News of Friday, 11th October 2024
રાજકોટ જિલ્લા ન્યાય ખાતાના નિવૃત્ત કર્મચારી બી.એન. કારીયાનો જન્મદિવસ
યશસ્વી જીવનના ૬૦ વર્ષ પૂર્ણ કરી ૬૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ જિલ્લા ન્યાય ખાતાના નિવૃત્ત કર્મચારી બી.એન. કારીયાનો આજે જન્મદિવસ છે તા. ૧૧-૧૦-૧૯૬૪ ના રોજ જન્મેલા બી.એન. કારીયાએ તેમના યશસ્વી જીવનના ૬૦ વર્ષ પૂર્ણ કરી ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તા. રર-૧૦-૧૯૮ર ના રોજ ૧૮ માં વર્ષે જ રાજકોટ જિલ્લા ન્યાયખાતામાં વર્ગ-૪ ના કર્મચારી તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ સમયાંતરે મોરબી કોર્ટ-રેલવે કોર્ટમાં ફરજ બજાવ્યા બાદ સને ર૦૦૮ ના વર્ષમાં બેલીફ તરીકે જેતપુર પ્રમોશન સાથે બદલી થયેલ જેતપુર ખાતે ૮ વર્ષ ફરજ બાદ ફરી વતન રાજકોટમાં બદલી થતા સિવિલ કોર્ટ અને છેલ્લે સ્મોલ કોઝ કોર્ટ રાજકોટમાં ફરજ બજાવી ૩૦-૧૦-ર૦રર ના રોજ કુલ ૪૦ વર્ષની સફળ ફરજ બજાવી નિવૃત્ત થયા હતા.
અત્રેએ નોંધનીય છે કે સાદગીમાં માનતા બી.એન. કારીયાએ તેમની ફરજ સાયકલ પર જ બજાવી હતી.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
