<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

બપોરના સમયે કોઇ ન હોઇ નાનાને પતાવવા હર્ષ સોલંકીએ એ સમય પસંદ કર્યો'તોઃ હથોડીના દસેક ઘા ફટકાર્યા'તા : રૈયાધારમાં એકલા રહેતાં વૃધ્‍ધની હત્‍યાનો ભેદ ખુલવાની સાથે ચોંકાવનારી વિગતો સામે આવીઃ ક્રાઇમ બેઝ શો અને ફિલ્‍મો જોઇને ખોફનાક પ્‍લાનને અંજામ આપવા તૈયારી કરી હતીઃ પુરાવાનો નાશ કરવા કપડા, લાશ સળગાવવા અગાઉથી પેટ્રોલ સાથે લઇ ગયો હતો : ચહેરા પર લગરીકેય અફસોસ નથીઃ કોલેજના બીજા વર્ષમાં અભ્‍યાસ છોડી ચુકેલો ૨૦ વર્ષનો હર્ષ અવળા રસ્‍તે ચડયોઃ ૧૫ તોલા સોનાની ચોરી કરી તેના પર ૮.૬૫ લાખની લોન લીધીઃ તેમાંથી ૫ લાખનું દેણુ ભર્યુઃ ૪ લાખ એવીએટર ઓનલાઇન ગેમમાં હારી ગયોઃ ક્રેડીટ કાર્ડના એક લાખ ચડી ગયા હતાં: ૧ લાખનો એપલ ફોન વાપરતો હતોઃ હત્‍યા પછી કંઇ જાણતો ન હોય તેમ સતત પોસ્‍ટમોર્ટમ રૂમે પણ હાજર હતો : નાના મનસુખભાઇ પૈસાની સતત ઉઘરાણી કરી મેણા મારતા'તાઃ હત્‍યા બાદ નાના મરી જ ગયા છે તેની ખાત્રી કરી તેના કપડા લાશ ઉપર નાંખી પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતીઃ જો કે મોટો ભડકો થયો નહિ, ધીમે-ધીમે ખુરશી સળગી અને રાતે ધૂમાડા બહાર આવતાં ઘટના જાહેર થઇ હતી2:53 PM IST

આંગડિયા પેઢીના ૧.૧૦ કરોડની ઉચાપતઃ કર્મચારી સકંજામાં : ડો. યાજ્ઞિક રોડ મ્‍યુનિસિપલ કમિશનરના બંગલા સામે આવેલી આર. કે. એન્‍ટરપ્રાઇઝ પેઢીનો કર્મચારી સોની બજારની બ્રાંચમાંથી રોકડ લઇને નીકળ્‍યા પછી ગૂમ થઇ ગયો હતોઃ સંચાલક યતિનભાઇ ચુડાસમાએ ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતાં કાર્યવાહી : ડીસીબીમાં ગુનો નોંધાતા પીઆઇ એમ. આર. ગોડલીયા, પીઆઇ એમ. એફ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસાઇ વી.ડી. ડોડીયા અને ટીમે ન્‍યુ કેદારનાથમાં રહેતાં બાર હજારના પગારદાર કર્મચારી અનિકેત સુરેલાને પકડી લીધોઃ મદદગારીમાં ગોપાલનગરના ભાર્ગવનું નામ ખુલતાં તે પણ સાણસામાં: રિમાન્‍ડની તજવીજઃ અન્‍યની સંડોવણીની પણ શંકા4:02 PM IST