<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

જુનાગઢના પૂર્વ કોર્પોરેટર મૂકેશ ધોળકીયાનો આજે જન્‍મ દિવસ

૬ માસથી રાજકોટ સ્‍થાયીઃ વણિક સંગઠનમાં કાર્યરત

રાજકોટ તા. ૪: જુનાગઢ નગરપાલિકા/મહાનગરપાલિકાના ૩ ટર્મ સુધી કોર્પોરેટર રહેલા મુકેશ ધોળકિયાનો આજે ૬૧મો જન્‍મ દિવસ છે. જુનાગઢમાં પાણીની ભયંકર અછતની સ્‍થિતિમાં વોટર વર્કસ ચેરમેન તરીકે તેમની જબરદસ્‍ત કામગીરીના કારણે તે વખતના મુખ્‍યમંત્રીશ્રી સ્‍વ. કેશુભાઇ પટેલએ પાણીદાર ચેરમેનનું બિરુદ આપ્‍યું હતું. ત્રણ-ત્રણ ટર્મ કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ ટર્મે કોર્પોરેટર તરીકે રાજીનામું આપ્‍યું હતું. પ વર્ષ સુધી સાંસદ શ્રી સ્‍વ. જશુભાઇ બારડ, ૭ વર્ષ સુધી પુંજાભાઇ વંશ તથા અન્‍ય ર ધારાસભ્‍યોના મદદનીશ તરીકે પણ કાર્ય કરનાર મુકેશ ધોળકિયા છેલ્લા ૬ માસથી કાયમી માટે રાજકોટ સ્‍થાગી થયા છે અને વણિક સમાજના જુદા-જુદા ફીરકાઓને એક કરીને ‘‘વિશ્‍વ વણિક સામાજીક સંગઠન''  નામની નવનાતના વણીકોની સંસ્‍થામાં કાર્યરત રહેવાની નેમ ધરાવે છે. તેમની ‘‘બ્રાન્‍ડીંગ ગુરુ'' નામની કંપની ચુંટણી મેનેજમેન્‍ટનું કાર્ય કરે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રહેલા મુકેશ ધોળકિયા હાલ રાજકીય રીતે સંપૂર્ણ નિષ્‍ક્રીય રહ્યા છે અને દિવાળી બાદ રાજકોટના કેટલાક વણિક આગેવાનો અને મિત્રોને મળીને રાજકીય રીતે ફરી સક્રિય થવાની ઇચ્‍છા ધરાવે છે. જન્‍મ દિવસ નિમિતે તેઓને મો. ૯૮૭૯પ ૧૧૩૩૭ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(3:05 PM IST)