<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

ઘસાઇને ઉજળા થયેલા મજાના અને મોટા ગજાના જે.પી.ધામેચાનો જન્મદિન

રાજકોટ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રીને હેપી બર્થડે

રાજકોટ : શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી જે. પી. ધામેચાનો આજે જન્મદિન છે.  ૧૯૯૧ ભારતીય જનતા પાર્ટી માં  વોર્ડ મા યુવા ભાજપ થી કારકિર્દી ની શરૃઆત કરી તેમજ બુથ વાલી કાર્યકર ભૂમિકા રહેલ છે .  શિશુકાળથી કરણપરામાં પ્રદ્યુમન  પ્રભાત શાખા ના સ્વયં સેવક તરીકે જોડાઈ આજદિન સુધી કાર્યરત છે.

ભાજપના વરિષ્ઠ અગ્રણી સ્વ.ચીમનભાઈ શુકલ પૂર્વ ડેપ્યુટી મેયર સ્વ.કાંતિભાઈ વૈદ્ય.કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા ના માર્ગ દર્શન હેઠળ ૨૦૦૨ માં   પીએમ નરેન્દ્રભાઇ મોદીની રાજકોટ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અને તેમની પ્રથમ ચૂંટણી માં ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી તરીકે કાર્યરત  રહ્યા. ભાજપ બક્ષીપંચ મોરચા માં વોર્ડ પ્રમુખ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપ પ્રમુખ બે ટર્મ   શહેર  ભાજપ મોરચાના મહામંત્રી તરીકે ત્રીજી ટર્મ સફળતા પુર્વક  સંભાળી રહ્યા છે.

તેમજ શહેર ભાજપ ના પ્રમુખ સર્વશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, સ્વ. ભીખાભાઈ વસોયા, કમલેશભાઈ મીરાણી, અને મુકેશભાઈ દોશી ના માર્ગ દર્શનમાં પાર્ટીએ સોંપેલ વિશેષ જવાબદારી સંભાળેલ.

  તેઓ  શ્રી કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ માં સંગઠન મંત્રી, સમસ્ત દરજી સમાજ રાજકોટ ના પ્રમુખની  જવાબદારી નિભાવી રહ્યા છે . (મો. ૯૮ર૪૭ ૦૪૮૪૯),

(4:53 PM IST)