<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

માણસ મરી જાય પછી જ એને લોકો સાચ્‍ચો માને!...વ્‍યાજખોરીમાં ફસાતાં કેવડાવાડીના અમિત તન્‍નાનો વિડીયો બનાવી આપઘાત : રાજકોટની ઘટનાઃ ૨૦૧૮માં રિક્ષા લેવા મિત્ર જયદિપ પાસેથી ૧ લાખ, તેના ઓળખીતા પ્રવિણમામા પાસેથી મંડળીના ૫૦ હજાર લઇ બંનેને નિયમીત ૧૨ હજાર અને ૨૫૦૦ લેખે વ્‍યાજ ચુકવ્‍યું હતું: પિતાનું કેન્‍સરથી અવસાન થતાં થોડો સમય ન ચુકવી શકતાં ૧૦ ટકા લેખે વસુલાત કરી, એમાં ચુકી જવાય તો પેનલ્‍ટી લેવાતી! : મરતો માણસ ખોટુ ના બોલે, મેં આને અને એના મામાના પુરેપુરા પૈસા ચુકવી આપેલ છે અને આણે મારી પાસે કેટલુ વ્‍યાજ લીધું ને ઇ તો હવે મને પણ યાદ નથી! એટલે આજે દવા પીને મારા જીવનનો અંત આણુ છું : માતાજીના મંદિરમાં બેસી રડતા રડતાં વિડીયો બનાવી કહ્યું-મેં આટલા રૂપિયા લીધા નથી...માતાજી હું મરી જાઉ તો મને ભૂત બનાવજે, હું જયલા પાસેથી સાત વર્ષનો હિસાબ લઇશઃ તું કહેતો હતો ને કે દવા પી જા, લે ભાઇ મેં પી લીધી! : ચિઠ્ઠીમાં લખ્‍યું-લોકડાઉન પછી તો જયદિપે ૧૦ ટકા લેખે વ્‍યાજ લેવાનું ચાલુ કર્યુ હતું, એટલે મારે ૧૨૨૨૫ ચુકવવાના થતા હતાં, તેમાં પણ મોડુ થાય તો વધારાના ૧૨૨૫ વસુલાતાઃ હું પહોંચી ન શકતાં મારી રિક્ષા પણ તેણે લઇ લીધી હતી! જયદિપે ૨,૦૭,૦૦૦નો અને તેના મામાએ મંડળીનો ૭૦ હજારનો ચેક કોર્ટમાં નાખી કેસ ઉભો કર્યો હતોઃ કોર્ટ કાયદા પ્રસાશન પોલીસને એક સવાલ છે કે શું ચેક આપવા વાળો માણસ હમેંશા ખોટો જ હોય? હું મરી જાવ તો મને ન્‍યાય અપાવજો, આમા એક પણ શબ્‍દ ખોટો નથી.2:34 PM IST