News of Thursday, 19th September 2024
વકતૃત્વ અને નેતૃત્વનો સંગમ એટલે યમલ વ્યાસઃ હેપ્પી બર્થ ડે

રાજકોટ : ગુજરાતના જાહેર જીવનની પીચ પર વર્ષોથી અણનમ અમદાવાદના સુપ્રસિધ્ધ ચાર્ટડ એકાઉન્ટન્ટ શ્રી યમલ વ્યાસ આજે ૧૯ સપ્ટેમ્બરે યશસ્વી જીવનના ૬૭ માં વર્ષમાં પ્રવેશતા તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. તેઓ વર્ષોથી ભાજપના રંગે રંગાયેલા છે.
પ્રદેશ ભાજપ મીડિયા સેલના સંયોજક અને ત્રીજા નાણા પંચના પૂર્ણકાલીન સભ્ય તરીકે તેમની કામગીરી યશસ્વી રહી છે. રાજકારણ શેર બજાર, સમાજ જીવન વગેરેના પ્રભાવક લેખક અને વકતા છે. તેઓ હાલ ગુજરાત ભાજપના મુખ્ય પ્રવકતા અને નેશનલ હાઉસીંગ બેંકના ડીરેકટર છે. (મો. ૯૮રપ૩ ૧૧૭૭૭) અમદાવાદ.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
