News of Monday, 2nd September 2024
વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજના લાઇબ્રેરીયન ડો. તેજસ શાહનો જન્મદિન

રાજકોટ, તા. ર : વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજમાં ૨૩ વર્ષથી ફરજ બજાવતા હાલ લાઈબ્રેરીયન તરીકે બી.એસ.સી., ડી.સી.એસ., એમ.લીબ.(ગુજરાત પ્રથમ), પી.એચ.ડી. લાઈબ્રેરી સાયન્સ સુધીની પદવી ધરાવતા જાણીતા જૈન અગ્રણી ડો. તેજસ શાહનો આજે જન્મદિવસ છે. તેઓ શીશુકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. વિવિધ સામાજીક, શૈક્ષણિક, સેવાકીય, જીવદયા રકતદાનની પ્રવળતિઓ સાથે સંકળાયેલ છે. વિવિધ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં એડીટોરીયલ બોર્ડ મેમ્બર, રીવ્યુઅર તરીકે સેવાઓ આપી રહયા છે. સૌરાષ્ટ્ર યુનિ. ખાતે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ. સેન્ટર ના માસ્ટર ઓફ લાયબ્રેરી સાયન્સ ના એક્સપર્ટ લેકચરર તથા ગાઈડ તરીકે સેવાઓ આપી રહ્યા છે. વીસથી વધુ ઈન્ટરનેશનલ-નેશનલ સંશોધનપત્રો પ્રસિધ્ધ કરેલા છે. એડીનેટ-અમદાવાદના એમ્બેસેડર છે. નવનિર્મિત શ્રી જીરાવાલા પાર્શ્વનાથ દેરાસરના યુવક મંડળ ના પ્રમુખ તરીકે જવાબદારી વહન કરે છે. જૈન વિઝન સંસ્થામાં તેઓ કમિટી મેમ્બર છે. બાળઅંધત્વ નિવારણ માટે વિનામૂલ્યે કાર્ય કરતી વાંકાનેર ખાતેની દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એન.આર.દોશી આઈ હોસ્પિટલ વાંકાનેર ના ટ્રસ્ટી તરીકે માનદ સેવાઓ આપી રહયા છે. ૨૮ થી વધુ વાર રક્તદાન કરી ચુકયા છે. તેમના મો.૭પ૬૭૦ ૪૯૩૦૧ ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ વરસી રહી છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
