<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના લડાયક નેતા હિરેન મહેતાનો આજે જન્મદિવસ

રાજકોટઃ ડિવિઝનલ સેક્રેટરી રાજકોટ તથા વર્કિંગ જનરલ સેક્રેટરી  મુંબઈ છેલ્લા ૪૦ વર્ષ થી સતત રેલ કર્મચારીઓ ના હક અને કલ્‍યાણ માટે લડતા રહ્યા છે અને જયાં જયારે જરૂર પડે આક્રમક વલણ અપનાવીને રેલ કર્મચારીઓના પ્રશ્નો ની ધારદાર રજૂઆત કરી સફળતા પ્રાપ્ત કરતા રહ્યા છે જેમાં અનેક કાર્યો જેવાકે લાર્જેસ સ્‍કીમ અંતર્ગત ૧૭૩   રેલવેકર્મચારીઓના બાળકોને નોકરી અપાવી છે, રહેમ રાહે નોકરી અપાવી, કર્મચારીઓના બોનસ, પ્રમોશન,  ટ્રાન્‍સફર, જુદા જુદા ભત્‍થાઓ અપાવવા, કાર્ય સ્‍થળ ના પ્રશ્નો, રેલવે કોલોનીમાં ક્‍વાર્ટર પાણી સફાઈ અને અન્‍ય સુરક્ષા માટે ના પ્રશ્નોનુ નિરાકરણ લાવતા રહ્યા છે. ગુજરાત સ્‍ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના જોઈન્‍ટ સેક્રેટરી તથા રાજકોટ ડિસ્‍ટ્રીક્‍ટ ટેબલ ટેનિસ એસોસિએશન ના સેક્રેટરી છે. સ્‍પોર્ટ્‍સ માં ટેબલ ટેનિસ રમતમાં નેશનલ  સ્‍તર સુધી રમી ચૂક્‍યા છે અને આજે પણ દરેક સ્‍પોર્ટ્‍સ ને વધુ ને વધુ પ્રોત્‍સાહન મળે એ માટે પ્રયત્‍ન કરે છે, ૧૯૮૨ થી રક્‍તદાન શિબિરનું આયોજન સતત દર વર્ષે કરે છે અને ૧૦૫ વખત રક્‍તદાન કરી એક રેકોર્ડ સ્‍થાપિત કર્યો છે.  સામાજિક ન્‍યાય અને કલ્‍યાણ માટે સતત સક્રિય છે  સ્‍પોર્ટ્‍સ, વૃક્ષારોપણ થી કોઠી કમ્‍પાઉન્‍ડ ને રાજકોટ નો મુખ્‍ય હરિયાળી વિસ્‍તાર બનાવવામાં  ખૂબ મોટો ફાળો છે. સામાજિક ન્‍યાય અને કલ્‍યાણ માટે,સાંસ્‍કૃતિક ઉન્નતિ માટે કાર્યરત છે.હિરેનભાઇને જન્‍મદિવસે મિત્રવર્તુળ તેમજ રેલ કર્મચારીઓ તરફથી શુભેચ્‍છાઓ વરસી રહી છે. મો. નંબર ૯૭૨૪૦ ૯૪૦૭૮, ૯૪૨૬૧ ૬૫૨૮૩ છે.

(3:22 PM IST)