<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વર્ષ 2001ની બેચના IAS અધિકારી શ્રીમતી આરતી કન્વર, જેઓ અત્યાર સુધી અમદાવાદ ખાતે સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા, તેમની બદલી કરવામાં આવી છે. તેમની સેવાઓ હવે ભારત સરકારને હસ્તક સોંપવામાં આવી છે. શ્રીમતી આરતી કન્વરની નવી દિલ્હી ખાતે 'મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઈલ્સ' (કાપડ મંત્રાલય) માં એડિશનલ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યના નાણાં વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા વર્ષ 1996ની બેચના IAS અધિકારી ડૉ. ટી. નટરાજનને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. શ્રીમતી આરતી કન્વરની બદલીને પગલે ખાલી પડેલી અમદાવાદના સ્ટેટ ટેક્સ ચીફ કમિશનરની જગ્યાનો ચાર્જ ડૉ. ટી. નટરાજન સંભાળશે. તેઓ પોતાની હાલની જવાબદારીઓ સાથે આગામી આદેશ સુધી આ પદનો કાર્યભાર વધારાના હવાલા તરીકે સંભાળશે.10:30 PM IST