<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

દીનદયાળ ઉપાધ્‍યાય એનર્જી યુનિ.નાં ડીન ડો.ઇન્‍દુ રાવનો આજે જન્‍મ દિવસ

બે વખત પીએચડી, રાષ્‍ટ્રીય, આંતરરાષ્‍ટ્રીય લેવલે નામના અનેક એવોર્ડ વિજેતા પર અભિનંદન પ્રવાહ અવિરત વર્ષી રહ્યો છે.

રાજકોટઃ  દીનદયાળ એનર્જી યુનિવર્સિટીનાં ડીન , સિનિયર વાઇસ પ્રેસિડેન્‍ટ ઓફ ટેબલ ટેનિસ એસો.અમદાવાદ સહિતની  રાજ્‍યભરની યુનિ.માં મહત્‍વના સ્‍થાને રહેવા સાથે બબ્‍બે વખત પીએચડી ડાયમંડ ઉદ્યોગ વિષે પુસ્‍તક સહિત વિવિધ રાષ્‍ટ્રીય ઇન્‍ટરનેશનલ લેવલે શૈક્ષણિક ક્ષેત્રે   જેમનું     ખૂબ મોટું નામ છે તેવા ડો. ઇન્‍દુ રાવનો આજે જન્‍મ દિવસ છે, શુભેચ્‍છકો દ્વારા અવિરત અભિનંદન   દેશ વિદેશથી આવી રહ્યા છે. 

રાજ્‍યના સિનિયર આઇપીએસ અને ડાયરેક્‍ટર જનરલ લેવલના સંગર ગુજરાતની જેલોમાં અદભુત ક્રાંતિ લાવનાર ડો. કે. એલ.એન. રાવનાં પત્‍ની પતિના દરેક કાર્યમાં ખૂબ વ્‍યસ્‍ત શેડયુલ વચ્‍ચે મદદરૂપ બને છે, જેની નોંધ પૂર્વ ગવર્નર અને દેશના પ્રથમ મહિલા આઇપીએસ ડો. કિરણ બેદી દ્વારા લેવામાં આવેલ તેવા આ જાણીતા શિક્ષણવિદ ડો.ઇન્‍દુ રાવને અનેક એવોર્ડ મળ્‍યા છે, તેમના સંતાનો પણ ખૂબ સિદ્ધિ મેળવી છે .

(3:37 PM IST)