<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

અમેરિકન પ્રમુખ સહિતની ઇવેન્‍ટનાં સફળ સુકાની પ્રિયવદન કક્કડનો આજે જન્‍મ દિવસ

ઇજિપ્તના કાર્યક્રમમાં બેસ્‍ટ ઇવેન્‍ટ મેનેજમેન્‍ટનો એવોર્ડ મેળવનાર રઘુવંશી ગૌરવ એવા કામનાથ પ્રાઇવેટ લી.નાં ચેરમેન/એમડીનાં દીવનાં ફાઇવસ્‍ટાર લેવલનાં ફનરિસોર્ટને ખૂબ સારી આગતા સ્‍વાગતા બદલ એવોર્ડ મળ્‍યા છે

ગીનેશ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ ધરાવતી સંસ્‍થાને કામનાથ મહાદેવના ફૂલેકામાં ઉઘાડા પગે છેવટ સુધી રહેનાર આ રાજકોટિયનનાં કાર્યના વડાપ્રધાન પણ પ્રશંસક છે

રાજકોટઃ રઘુવંશી સમાજનું દેશ વિદેશમાં ગૌરવ વધારનાર અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સહિતના મહાનુભાવો અને સિનિયર આઇએએસ અધિકારીઓ જેમની કામ કરવાની સુઝબુઝનાં પ્રશંસક રહ્યા છે તેવા ઇવેન્‍ટસ અને બ્રાન્‍ડીંગ લેવલે ખૂબ મોટું નામ ધરાવતા કામનાથ પ્રાઇવેટ લી.નાં ચેરમેન/ મેનેજીંગ ડિરેકટર પ્રિયવદનભાઈ કક્કડનો આજે જન્‍મદિવસ હોવાથી ગત કાલથી જ તેમના પર રાજ્‍યભરમાંથી અભિનંદન અવિરત વર્ષી રહ્યાં છે.  

રાજકોટના ખૂબ સેવાભાવી એવા સ્‍વ. શાંતિદાદાનાં પુત્ર પ્રિયવદનભાઈ કક્કડ દ્વારા ખૂબ વ્‍યસ્‍તતા છતાં કામનાથ મહાદેવનું ફૂલેકું કક્કડ પરિવારને સાથે રાખી અને ઉઘાડા પગે આખા રૂટ પર ચાલી, એક અનોખી મિસાલ પૂરી પાડે છે. આઝાદી અને કામનાથ મહાદેવની વરણાંગીનાં ૭૫ અમળત   મહોત્‍સવ અંતર્ગત ગિનેશ બુકમાં નામના મેળવનાર સહિત બેસ્‍ટ કલાકારોનાં કલાની કામણથી રાજકોટની ધર્મ પ્રેમી જનતાનું દિલ જીતી ચૂકયા છે.          

ઈજીપ્ત પહોચી દેશના બેસ્‍ટ મેનેજમેન્‍ટનો એવોર્ડ મેળવનાર આ સાહસિક વ્‍યક્‍તિએ દીવ અને દમણનાં ફનસ્‍ટાર લેવલના સ્‍યુંટની સુવિધા ધરાવતા ટેન્‍ટ રિસોર્ટને ડેવલપ કરી તેની ખૂબ સારી મહેમાંનગતી માટે પુત્ર અવધનાં સહકારથી એવોર્ડ મેળવ્‍યા છે. ( મો. નં.૯૦૯૯૦ ૩૮૫૫૫)

(11:51 AM IST)