<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોને જી-૭ દેશોની બેઠકમાં ઈરાન સામેના યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી: જાહેરમાં કહ્યું કે, ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ખરેખર શું ઈચ્છે છે તે કોઈ કહી શકતું નથી ! અન્ય વૈશ્વિક નેતાઓ જે વાતો અત્યાર સુધી માત્ર ખાનગીમાં કરતા હતા, તેને મેક્રોને હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ખુલ્લી મૂકી દીધી : ઇઝરાયેલના ઉચ્ચ અધિકારીઓનું સ્પષ્ટ માનવું છે કે ટ્રમ્પ આગામી ૨ થી ૩ અઠવાડિયામાં યુદ્ધનો અંત લાવવાની કોઈ જ યોજના ધરાવતા નથી: બંને દેશો ઈરાનમાં શાસન પરિવર્તનની રાહ જોઈ રહ્યા છે: તો પણ એવું મનાય છે કે ટ્રમ્પ કોઈ પણ સમયે અચાનક નિર્ણય લઈને આ યુદ્ધને વિરામ આપી શકે છે..9:00 PM IST

ગૃહ વિભાગ એ ગુજરાતની ઢાલ છે, જ્યારે ન્યાયતંત્ર એ રાજદંડ છે : ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો મંત્ર સ્પષ્ટ છે, "ગુનેગારો માટે ઝીરો ટોલરન્સ અને સામાન્ય નાગરિક માટે ત્વરિત ન્યાય" : શાંત અને સુરક્ષિત રાજ્યમાં દયા અને દાદાગીરી બંને એકસાથે નહીં ચાલે, રાજ્યમાં ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો સામે દાદાનું બુલડોઝર તો ફરશે જ: : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : પોક્સો એક્ટ હેઠળ છેલ્લા ચાર વર્ષમાં 907 ગુનેગારોને આજીવન કેદ અને 14 નરાધમોને ફાંસીની સજા ફટકારાઈ : અયોધ્યા રામ મંદિર પર હુમલાનું ષડયંત્ર રચનાર આતંકી સહિત ત્રણ વર્ષમાં ગુજરાત ATS એ અલ-કાયદા અને ISKPના 29 ખતરનાક આતંકીઓને દબોચ્યા : પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીઓ માટેના જૂના 1-BHK મકાનોના નિયમને બદલીને હવે સુવિધાયુક્ત 2-BHK ના આવાસો આપવાનો ઐતિહાસિક નિર્ણય : 'BHARAT' (B.H.A.R.A.T.) વિઝન અંતર્ગત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને છ મુખ્ય સ્તંભો દ્વારા વધુ આધુનિક અને સુદ્રઢ બનાવાશે : ગૃહ વિભાગ અને કાયદા-ન્યાયતંત્ર વિભાગોની મળી કુલ ₹16,967 કરોડની અંદાજપત્રિય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર4:38 PM IST

ગુજરાત રાજ્યના શ્રમિકોની સામાજિક સુરક્ષા અને કૌશલ્ય વૃદ્ધિને સમર્પિત રાજ્યનું વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ: ’અર્નિંગ વેલ, લિવિંગ વેલ’: ગુજરાતના શ્રમિકો અને યુવાનોના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકારનું મક્કમ કદમ : ’બેરોજગારી ઘટાડવામાં ગુજરાત દેશમાં મોખરે: ૧.૧ ટકાના સૌથી નીચા દર સાથે રોજગારી ક્ષેત્રે નવી ઊંચાઈઓ : કુંવરજીભાઈ બાવળિયા : શ્રમિક ભાગીદારીમાં ગુજરાત મોખરે: પુરુષ શ્રમિકોની ભાગીદારીમાં રાજ્ય દેશભરમાં પ્રથમ અને મહિલાઓમાં બીજા ક્રમે : ૨૯ જૂના શ્રમ કાયદાઓ એકીકૃત કરીને ૪ નવી શ્રમ સંહિતાઓ અમલી : ITI માં ભણતી દીકરીઓને ₹૨૪,૦૦૦ સુધીની સહાય માટે ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ અને ‘નમો ગુજરાત મિશન’ માટે માતબર રકમની ફાળવણી : શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ મંત્રીનુ નિવેદન3:40 PM IST

કુપોષણ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં અભૂતપૂર્વ પરિણામો મેળવ્યા : ઓછું વજન ધરાવતા નાગરિકોના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો : અગાઉ આ આંકડો ૩૯.૭% હતો, જે હવે ઘટીને માત્ર ૧૧.૪% પર આવી ગયો કુલ ૨૮.૩૦% નો માતબર ઘટાડો આવ્યો : મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ : વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની રૂ. ૭,૬૮૯.૮૪ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરવામાં આવી : કોંગ્રેસના શાસનમાં આંગણવાડીના ચોપડા ઉધઈ ખાતી હતી અને રાશન ક્યાં જતું તેની કોઈને ખબર નહોતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આંગણવાડી બહેનોના હાથમાં સ્માર્ટફોન છે4:02 PM IST

રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર વિકલ્પ : કૃષિના વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારે : આચાર્ય દેવવ્રતજી : નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૧મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયો : ૬૯૩ વિદ્યાર્થીઓને પદવી; ૩૬ વિદ્યાર્થીઓને ૫૭ મેડલ એનાયત કરાયા : ડિગ્રી મેળવવી એ જીવનનું અંતિમ લક્ષ્ય ન હોવું જોઈએ; પ્રાપ્ત થયેલું જ્ઞાન સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે ઉપયોગી બનાવવું : ભારતીય પરંપરાગત બીજોના સંવર્ધન માટે આગળ આવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન4:53 PM IST

પ્રાકૃતિક ખેતીથી દેશનું ભવિષ્ય ઉનન્ત બનશે અને દેશ સ્વસ્થ બનશે, જેના દ્વારા નરેન્દ્રભાઇ મોદીનું વિકસિત ભારત ૨૦૪૭નું સપનું સાકાર થશે : શિક્ષિત લોકોને પણ પ્રાકૃતિક કૃષિ તરફ વાળવાની જરૂર : કોઈ વ્યક્તિ કેન્સર કે અન્ય જીવલેણ બીમારીથી મરવા માંગતું નથી દરેક લોકો સ્વસ્થ જીવન જીવવાની આશા રાખે છે, જે માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ : આચાર્ય દેવવ્રતજી : રાજ્યપાલે ચીખલી તાલુકાના રૂમલા ગામમાં મારૂતિ મંથન પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી : ફાર્મમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો : ગાયનું દોહન કરી ધરતીપુત્રોને પ્રોત્સાહિત કર્યા, હળદરની મૂલ્યવર્ધિત ખેતી જોઈ રાજ્યપાલશ્રીએ ખુશી વ્યક્ત કરી : આંબા કલમ ઉપર લહેરાતા કેસર કેરીના પાકોનું રાજ્યપાલશ્રીએ ઝીણવટભર્યું નિરીક્ષણ કરી પ્રાકૃતિક પદ્ધતિથી બનાવાયેલા અસ્ત્રનો સ્પ્રે વડે છંટકાવ પણ કર્યો : રાજ્યપાલશ્રીના પાવન પગલાં અમારી ધરતી પર પડતા છેલ્લા ૧૦ વર્ષથી પ્રાકૃતિક ખેતીની મારી મહેનત આજે ફળી: ખેડૂત બીપીનભાઈ પટેલ2:01 PM IST

પાયલ બહાર ગઇ ને બીજી યુવતિ નિર્વષા થઇઃ બોટાદના નિવૃત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી ૧૨ લાખ પડાવ્‍યા : સ્‍કૂલના કાર્યક્રમમાં ભેગી થયેલી ગાંધીનગરની પાયલે નિવૃત શિક્ષકને જમીનના ધંધામાં રોકાણ કરવા લલચાવ્‍યાઃ જમીનના સોદાની વાત કરવા બોલાવી રાજકોટ બસ સ્‍ટેશન પાછળની હોટેલના રૂમમાં ખેલ પાડયોઃ હું પાર્ટીને બોલાવીને આવું કહીને : ૮૦ લાખની માંગણી કરી રકઝકને અંતે બાર લાખમાં સમાધાન કર્યુઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી ટોળકીને ઝડપી લેવા તજવીજ કરી : એક યુવતિએ છરી બતાવી પરાણે શરીર સંબંધ બંધાવ્‍યો અને બીજીએ ફોટા પાડી લીધાઃ પછી કહ્યું-હવે તમારા પર બળાત્‍કારનો કેસ કરવો છેઃ વૃધ્‍ધે પાયલને ફોન કરીને બોલાવતાં તે અજાણ હોવાનો ઢોગ કરી : રૂમમાં રહેલી યુવતિએ જો મારી સાથે સંબંધ નહિ બાંધો તો પોક્‍સોમાં ફસાવી દઇશ, તમારા ફોટા આવી ગયા છે કહી ધમકાવી રૂપિયા માંગ્‍યાઃ ૮૦ લાખ માંગ્‍યા બાદ ૧૨ લાખ પડાવી લીધાઃ વૃધ્‍ધે મિત્રોને આપવીતી જણાવ્‍યા બાદ પોલીસને જાણ કરી 2:14 PM IST

જિલ્લા પંચાયતના પદાધિકારીઓના ‘પાટી દફતર' પેક : સોમવારે ‘છુટ્ટી'નો બેલ વાગશે : સતા ભોગવતા આવ્‍ડે તો સેવાની ખેતી છે, નહિતર મુઠ્ઠીમાંથી સરી જતી રેતી છે પાંચ વર્ષમાં ૪ ડી.ડી.ઓ. બદલાયાઃ અનિલ રાણાવાસિયા, દેવ ચૌધરી, નવનાથ ગવ્‍હાણે બાદ હાલ અનંદુ સુરેશ ગોવિંદ કાર્યરત : ર૦ર૧ ની સામાન્‍ય ચૂંટણીમાં ૩૬ પૈકી ભાજપના રપ સભ્‍યો અને કોંગ્રેસના ૧૧ સભ્‍યો ચૂંટાયેલા : બે પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાતા કોંગ્રેસનું સંખ્‍યા બળ ૧ર સભ્‍યોનું થયેલ. બન્ને પક્ષના એક-એક સભ્‍યના અવસાનથી બેઠક ખાલી પડી હતી : વર્ષ ર૦ર૩માં વિપક્ષ કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયા સહિત ૬ સભ્‍યો ભાજપમાં જોડાતા ભાજપના ૩૦ સભ્‍યો થઇ ગયેલ. કોંગ્રેસના ૬ સભ્‍યોમાંથી પાર્ટીએ વિપક્ષી નેતા તરીકે મનસુખ સાકરિયાને જવાબદારી સોંપી હતી. તા. ૧૬ મીએ સાંજે પછી ચૂંટાયેલા તમામ સભ્‍યો ભૂતપૂર્વ થઇ જશે. 3:16 PM IST

વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનું મોરબીમાં સન્‍માન : મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયુઃ દીકરીઓને અભ્‍યાસમાંથી ઉઠાવી ન લેવી જોઈએ અને ઉચ્‍ચ શિક્ષણની સાથે તેમનો સર્વાંગી વિકાસ કરવો જોઈએઃ જિલ્લા કલેક્‍ટર કે.બી. ઝવેરી : વૈશ્વિક સ્‍તરે સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં મહિલાઓનું અનન્‍ય યોગદાનઃ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીઃ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા,જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી,પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત,નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના ઉપસ્‍થિત11:29 AM IST