News of Saturday, 5th October 2024
પડધરી ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયાનો જન્મદિવસ

રાજકોટઃ પડધરી ટંકારાના ભાજપના ધારાસભ્ય દેથરિયાનો આજે જન્મદિવસ છે. દુર્લભજીભાઇ દેથરીયા ૧૯૯૦ થી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જવાબદારી સંભાળી હતી આજે તેમણે ૬૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. (જન્મ તા-૫ ઓકટોબર ૧૯૫૯ ) શરૂઆતમાં કોષાધ્યક્ષથી લઇ સન ૨૦૦૯ થી ૨૦૧૫ સુધી મોરબી સંગઠનને ઉતરોતર મજબૂત કરી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત અને વિધાનસભા તથા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના જ પ્રતિનિધિઓ બને એવી સખત મહેનત અને જહેમત પણ ઉઠાવેલ છે. અને ૨૦૨૦ થી મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી છે આજે તેમના જન્મદિન નિમિતે તેમને મો. ૯૮૨૫૨ ૫૬૧૩૦ ઉપર શુભકામના મળી રહી છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
