<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

ભાજપ હયુમન રાઇટસ સેલના એડવોકેટ મયુર ભટ્ટનો જન્‍મદિન

રાજકોટ : ભારતીય જનતા પાર્ટી ના હ્યુમન રાઇટસ સેલના રાજકોટ શહેર કારોબારી સભ્‍ય એવા એડવોકેટ મયુરકુમાર દિલીપકુમાર ભટ્ટ જે મુળગામ- બગથળા તા. જી મોરબીના વતની છે. હાલ ઉચ્‍ચ શૈક્ષણિક કારકીર્દી માટે રાજકોટ આવેલ રાજકોટમાં મહાત્‍મા ગાંધી સ્‍કૂલ, સૌરાષ્‍ટ્ર યુનિ. માં ગ્રેજ્‍યુશન તેમજ એલ.એલ.બી સુધી અભ્‍યાસ કરી રાજકોટને જ કાર્યક્ષેત્ર બનાવી વકીલાત શરૂઆત કરેલ આજે જન્‍મદિન છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકતા તરીકે ૧૯૯૮ થી બુથના નાનામાં નાના કાર્યકરથી, બુથ પ્રમુખ, બુથવાલી, ની જવાબદારી પણ નિભાવેલ અને હાલ રાજકોટ શહેર હ્યુમન રાઇટસ સેલના કારોબારી સભ્‍ય, ઈલેકશન સેલના સભ્‍ય, રાજકોટ લીગલ સેલના સભ્‍ય, આર્થીક સેલ સભ્‍ય જેવી અનેક જવાબદારી   નાની ઉમરે નિભાવતા પ્રતિબદ્ધ કાર્યકર તરીકે સામાજીક જીવનમાં યોગદાન આપી રહ્યા છે. 

જાહેર જીવનમાં મળતાવડાપણું એમની આગવી ખાસીયત છે. તેમજ પ્રતિષ્ઠિત એડવોકેટ અને રાજકોટ શહેર મહામંત્રી શ્રી ડો. માધવભાઈ દવેના જુનિયર તરીકે યશસ્‍વી કામગીરી કરી રહ્યા છે. આજે તા. ૨૫ સપ્‍ટેમ્‍બર તેમનો જન્‍મદિન છે. જન્‍મદિવસ નિમિતે ભાજપના વરિષ્ઠ આગેવાનો તથા કાર્યકર્તાઓ તથા વકીલ  મિત્રોની શુભેચ્‍છા મળી રહી છે. મો. ૯૮૨૫૪૩૦૩૩૪, રાજકોટ

(3:07 PM IST)