News of Friday, 27th September 2024
મોરબીના સેવાભાવી ફોટોગ્રાફર રમણીકભાઇ ચંડીભમરનો આજે જન્મદિવસ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ મોરબી શહેર કે જિલ્લામા થતા કોઈપણ સામાજિક, રાજકીય કે ધાર્મીક કાર્યક્રમોમાં પોતાના ફોટા પાડવાના શોખના કારણે રમણીકલાલ પહોચી જાય, ત્યાં જઈને મોંઘા કેમેરામાં કાર્યક્રમના ફોટા તો પાડે ઉપરાંત જે કોઈ પણ પરિચીત હોય તેમને પણ કેમેરામાં કેદ કરી લ્યે, અને તે પાડેલા ફોટોની પ્રિન્ટ પણ સ્વ ખર્ચે કઢાવી અને જેના પણ ફોટા હોય તેને મોકલી પણ આપે. આ કામ તેઓ વર્ષો થી કરી રહ્યા છે જે મોરબી પંથક જાણે છે.
નરેન્દ્રભાઈ મોદી, મોરારિબાપુ, ભાઇજી સહિત અનેક હસ્તીઓના તેઓ ખુબ ફોટા પાડી ચુકયા છે. ૭૦ વટાવી ચુકેલા રમણીકભાઇ આજે પણ યુવાનો જેવી સ્ફૂર્તીથી ફોટા પાડી રહ્યા છે અજબ ગજબનો શોખ ધરાવતા તેઓ મોરબી લોહાણા સમાજના પણ અનેક પદ પર રહી વ્યવસાય સાથે સામાજિક જવાબદારીઓ પણ હોંશે હોંશે નિભાવી રહ્યા છે. તેમના વિશાળ ચાહક વર્ગ તરફથી આજે તેમના મો.૯૮૨૫૨૨૨૯૧૩ પર અભીનંદન વર્ષા થઇ રહી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
