<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

એલસીબી રાજકોટ રૂરલના હેડ કોન્‍સ્‍ટેબલ દિવ્‍યેશભાઇ સુવાનો જન્‍મદિન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર :.. એલ. સી. બી. રાજકોટ રૂરલમાં હેડ કોન્‍સ. તરીકે ફરજ બજાવતા દિવ્‍યેશભાઇ સુવાનો આજે જન્‍મ દિવસ છે.

દિવ્‍યેશભાઇ સુવાએ ફરજ દરમ્‍યાન ઉમદા કામગીરીથી સારી નામના મેળવી છે. તાજેતરમાં કલેકટર દ્વારા ૧પ ઓગષ્‍ટના કાર્યક્રમમાં સન્‍માન પત્રથી બીરદાવવામાં આવ્‍યા હતાં.

તેમણે જેતપુર સીટી તાલુકા પોલીસ સ્‍ટેશન બાદ એલ. સી. બી. માં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવે છે. તેમણે સાયબર ક્રાઇમ સોંપવામાં આવેલ છે. ચોકી, લૂંટ, ઉપરાંત સેન્‍સીટીવ ગુન્‍હાઓમાં ગણત્રીની કલાકોમાં આરોપીઓને પકડી પાડવાની ઉમદા કામગીરી બજાવી છે. આજે જન્‍મ દિવસે અધિકારીઓ, આગેવાનો ઉદ્યોગપતિઓ, સગા-સબંધી મીત્રો દ્વારા તેના મોબાઇલ નંબર ૯૦૧૧૭ ૮૮૮૮૮ ઉપર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(4:55 PM IST)