<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રિયલ લાઈફ હિરો...એસપી વિજયસિંહ ગુર્જર અકિલાના આંગણે : તમે (રાજકોટ જિલ્લાં પોલિસવડા વિજયસિંહ ગુર્જર) ૧૦૦ મંદિરે જાવ તો પણ એટલું પુણ્‍ય ન મળે, જે પુણ્‍ય તમે ગુજરાતના ઇતિહાસમાં સર્વપ્રથમ ૧૩૦ કરોડની ગરીબ માણસોની જમીન (રેન્‍જવડા નિલીપ્તરાય)ના માર્ગદર્શનમાં પરત અપાવી કર્યું છે, ડેપ્‍યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ રાજકોટ દોડી આવી ગર્વથી જણાવતા આ IPS ચોતરફ છવાયા છે : જમીન ખેડૂતો માટે માતાસમી હોય છે, આમ તો સંસ્‍કૃતિ મુજબ દરેક માટે માતા સમાન જ હોય છે, આવી જમીન કોઈ છીનવી લ્‍યે ત્‍યારે તેની શુ હાલત થાય? આવા સંજોગોમાં મારી પાસે અરજ કરે ત્‍યારે હું સિવિલ મેટર છે, તેમ કહી હાથ ઊંચા કરવા મારો આત્‍મા કબૂલ ન થયેલ, મારા માર્ગદર્શક રેન્‍જ વડાએ પણ એ જ મતના હતા, અને આમ લોકો જેને ઐતિહાસિક કાર્ય કહે છે, તે કાર્ય થયું: અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી અજીતભાઈ ગણાત્રા સમક્ષ એસપી વિજયસિંહ ગુર્જરે સહુ પ્રથમ વખત મનની વાત રજુ કરી2:31 PM IST

ભાજપ અને કોંગ્રેસ સહિત દેશના તમામ રાજકીય પક્ષો નકામા છે : રાજકીય પક્ષોને જનતાના કલ્યાણ કરતાં સત્તા અને પૈસામાં વધુ રસ છે: સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કંડેય કાત્જુના આકરા પ્રહારો : સત્તા અને પૈસા માટે રાજકારણ કરતા પક્ષો જનતાના હિતને ભૂલ્યા : અભિજીત દીપકેની ‘કોકરોચ જનતા પાર્ટી’ની પણ ઝાટકણી : શાંતિ જાળવવાના બોન્ડ ભરનાર નેતાઓની આંદોલન કરવાની ક્ષમતા સામે સવાલ : રાજકીય પક્ષો મત મેળવવા માટે જાતિ અને ધર્મના આધારે સમાજમાં વિભાજન તથા નફરત પેદા કરે છે: જોકે ભવિષ્યમાં નિઃસ્વાર્થ, દેશભક્ત, આધુનિક અને ધર્મનિરપેક્ષ વિચારસરણી ધરાવતા નવા નેતાઓ ઊભા થશે અને જનતાને સંગઠિત કરીને દેશને નવી દિશા આપશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો12:56 PM IST