રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહ : જીગ્નેશદાદાની દિવ્યવાણીથી હજ્જારો ભાવિકો અભિભૂત : અલૌકિક માહોલ : ગામે ગામથી વૈષ્ણવો, સનાતનીઓ જાજરમાન કથાનો લાભ લેવા આવી રહ્યા છે : અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, વેરાવળના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા, આરસીસી બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પરસોતમભાઇ પીપરીયા, જૈન અગ્રણી મુકેશભાઇ શેઠ, જાણીતા બિલ્ડર સર્વાનંદભાઇ સોનવાણી, વેરાવળના રઘુવંશી અગ્રણી જયકરભાઇ ચોટાઇ, વેરાવળ લોહાણા મહાજનના હોદ્દેદારો સહિતના મહાનુભાવોએ કથાનું રસપાન કરી પૂણ્યનું ભાથું બાંધ્યું : વિશાળ અને લકઝુરીયસ જર્મન ડોમ સાથેના પવિત્ર વાતાવરણમાં ભાવિકો ભાવપૂર્વક ભાગવત સપ્તાહનું રસપાન કરી રહ્યા છે : કથા વિરામ બાદ મહાપ્રસાદનો લ્હાવો લીધો : વિશ્વના લાખો લોકો ‘અકિલા લાઇવ'ના માધ્યમથી ઘર બેઠા પણ ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રવણ કરે છે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ-ટીમ સમગ્ર આયોજનને દીપાવી રહ્યા છે3:54 PM IST
મરાઠવાડામાં ઠાકરે જૂથને મોટો ઝટકો : વિધાનસભા ચૂંટણીમાં 1 લાખ મત મેળવનારા નેતાનું રાજીનામું : છત્રપતિ સંભાજીનગર પશ્ચિમ વિધાનસભાના અધ્યક્ષ રાજુ શિંદેએ શિવસેના (ઠાકરે જૂથ) માંથી રાજીનામું આપી દીધું :તેમણે પૂર્વ સાંસદ ચંદ્રકાંત ખૈરે પર ગંભીર આરોપો લગાવ્યા અને તેને રાજીનામું આપવાનું કારણ ગણાવ્યું.12:56 AM IST
મોદી સરકાર આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ: રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર : રાહુલ ગાંધીએ કહ્યું કે જો મોદી સરકાર ખરેખર આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવા માંગે છે અને લાખો પરિવારોને સ્થળાંતરથી બચાવવા માંગે છે, તો તેણે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને કોર્ટમાં વન અધિકાર કાયદાનો મજબૂત રીતે બચાવ કરવો જોઈએ.12:30 AM IST
મેરઠ મર્ડર કેસ: સુનાવણી પહેલા મુસ્કાને જેલમાં કર્યો ડાન્સ :સુંદરકાંડ વાંચ્યો :સાહિલે રામચરિત માનસનો પાઠ કર્યો : સૌરભ હત્યા કેસના આરોપી મુસ્કાન અને સાહિલનું જીવન જેલમાં બદલાઈ રહ્યું છે. મુસ્કાને જેલમાં સુંદરકાંડ વાંચ્યો અને ભક્તિ ગીતો પર ડાન્સ કર્યો જ્યારે સાહિલ રામચરિત માનસ વાંચી રહ્યો હતો12:11 AM IST
મહારાષ્ટ્રમાં બાઇક ટેક્સીને મંજૂરી11:44 PM IST
માર્ચ ૨૦૨૫માં ટોચના ૫ રાજ્યોની જીએસટી વસૂલાત11:52 PM IST
દિલ્હીથી આ બે રાજ્યો માટે ખાસ ટ્રેનો દોડશે: જાણો રૂટ, સમય અને સ્ટોપેજ : દિલ્હીથી હાવડા અને રાંચી માટે ખાસ ટ્રેનો શરૂ કરાઈ : આ ટ્રેનોમાં એરકન્ડિશન્ડ સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. હાવડા-આનંદ વિહાર ટર્મિનલ સ્પેશિયલ ટ્રેન ૪, ૫, ૧૧ અને ૧૨ એપ્રિલના રોજ દોડશે. રાંચી-નવી દિલ્હી સ્પેશિયલ ટ્રેન 2, 3, 4 અને 5 એપ્રિલના રોજ દોડશે.11:22 PM IST
બોયફ્રેન્ડ સાથે પત્નીના લગ્ન કરાવ્યા: ચાર દિવસમાં ટવીસ્ટ આવ્યું : હાથેપગે લાગી પત્નીને પાછી લાવ્યો : યુવક પત્નીના નવા સાસરિયે પહોંચ્યો અને પત્નીને પાછી લાવવા માટે હાથ જોડી વિનંતી કરી :યુવકની હાલત જોઈ નવી વહુની સાસુને દયા આવી અને તેણે દીકરાની વહુને પાછી તેના પહેલા પતિ સાથે મોકલવાની મંજૂરી આપી9:15 PM IST
દિલ્હી-એનસીઆરના અનેક રૂટ પર ભારે અને મધ્યમ માલસામાનના વાહનો માટે રવિવાર સિવાય પ્રવેશ બંધ, ટ્રાફિક પોલીસે જણાવ્યો સમય : આદેશમાંથી પોલીસ વાહનો, ફાયર બ્રિગેડ વાહનો, એમ્બ્યુલન્સ, સેના અને અર્ધલશ્કરી દળો જેવા ઇમરજન્સી વાહનોને મુક્તિ: આવશ્યક પુરવઠા સંબંધિત વાહનને મુક્તિ માટે, નિયમો મુજબ અરજી કરી શકાશે 8:05 PM IST
મ્યાનમારમાં સામે આવી રહી છે ભૂકંપ પછીની ભયંકર અસર : સાગાઈંગમાં સામૂહિક કબરોમાં લાશોનો ઢગલો : સત્તાવાર મૃત્યુઆંક 2,000ને પાર : બિનસત્તાવાર 10,000 થી વધુનાં મોત : ગૃહયુદ્ધથી ત્રસ્ત આ દેશમાં રાહત અને પુનર્વસનનો માર્ગ લાંબો અને પડકારજનક : સ્થાનિકોની મદદથી બચાવ કાર્ય ચાલુ : ઉચ્ચપ્રદેશો અને મઠ-મંદિરોની સ્થિતિ હજુ અજાણ5:25 PM IST
રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ ઝડપથી વધ્યો : 5 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા 33.16 લાખથી 1.61 કરોડ : માલની હેરફેર 73.64 MT થી 133.03 MT થઈ : ગુજરાતમાં ચાર જળમાર્ગ કાર્યરત : સરકારે પ્રોત્સાહન માટે લીધાં અનેક પગલાં : રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી સર્વાનંદ સોનોવાલે રાજ્યસભામાં માહિતી પૂરી પાડી6:53 PM IST
બ્રિટનના બીજા સૌથી મોટા શહેરમાં સફાઈ કર્મચારીઓની હડતાળના કારણે ૧૭,૦૦૦ ટન કચરો એકત્ર ન થવાથી 'મોટી ઘટના' જાહેર : બર્મિંગહામ સિટી કાઉન્સિલ અને તેના કચરો એકત્ર કરનારાઓ વચ્ચેનો સંઘર્ષ ડિસેમ્બર 2024 માં શરૂ થયો હતો:પગારમાં કાપ, ઓવરટાઇમ કામ પર પ્રતિબંધ અને કચરો એકત્ર કરવાની ભૂમિકાને દૂર કરવાનો કાઉન્સિલનો નિર્ણય સામેલ હતો.6:52 PM IST
ભારત એક મહાન દેશ છે,મારા પિતાના દેશ અને આગામી એક્સીઑમ મિશન પર જનારા ભારતીય નાગરિકો સાથે જલ્દી જ મુલાકાત કરીશ : સુનિતા વિલિયમ્સે : ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષથી પરત આવ્યા બાદ પહેલી વાર પત્રકાર પરિષદ યોજી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો5:00 PM IST
અમેરિકાની લોકપ્રિય રેસ્ટોરન્ટ ચેઈન હૂટર્સે સોમવારે રાત્રે દેવાળિયું જાહેર કર્યું : સેંકડો રેસ્ટોરન્ટ બંધ થવાની ચિંતા : હૂટર્સનું ભવિષ્ય અનિશ્ચિત : 42 વર્ષ જૂની કંપનીનું કરાશે રિસ્ટ્રક્ચરિંગ : ભારે દેવું અને ઘટતા ગ્રાહકોનું સંકટ : અમેરિકામાં રેસ્ટોરન્ટ્સ ઉદ્યોગ પર સંકટ - એપલબીઝ, TGI ફ્રાઈડેઝ અને બોસ્ટન માર્કેટ જેવી મોટી ચેઈન્સે રેસ્ટોરન્ટ્સ બંધ કરી5:38 PM IST
જો તમે રશિયા પાસેથી તેલ ખરીદશો તો અમે ૫૦% સુધીની ડયુટી લાદીશું : રશિયા પાસેથી તેલ ખરીદનારાઓને ટ્રમ્પની ચેતવણીઃ યુક્રેન યુદ્ધ પછી રશિયા ભારત માટે ક્રૂડ ઓઇલ સપ્લાયનો સૌથી મોટોસ્ત્રોત રહ્યો છે : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની શાંતિ વાટાઘાટોમાં ધીમી-ગતિથી હતાશ ટ્રમ્પે રશિયા સામે ગૌણ પ્રતિબંધોની ધમકી આપી10:48 AM IST
ઊંચા તાપમાન છતાં, ઘઉંનું ઉત્પાદન સરકારી અંદાજ કરતાં વધી શકે તેવ શકયતા , MSP પર ઘઉંની ખરીદીમાં વધારો :આ સિઝનમાં ઘઉંના વાવેતરે એક નવો રેકોર્ડ બનાવ્યો : મુખ્ય ઘઉં ઉત્પાદક વિસ્તારોના ભાગોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતા થોડા ડિગ્રી વધારે હતું પરંતુ રાત્રિ દરમિયાન ઠંડા તાપમાને ઘઉંને પાકવામાં મદદ કરી , આ સિઝનમાં ઘઉંના પાકમાં પીળા રસ્ટ રોગનો કોઈ અહેવાલ નથી.4:57 PM IST
ઉત્તર પ્રદેશમાં બાંકેબિહારીની મુસાફરી સરળ બનશે : યમુના એક્સપ્રેસવેથી વૃંદાવન સુધી નવો બાયપાસ બનાવવા સરકાર તરફથી મંજૂરી : સરકાર મથુરા-વૃંદાવનને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા માંગે છે, આ અંતર્ગત, સરકાર કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે આનાથી મથુરા-વૃંદાવન આવતા ભક્તોની સંખ્યામાં વધારો થશે4:43 PM IST
પૂર્વોત્તર ભારત અને કાશ્મીર 'ઝોન-5' માં આવે છે જે સૌથી વધુ જોખમવાળા ભૂકંપ પ્રભાવી વિસ્તાર તેથી આ વિસ્તાર માટે વિશેષ સાવધાની રાખવાની અને સંશોધન વધારવાની જરૂર : IIT કાનપુરના પૃથ્વી વિજ્ઞાન વિભાગના પ્રોફેસર જાવેદ મલિકની ચેતવણી : મ્યાનમાર અને બેંગકોકમાં મોટા પાયે નુકસાન પહોંચાડનારા ભૂકંપનું મૂળ કારણ સાગાઈંગ ફોલ્ટ,આ ફોલ્ટ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ નકશાઓ દ્વારા જોઈ શકાય છે અને વૈજ્ઞાનિકોના અભ્યાસ મુજબ તેની ગતિશીલતા એ ભૂકંપ માટે જવાબદાર 4:36 PM IST
વોટ્સએપ પર વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે જબલપુરમાં તણાવ, બજરંગ દળ અને ખ્રિસ્તી સમુદાય વચ્ચેનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો : જબલપુરમાં એક ખાનગી શાળાના આચાર્યની ટિપ્પણી બાદ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે હોબાળો મચાવ્યો અને વિરોધ કર્યો. બંને સમુદાયના લોકો એસપી ઓફિસ પહોંચ્યા અને એકબીજા પર આરોપો લગાવ્યા4:22 PM IST
કેનેડામાં ‘બાય કેનેડીયન' ચળવળ વધી4:27 PM IST
ભાઈઓ, બહેનો, મિત્રો, નોકરો, પાલતુ પ્રાણીઓ... રતન ટાટાએ પોતાની મિલકતમાંથી કોને શું આપ્યું? : દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાનું વસિયતનામું જાહેર થયું: સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની સંપત્તિ આશરે રૂા.૩,૮૦૦ કરોડ હોવાનો અંદાજ છે : રતન ટાટાએ તેમની મોટાભાગની સંપત્તિ દાનમાં આપી દીધી છેઃ જુહુ બંગલાનો એક ભાગ તેમના ભાઈ જીમી ટાટાને આપવામાં આવશેઃ મેહલી મિસ્ત્રીને અલીબાગમાં મિલકત અને ત્રણ બંદૂકો પણ મળશે9:56 AM IST
હકીકતે હું રાજકારણી નથી પણ સોશિયલ વર્કર છું : નીતિન ગડકરી : એબીપી ન્યુઝ પર પ્રસારીત થયો પત્રકાર મેઘા પ્રસાદે લીધેલ નીતિન ગડકરીનો નિખાલસ ઇન્ટરવ્યુ મારો સ્વભાવ રાજનિતિક નથીઃ હું નેચરલ કોર્સમાં વિશ્વાસ રાખું છું: હું સૌમ્ય સ્વભાવનો નથી, અગ્રેસીવ છું: કયારેય ખોટું બોલતો નથીઃ ખોટી વાતનો વિરોધ કરૂં છું છેલ્લા ૧૦ વર્ષમાં ૫૦ લાખ કરોડના કામ કરી ચૂક્યો છું: ૫ વર્ષમાં ૩૫ લાખ કરોડના કામો કરવા છેઃ મોદીજી ખૂબ મોટા કામો કરે છે, મારી કોઈ તુલના તેમની સાથે થઈ ન શકે મેં એક લાખ લોકોના હૃદયના ઓપરેશન કરાવ્યા છેઃ હજારોને ખોટા હાગ-પગ આપ્યા છેઃ માતાના નામથી ડાયાબિટીસ સેન્ટર બનાવ્યું છેઃ માત્ર ૧૦૦ રૂ.માં સીટીસ્કેન-ડાયાલિસીસ થાય છેઃ સાંભળવાના હજારો મશીન અપાયા છે ઓરેન્જ સીટી નાગપુરમાં ૧ એકરે ૧૨ થી ૧૫ ઓરેન્જનું ઉત્પાદન થાય છે, સ્પેનમાં ૩૦ ટનઃ કવોલીટીમાં પણ ફરક છેઃ એટલે ઓરેન્જની માટે ખેડૂતોને સ્પેન લઈ જવા ઈચ્છું છું મોદીજી પછી પાર્ટીને લીડ કરી શકે એવી કઈ વ્યક્તિ છે? આ વિશે વિચારવાની જરૂર નથી ટોલ ટેક્સ અંગે ખૂબ જલ્દી જાહેરાત કરવાનો છું: પ્રપોઝલ તૈયાર છેઃ લોકો ખુશ થઈ જશે2:38 PM IST
‘ભારત ટેરિફમાં મોટો ઘટાડો કરશે’ - ટ્રંપનો ‘લિબરેશન ડે’ પહેલાં દાવો : પારસ્પરિક ટેરિફથી અમેરિકી સાથીઓ ચીનની નજીક જશે તેવી ચિંતાઓને નકારી કાઢી : યુરોપિયન યુનિયન દ્વારા કાર ટેરિફને 2.5% સુધી ઘટાડવાને પોતાની સફળતાનું ઉદાહરણ ગણાવ્યું : 2 એપ્રિલની મુદત પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિનું નિવેદન : પારસ્પરિક ટેરિફની તૈયારી1:59 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાસુરત મનપાએ સૌપ્રથમ વખત 1716 કરોડથી વધુ વેરાની વસૂલાત કરી: છેલ્લા દિવસે 41.75 કરોડથી વધુની વસૂલાત : ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી માત્ર 75% ટકાનો લક્ષ્યાંક જ સિદ્ધ: છેલ્લા એક મહિનાથી તમામ ઝોન દ્વારા મોટા પાયે વેરા વસૂલાતની ઝુંબેશ: 30 માર્ચ સુધીમાં 2390 કરોડ રૂપિયાનાં ટાર્ગેટ સામે વેરા પેટે 1716 કરોડ રૂપિયાની આવક2:04 PM IST
નેશનલ ગાંધી મેમોરિયલ ફંડ' (NGSN) ના નેજા હેઠળ પુનઃવિકાસ હાથ ધરવામાં આવે તે નિર્દેશ માંગતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટે મંગળવારે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની અરજી ફગાવી દીધી : ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે પાંચ એકરમાં ફેલાયેલા મુખ્ય આશમ સંકુલને પુનઃવિકાસ દરમિયાન સ્પર્શ કરવામાં આવશે નહીં3:46 PM IST
ભારતની નારીઓએ દેશને સન્માન અપાવ્યું: માંડવિયા : રાજકોટ કન્યા ગુરૂકુલના ભૂમિદાતા વસંતભાઇ લીંબાસિયા સહિતના શ્રેષ્ઠીઓનું સન્માન ગુરૂકુલની વિદ્યાર્થીનીઓને મૂલ્યવાન શિક્ષણ મળશેઃ રાકેશભાઇ દુધાત સુરતના ન્યુ કતારગામમાં ડી.ડી. સ્પોર્ટસ સંકુલમાં નારીશકિત નવોદય સમારંભઃ મનસુખ માંડવિયા, હર્ષ સંઘવી, ગોવિંદભાઇ ધોળકિયા, પ્રફુલ પાનસેરિયા, ધીરૂભાઇ કોટડિયા વગેરેની હાજરીઃ સંતોના આશીર્વાદ સુરતના વરિયાવ ખાતે સ્વામિનારાયણ ગુરૂકુલ દ્વારા યોજાયેલ નારીશકિત નવોદય સમારોહ પ્રસંગે મંત્રીશ્રી મનસુખ માંડવિયા, શ્રી હર્ષ સંઘવી, શ્રી પ્રફુલ પાનસેરિયા, રાજયસભાના સભ્ય ગોવિંદભાઇ ધોળકિયા, ભૂમિદાતા વસંતભાઇ લીંબાસિયા, ધીરૂભાઇ કોટડિયા વગેરેની તસ્વીર. 3:09 PM IST
લોકો સાથે ફ્રોડ કરતી કંપનીમાં નોકરી કરવા ઈનકાર...૩૪ દિવસ વિદેશમાં ગોંધી રાખ્યાનો ફરિયાદીએ ધડાકો કર્યો : આરોપી વિદેશ નાશી જાય તે પહેલાં મુંબઈ એરપોર્ટથી ઝડપાયેલ આરોપીના કારનામાં પરથી અકિલા સમક્ષ વડોદરા સીપી નરસિંહમાં કોમાર પડદો હટાવે છે એડી.સીપી લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિહ રાઠોડ સાથે સીપીએ તુરંત રણનીતિ ઘડી.પીઆઇ આર.જી જાડેજા ટીમ દ્વારા કુનેહપૂર્વક અમલ થતાં મહત્વની સફળતા મળી.3:10 PM IST
ડાંગમાં પોલીસ ભરતીના નિઃશુલ્ક વર્ગો 3:45 PM IST
ગુજરાતની જીએસટી આવકમાં ૬%નો વધારો11:43 PM IST
ડીસા ફટાકડા ફેક્ટરીના માલિક દીપક સિંધીની ઈડરથી ધરપકડ: અગ્નિકાંડમાં 21 જિંદગી હોમાઈ : 4 લાખની સહાયની જાહેરાત : ડીસામાં ઢૂંવા રોડ પર આવેલી ફેક્ટરીમાં સર્જાયેલા આગના તાંડવમાં 21 જિંદગીઓ ભડથુ ગઈ:ફરાર ફેક્ટરી માલિક દીપક સિંધીની ઈડર નજીક થી ધરપકડ:ગેરકાયદે ફટાકડીમાં દારૂગોળામાં થયેલો બ્લાસ્ટ એટલો ભીષણ હતો કે ગોડાઉનની છત સુદ્ધા ઉડી ગઈ:દુર્ઘટાનાની તપાસ માટે પાંચ પોલીસ અધિકારીઓની SIT ની રચના10:20 PM IST
કૌશલ્ય વિકાસ નીતિમાં ૧૪ વર્ષનો વિલંબ : PAC એ ગુજરાત સરકારને દોષી ઠેરવી : રાજ્ય સરકાર કહે છે કે તે યુવાનોને આધુનિક સ્કીલથી સજ્જ કરવા માટે PPP મોડેલ અપનાવવા માંગે છે, શિક્ષણ અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરવા માંગે છે : શ્રમ વિભાગના અધિકારીઓ કહે છે કે હવે આવી નીતિની કોઈ જરૂર નથી!2:48 PM IST
IRCTC દ્વારા ખાસ ગુજરાત ટુર પેકેજ જાહેર કર્યું : આ ટૂર પેકેજ 10 દિવસ અને 9 રાત માટે તમે ટ્રેન દ્વારા ગુજરાતના ફરવા લાયક સ્થળોમા મુસાફરી કરી શકશો અને ફરવાનો આનંદ માણી શકશો : આ ટૂર પેકેજમાં પ્રવાસીઓ અમદાવાદ, દ્વારકા, સોમનાથ, વડોદરા, કચ્છ અને તેની આસપાસના વિસ્તારો જેવા સુંદર સ્થળોની મુલાકાત લેશે. ટૂર પેકેજમાં ઘણા મંદિરોની મુલાકાત પણ લઈ શકાશે. આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોઈ શકાશે4:05 PM IST
મેંગો માર્કેટ પાસે કેમિકલની ફેક્ટરીમાં ભિષણ આગ : જુઓ વિડિયો : કુવાડવા રોડ પર રાજારામ ઇન્ડસ્ટ્રીયઅલ એરીયમાં જે. કે. કોટેજ નામની સાબુ-કેમીકલ બનાવતાં યુનિટમાં બનાવઃ એક કર્મચારી હતો તે બહાર નીકળી ગયો : પાંચ છ કિ.મી. દૂર સુધી ધૂમાડા જોવા મળ્યાઃ લોકોના ટોળેટોળાઃ ફાયર બ્રિગેડના અધિકારીઓ, કર્મચારીઓ સાત ગાડીઓ સાથે પહોંચ્યાઃ પાણી-લિક્વીડ ફોમનો મારો ચલાવી આગ કાબુમાં લેવા પ્રયાસઃ પોલીસ પણ પહોંચીઃ કેમિકલનો મોટો જથ્થો હોવાથી આગે વધુ મોટુ સ્વરૂપ પકડયું: ત્રણ કલાકે કાબુમાં આવી : એક જ કર્મચારી વિજયભાઇ હાજર હતોઃ તેણે કહ્યું-ગેસ ગરમ થયો અને કેમિકલ સળગતાં ભડકો થયોઃ મેં ફાયર સેફટીથી બુઝાવવા પ્રયાસ કર્યો પણ સફળ ન થતાં બહાર નીકળી ગયો3:18 PM IST
ચાલુ ટ્રેનમાંથી ફેંકાયેલી પાણી ભરેલી બોટલ છાતીમાં લાગતાં ૧૪ વર્ષના બાળકનું મોત : શાપર વેરાવળમાં વિચીત્ર ઘટનાઃ મૃતકની સાથે રમી રહેલા બાળકોએ કહ્યું-પહેલા ડબ્બામાંથી પ્લાસ્ટીકની બોટલનો ઘા આવ્યો હતો : ધોરણ-૫માં ભણતો બાદલ ઇદની રજા હોઇ મિત્રો સાથે રમવા ગયો ત્યારે બનાવઃ મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ બાવીસ વર્ષથી શાપર સર્વોદયમાં રહેતાં મુળ એમપીના દંપતિએ એકનો એક પુત્ર ગુમાવતાં ગમગીની10:49 AM IST
કર્મચારી ત્રિપુટીએ કાવત્રું ઘડી ૨૫ લોકોને ખોટા દસ્તાવેજો પર લોન આપી દીધીઃ ફાયનાન્સ કંપની સાથે ૪.૩૧ કરોડની ઠગાઇ : રાજકોટના ૧૫૦ રીંગ રોડ પર શિતલ પાર્ક પાસે સ્પાયર બિલ્ડીંગમાં બેસતી મીન્ટીફી ફીનસર્વ પ્રા.લિ. નામની કંપનીના લીગલ મેનેજર સુરતના ચંદ્રેશ જોબનપુત્રાની ફરિયાદ : યુનિવર્સિટી પોલીસે કંપનીના બ્રાંચ મેનેજર હિતન્દ્રસિંહ ઝાલા, સેલ્સ મેનેજર આકાશ વ્યાસ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનું કામ કરતાં અમિત ધરજીયા તથા આ ત્રણેયએ જેને લોનો અપાવી તેવા રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, વીસનગર, મહેસાણા, પડધરીના ૨૫ લોન ધારકો સામે ગુનો નોંધ્યોઃ મોટા ભાગનાએ મશીનરીના ખોટા બીલો અને પ્રોપર્ટીના ખોટા આધારપુરાવા રજૂ કરી લાખોની લોનો લઇ લીધીઃ હપ્તા ભરવાનું બંધ થતાં તપાસ થતાં ભોપાળુ ખુલ્યું: પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે તપાસ શરૂ કરી3:09 PM IST
સૌરાષ્ટ્રના યાર્ડોમાં શેષની આવકમાં રાજકોટ યાર્ડ પ્રથમ સ્થાને : આવકમાં ૪ કરોડનો વધારો : ચેરમેન જયેશભાઇ બોઘરા દ્વારા પ્રગતિ અહેવાલ રજુ કરાયોઃ ૪૩ કરોડના વિકાસ કામો કરાયાઃ યાર્ડ દ્વારા ગોડાઉન, દુકાનો અને પ્લેટફોર્મ માટે વધુ જમીનની માંગણી કરાઇ :ચેરમેન જયેશભાઇ બોઘરાએ ચાર્જ સંભાળેલ ત્યારે યાર્ડની વાર્ષિક આવક ર૦ કરોડ હતીઃ ઉમદા વહીવટની યાર્ડની આવકમાં સતત વધારો 2:49 PM IST
તથાસ્તુ વિદ્યાપીઠ સમાજ ઉત્કર્ષના કાર્યો કરે છેઃ પૂજ્ય જીગ્નેશદાદા : ભાવનગર રોડ ઉપર લાઠી-અમરેલી વચ્ચે ૩૯ વિઘામાં દિવ્ય પરિસર તથાસ્તુ વિદ્યાપીઠ પરીસરનું નિર્માણ : આર્થિક ચિંતિત હોય, પૈસાના અભાવે તે અભ્યાસક્રમ છોડતો હોય તેવા બાળકોને વિનામુલ્યે ભણાવવાની સાથે રહેવા, જમવાનું, ચોપડા અને કપડાં ફ્રિ અપાય છે. જે દંપતિને સંતાન નથી તેની સેવા કરવા ‘‘અમારૂ ઘર'' કરીને વડીલોનો વિસામો અને જે બાળકોના માતા પિતા જન્મથી ન હોય અથવા જેને ત્યજી દિધા હોય તેવા મા-બાપ વગરના બાળકો માટે ‘‘મારૂ ઘર'' નામે અનાથાશ્રમનું નિર્માણ3:41 PM IST
સ્વ.ભગવાનજીભાઈ નથવાણી પરિવાર તરફથી આજે અલૌકિક ચુંદડી મનોરથ કરાશે : રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહમાં નરેન્દ્રભાઇ નથવાણી, શ્રીમતી નીકીતાબેન નથવાણી, જેનીલભાઈ નથવાણી સહિતના ભાવિકો પવિત્ર કાર્યમાં સહભાગી થશે : શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં પરમ દિવસ ગુરૂવારે નથવાણી પરિવાર દ્વારા ગોવર્ધન પૂજા પણ રાખવામાં આવી4:13 PM IST
કચ્છના અંજારમાં શરૂ થઈ રખડતા ભટકતા ગૌવંશને સન્માનપૂર્વક સાચવતી રાજ્યની પ્રથમ નંદી શાળા : એક સંતે બીજા સંતનો સાદ ઝીલ્યો : મહંત ત્રિકમદાસજીના મુખેથી ‘રાધે રાધે' શબ્દ સાંભળતા જ ૭૦૦ થી વધુ નંદીઓ કાન સરવા કરી તેમનું વહાલ ઝીલવા પડાપડી કરે છે, મુખ્યમંત્રીએ પણ નંદી શાળાની નોંધ લઈ રખડતા ગૌવંશની સમસ્યા નિવારવા સૂચનો માંગ્યા, ગૌવંશને નંદી કહેવું ફરજીયાત છે આખલો કહેનારને ૧૦૦૦ રૂ. દંડ 10:25 AM IST
જામનગરના વાડીનાર સ્થિત નયારા એનર્જી લિમિટેડ દ્વારા ખંભાળિયામાં મહિલા ઉદ્યોગસાહસિકોનું સન્માન : મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ આયોજનો કર્યા : કોન્ક્લેવમાં વ્યક્તિગત અને જૂથ સાહસોમાં રોકાયેલી ૧૪૨ મહિલાઓને ૨૦૪ બિઝનેસ કીટ અપાઈ : મહિલા ઉદ્યોગસાહસિકો અને વ્યવસાય સખીઓએ તેમની વ્યક્તિગત સફળતાની વાર્તાઓ શેર કરી અને અન્ય મહિલાઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું12:05 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિરાટ કોહલીનું નામ લઈને ઓસ્ટ્રેલિયન ટીમે ચાહકોને ચોંકાવી દીધા, દુનિયાભરમાં નિવૃત્તિની અટકળો શરૂ થઈ! : જોકે ચાહકોની ઉત્સુકતા વધતી ગઈ, તેઓ હવે વિરાટ કે BCCIના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે પહેલાં, સિડની સિક્સર્સે પોતે જ આ પોસ્ટ જાહેર કરી. સિડની સિક્સર્સે કહ્યું કે આ ફક્ત એપ્રિલ ફૂલની મજાક હતી4:38 PM IST
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન : કેપ્ટન હરમનપ્રીત સિંહની ધમાકેદાર હેટ્રિકના જોરે મલેશિયાને ૪-૨થી હરાવીને ભારતે નોંધી સતત ચોથી ભવ્ય જીત : જલંધરના ઓલંપિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ શાનદાર ગોલ ફટકારીને ટીમને અપાવી વિજયી સરસાઈ : સુખજીત સિંહે પણ કર્યો એક નોંધપાત્ર ગોલ11:25 PM IST




























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

























































































































































































