News of Monday, 7th October 2024
કેયૂર શાહનો આજે ૪૧મો જન્મદિન

રાજકોટઃ જાણીતા પત્રકાર કેયૂર શાહ આજે ૪૧માં વર્ષ માં પ્રવેશ કર્યો છે. ૨૦૦૨માં મીડિયા ક્ષેત્રમાં પ્રવેશ કર્યા બાદ, કેયૂર શાહે ૅદિવ્ય ભાસ્કરૅ રાજકોટ તથા અમદાવાદ, ૅસંદેશૅ અમદાવાદ, ૅઆજકાલૅ રાજકોટ, અને ૅખાસખબરૅ રાજકોટ જેવા અગ્રણી અખબારોમાં તેમના કાર્યકુશળતાથી સ્થાન જમાવ્યું છે. ગ્લોબલ બાઝાર સહિત ડિજિટલ અને પ્રિન્ટ પ્લેટફોર્મ્સ પર તેઓને વિશિષ્ટ ઓળખ મળી છે.
હાલમાં, તેઓ ૅવોઇસ ઓફ ડેૅ દૈનિકના બિઝનેસ હેડ તરીકે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. ડિજિટલ મીડિયામાં ઇવેન્ટ મેનેજમેન્ટ, અને માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં પોતાની ઊંડાણભરી સમજ અને નવીનતા સાથે તેમને અનેક સફળ પ્રોજેક્ટ્સ આપ્યા છે. તેમના જન્મદિન નિમિત્તે ઠેરઠેરથી શુભકામનાઓ તેમના મોબાઇલ નં. ૯૬૮૭૬ ૦૦૦૦૧ પર વરસી રહી છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
