<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

અમદાવાદ વિચાર ક્રાંતિ અભિયાનના અસ્‍મિતાબેન રવિયાનો કાલે જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૯ :.. અમદાવાદ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી મહિલા અગ્રણી શ્રીમતી અસ્‍મિતાબેન અરવિંદભાઇ રવિયાનો કાલે જન્‍મ દિવસ છે.

જુનાગઢ નજીક આવેલ બિલખા ખાતે જેરામભાઇ હરિભાઇ મહેતા અને સવિતાબેનને ત્‍યાં ધર્મ પરાયણ પરિવારમાં અસ્‍મિતાબેનનો જન્‍મ થયેલ અને બાળપણથી જ સમાજ માટે કાંઇક કરી છૂટવાની ભાવના ધરાવતા તેઓ શિક્ષણવિદ ગીજુભાઇ ભરાડ સાથે વિચાર ક્રાંતિ અભિયાન સાથે જોડાયેલા છે તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ જેન્‍તીભાઇ તેરૈયા સાથે સમાધાન પંચ તથા સામાજિક પ્રશ્નોના નિવારણની કામગીરી પણ કરી રહ્યા છે. ઉપરાંત અમદાવાદ આરોગ્‍ય ભવનમાં છેલ્લા પાંચ વર્ષથી નિસ્‍વાર્થ સેવા આપી રહ્યા છે. આર્થિક જરૂરીયાતમંદ દિકરા -દિકરીઓને ભણતર માટે સહાય મળે તે માટે તેઓ હમેશા પ્રયત્‍નશીલ છે તેમજ સંતશ્રી જગદીશશ્વરાનંદ ટ્રસ્‍ટમાંથી પણ એજયુકેશન લોન અપાવવા માહિતી પુરી પાડે છે. તેમજ પુ. મકતાનંદબાપુના આશિર્વાદથી સમાજ સેવાની અનેક પ્રવૃતિમાં સહભાગી બની રહ્યા છે. તેમના જન્‍મદિન નિમિતે મો. નં. ૯૪ર૮૭ ૯૩૯પ૭ ઉપર  શુભેચ્‍છા પાઠવી શકો છો.

(11:40 AM IST)