબીલેદાદ કામગીરી2:31 PM IST

માધવપુર ધાર્મિક આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કૃતિક ચેતનાનું કેન્‍દ્રઃ ભુપેન્‍દ્રભાઇ . : એક તરફ શ્રીરામ જન્‍મોત્‍સવની દિવ્‍યતા અને બીજી બાજુ ભગવાન શ્રીકૃષ્‍ણના લગ્ન ઉત્‍સવની ભવ્‍યતા : મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે માધવપુરનો મેળો ખુલ્લો મુકાયોઃ યાત્રીઓની સુવિધા સહિત ૩૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ઘેડ પંથકમાં ક્ષાર નિયંત્રણની ગંભીર સમસ્‍યા નિવારવા સરકારે બજેટમાં ૭પ કરોડ ફાળવ્‍યા છેઃ રાજય સરકાર આ કામગીરી વહેલી તકે શરૂ કરે તેવો મને વિશ્વાસઃ ડો.મનસુખભાઇ માંડવીયા કલાકારોની સાંસ્‍કૃતિક પ્રસ્‍તુતિ અને ક્રાફટ બજારના આયોજનથી લોકો માધવપુરના મેળાથી વધુ નજીક આવ્‍યાઃ મુળુભાઇ બેરા2:00 PM IST

અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તેમજ લેખિકા અને દિગ્દર્શક તાહિરા કશ્યપને ફરી કેન્સર થયું, 7 વર્ષ પછી ફરી બની ગંભીર બીમારીનો ભોગ : આયુષ્માને તાહિરાની પોસ્ટ પર લખ્યું, "તું મારી હીરો છે,": સમાચારથી ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના ઘણા કલાકારોને લાગ્યો આઘાત પરંતુ તાહિરાની હિંમત અને સકારાત્મકતા દરેકને આપી રહી છે પ્રેરણા :આજે વિશ્વભરમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આશ્ચર્યજનક રીતે, આજે આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે ચાહકો સાથે એક ચોંકાવનારા સમાચાર શેર કર્યા છે. તાહિરાએ કહ્યું કે તે એ જ ખરાબ તબક્કામાં પાછી ફરી ગઈ છે જેમાંથી તે બહાર આવી હતી. દિગ્દર્શકે કહ્યું કે તે ફરીથી કેન્સરનો ભોગ બની છે.6:56 PM IST