હાથથી લખવું એ મગજ માટેનું સુપરફૂડ: ‘કર્સીવ (મરોડદાર) રાઈટિંગ’નું પુનરાગમન: અમેરિકાના ન્યૂ જર્સી સ્ટેટમાં શાળાઓમાં ફરીથી 'કર્સીવ' (મરોડદાર લખાણ) ફરજિયાત કરાયું: વૈજ્ઞાનિકોના મતે કીબોર્ડ પર ટાઈપ કરવા કરતા પેન પકડવાથી બાળકના મગજનો વિકાસ ઝડપી બને છે : *નવો કાયદો: અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં ધોરણ ૩ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે 'કર્સીવ રાઈટિંગ' (મરોડદાર હસ્તાક્ષર) શીખવવું કાયદાકીય રીતે ફરજિયાત કરવામાં આવ્યું છે * વૈજ્ઞાનિક તારણ: 'નેચર' મેગેઝિનના અહેવાલ મુજબ, ઇન્ડિયાના યુનિવર્સિટી અને નોર્વેની યુનિવર્સિટીના સંશોધનોમાં સાબિત થયું છે કે ટાઈપિંગ કરતા લખતી વખતે મગજના 'મેમરી સેન્ટર્સ' વધુ સક્રિય થાય છે * ડિજિટલ ચેતવણી: નોર્વે જેવી જગ્યાએ જ્યાં શાળાઓ સંપૂર્ણ ડિજિટલ થઈ ગઈ હતી, ત્યાં બાળકો પેન્સિલ પકડવાની ક્ષમતા ગુમાવી રહ્યા હોવાથી હવે ફરીથી પરંપરાગત લેખન તરફ વળવાની માંગ ઉઠી છે.*12:49 AM IST
શું રાજ્યને ગુનેગારનું ઘર તોડી પાડવાનો અધિકાર છે કે નાગરિકોના અધિકારનું રક્ષણ કરવું જોઈએ ? અલ્હાબાદ હાઈકોર્ટે બુલડોઝર કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા : અલહાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા:કોર્ટે તાત્કાલિક તોડી પાડવાની કાર્યવાહીને વિવેકબુદ્ધિનો વિકૃત ઉપયોગ" ગણાવ્યો અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકાનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.12:12 AM IST
પુષ્કળ સમાચારો ઉપર નજર ફેરવી લ્યો12:07 AM IST
જૂઓ ઢગલાબંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ...11:52 PM IST
અરબ સાગરમાં મહાયુદ્ધના ભણકારા: અમેરિકી એફ-૩૫ ફાઈટર જેટે ઈરાની ડ્રોનને ફૂંકી માર્યું, બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો તણાવ: સ્ફોટક સ્થિતિ : અમેરિકી નૌસેનાના અત્યંત શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન (સીવીએન-૭૨) ની અત્યંત નજીક પહોંચી ગયેલા ઈરાની ડ્રોનને અમેરિકી દળોએ હવામાં જ તોડી પાડ્યું : ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) ની છ સશસ્ત્ર ગનબોટ્સે ડેનિશ માલિકીના અને અમેરિકી ધ્વજ ધરાવતા ઓઈલ ટેન્કર એમ/ટી સ્ટેના ઇમ્પરેટિવ ને રોકવાનો પણ પ્રયાસ કર્યો 11:31 PM IST
રજત શર્મા માનહાનિ કેસ: કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને રાગિણી નાયકની મુશ્કેલી વધી : સાકેત કોર્ટે 'એડિટેડ વીડિયો' અને બનાવટી દસ્તાવેજોના આધારે ત્રણેય નેતાઓને પાઠવ્યા સમન્સ : ૨૭ જુલાઈ ૨૦૨૬ના રોજ કોર્ટમાં હાજર થવા આદેશ: એફએસએલ રિપોર્ટમાં વીડિયો સાથે છેડછાડ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો10:04 PM IST
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં સ્ટીલ રેલિંગના કોન્ટ્રાક્ટને લઈને વિવાદ સર્જાયો: મુસ્લિમ પેઢીને કામ અપાતા સાધુ-સંતોમાં ભારે રોષ : સાધુઓ અને સંતોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરી: સાધુઓનું કહેવું છે કે આ નિર્ણય સનાતન પરંપરાઓ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.8:38 PM IST
આઈન્સ્ટાઈનની સદી જૂની આગાહી સાચી ઠરી: મંગળ ગ્રહ પર સમયની ગતિ પૃથ્વી કરતા અલગ, ભવિષ્યના અવકાશ મિશનો માટે નવો પડકાર : આલ્બર્ટ આઈન્સ્ટાઈને દાયકાઓ પહેલા કરેલી સાપેક્ષવાદની આગાહીની મંગળ ગ્રહ પર પુષ્ટિ થઈ છે : પૃથ્વીની સરખામણીએ મંગળ પર ગુરુત્વાકર્ષણ ઓછું હોવાથી ત્યાં સમયની ગતિમાં તફાવત જોવા મળ્યો છે : નાસાના વૈજ્ઞાનિકો અને ઇજનેરો હવે મંગળના મિશનો માટે ખાસ 'માર્સ વોચ' અને હાઈ-પ્રિસિઝન એટોમિક ક્લોકનો ઉપયોગ કરી રહ્યા છે7:47 PM IST
પાડોશી દેશોની સરખામણીમાં ભારતને અમેરિકા સાથે ખૂબ જ સારી ડીલ થઈ:કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે આપી માહિતી : મંત્રીએ કહ્યું કે મહિનાઓથી અમેરિકાના અધિકારીઓ સાથે વાત થતી હતી અને અંતે જનહિતમાં નિર્ણય આવ્યો:અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારતીય હિતોને પ્રાથમિકતા આપી. આ ડીલ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત છે.7:10 PM IST
અમેરિકા-ઈરાન યુદ્ધ ટળી ગયું! બંને દેશો વાટાઘાટોના ટેબલ પર : તુર્કીમાં પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરશે : ઈરાન અને અમેરિકા ૬ ફેબ્રુઆરીએ તુર્કીમાં પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવા માટે તૈયાર છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત, સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચી ઇસ્તંબુલમાં બેઠકમાં હાજરી આપશે9:58 AM IST
કેન્દ્ર સરકાર દ્વારા ‘બેગેજ રૂલ્સ 2026’ની જાહેરાત : આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ડ્યુટી ફ્રી મર્યાદામાં ધરખમ વધારો અને નિયમોનું સરળીકરણ : ભારતીય રહીશો હવે 75,000 સુધીનો સામાન કરમુક્ત લાવી શકશે : મહિલાઓ માટે 40 ગ્રામ અને પુરુષો માટે 20 ગ્રામ સોનાના દાગીનાની છૂટ : રહેઠાણ બદલતા લોકો માટે 7.5 લાખ સુધીની મર્યાદા અને એક લેપટોપ લાવવાની મંજૂરી11:11 AM IST
વેપાર કરાર ખેડૂતો, MSME, ઉદ્યોગસાહસિકો કુશળ કામદારો માટે વિશાળ તકો ખોલશે : કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે તે ભારતમાં ઉત્પાદિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપશેઃ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્રેડડિલ પર ખુશી વ્યક્ત કરી : સરકારનો દાવો છે કે તેનાથી મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશેઃ નવી અને આધુનિક ટેકનોલોજી પ્રાપ્ત કરવામાં મદદ કરશે10:13 AM IST
વાસ્તવિક ‘ડીલ મેકર' આ માણસ છેઃમાત્ર ૨૧ દિવસમાં જ સ્થિતિ બદલી નાખી : સર્જિયો ગોરે ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ યુએસ એમ્બેસેડરનું પદ સંભાળ્યું: પદ સંભાળ્યા પછી, તેમણે જાહેર કર્યું કે ભારત અને યુએસ વચ્ચે બધું બરાબર છેઃ તેમની નિમણૂકના ૨૧મા દિવસે, ભારત અને યુએસ વચ્ચે ટેરિફ પર એક કરાર થયો10:31 AM IST
૨૦૨૫માં જમ્મુ-કાશ્મીરમાં ૧.૭૮ કરોડ પ્રવાસી આવ્યાં 10:19 AM IST
સરકાર LIC માં ૬.૫% હિસ્સો વેચશેઃ આવતા વર્ષમાં લાવશે FPO : SEBIના નિયમો અનુસાર, સરકારે આ જાહેર ક્ષેત્રની વીમા કંપનીમાં ૧૦% જાહેર શેરહોલ્ડિંગની જરૂરિયાત પૂરી કરવા માટે મે ૨૦૨૭ સુધીમાં તેનો વધુ ૬.૫% હિસ્સો વેચવો પડશે : LIC પાસે ૧૦% જાહેર શેરહોલ્ડિંગની જરૂરિયાત પૂરી કરવા માટે મે ૨૦૨૭ સુધીનો સમય છે10:16 AM IST
ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ ચૂક્યા તો રૂ. ૭૫૦૦૦ની ફી ભરવી પડશે : બજેટના માધ્યમથી નિર્મલા સીતારમણે નવી જોગવાઈ દાખલ કરી : દંડની જોગવાઈ સામે અપીલમાં જવાની જોગવાઈ હોવાથી પેનલ્ટી શબ્દને બદલીને ફી શબ્દ ઉમેરવામાં આવ્યો : ફી ચૂકવ્યા વિના વિલંબથી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરી શકાશે જ નહિ વિલંબ માફ કરવાની આવકવેીયા અધિકારીઓની સત્તા છીનવાઈ10:14 AM IST
ટ્રમ્પના શાંતિના દાવાઓ વચ્ચે રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો: એનર્જી સીઝફાયરનો અંત: કિવમાં મિસાઈલ અને ડ્રોનનો વરસાદ : રશિયા કોઈ પણ ભોગે યુક્રેનના સપ્લાય અને ઉર્જા તંત્રને તોડવા માંગે છે જેથી શિયાળાની ઋતુમાં યુક્રેન ઘૂંટણિયે પડી જાય: મોટાપાયે જાનહાનિ ? યુક્રેનનો મોટો હિસ્સો અંધકારમાં ગરકાવ : ટ્રમ્પે ઓવલ ઓફિસમાં રશિયા-યુક્રેન વિવાદમાં ‘સારા સમાચાર’ની આશા વ્યક્ત કરી હતી, જેની ગણતરીની મિનિટોમાં જ રશિયાએ યુક્રેનના ઉર્જા માળખા અને રહેણાંક ઈમારતોને નિશાન બનાવી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું*9:58 AM IST
બ્રિટિશ રાજવી પરિવારમાં ભૂકંપઃ પ્રિન્સ એન્ડ્રુએ પોતાની સગી દીકરીઓના ફોટા સેક્સ અપરાધી જેફરી એપ્સ્ટીનને ‘ઈમેલ' કર્યા હતા : વધુ એક શરમજનક ઘટસ્ફોટઃ શરમજનક સ્થિતિમાં મુકાયેલી પ્રિન્સેસ યુજેનીએ પિતા સાથે તમામ સંબંધો કાપી નાખ્યા ? : વર્જિનિયા જ્યુફ્રેનું એપ્રિલ ૨૦૨૫માં શંકાસ્પદ મૃત્યુઃ પ્રિન્સ પર યૌન શોષણનો આરોપ લગાવનાર આ પીડિતાએ આત્મહત્યા કરી હોવાનો અહેવાલોમાં દાવોઃ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે પ્રિન્સ એન્ડ્રુને અમેરિકન કોંગ્રેસની કમિટી સામે જુબાની આપવા જણાવ્યું એક ફોટામાં પ્રિન્સ એન્ડ્રુ ૫ યુવતીઓના ખોળામાં સુતેલા નજરે પડયોઃ પત્ની સારા ફર્ગ્યુસનનો પણ પીડિતા સાથે વાત કરતો ફોટો વાયરલઃ મસાજ ટેબલ અને ૨૦૦ ડોલરની લાલચઃ પામ બીચના બંગલામાં સગીરાઓનું શોષણ કેવી રીતે થતું હતું? ભયાનક વિગતો જાહેર10:15 AM IST
રોહિત શેટ્ટી પર હુમલાનો 'ક્રાઈમ માસ્ટરમાઇન્ડ' ઝડપાયો: લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે નીકળ્યું સીધું કનેક્શન! : ૩૧ જાન્યુઆરીની મધ્યરાત્રીએ જુહુમાં થયેલા અંધાધૂંધ ગોળીબાર કેસમાં મુંબઈ પોલીસની મોટી સફળતા : પુણેથી પકડાયા ૪ શાર્પ શૂટર્સ: બાબા સિદ્દીકી હત્યાકાંડનો આરોપી શુભમ લોંકર નીકળ્યો મુખ્ય કાવતરાખોર10:16 PM IST
મોદી-ટ્રમ્પની 'ડિજિટલ દોસ્તી'નો નવો અધ્યાય: અમેરિકી રાષ્ટ્રપતિએ મેગેઝિન કવર શેર કરી દુનિયાને ચોંકાવી : ફોન પર લાંબી વાતચીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર 'ઇન્ડિયા ટુડે'નું ખાસ કવર પેજ પોસ્ટ કરી ભારત સાથેના અતૂટ સંબંધોનો આપ્યો મજબૂત સંકેત : ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે પળ પળની વિગતો શેર કરતા રાજદ્વારી ગલિયારાઓમાં મચી હલચલ10:03 PM IST
ધર્માંતરણ વિરોધી કાયદાઓ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ: કેન્દ્ર અને ગુજરાત સહિત 12 રાજ્યો પાસેથી માંગ્યો હિસાબ : બંધારણીય અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતાના જંગમાં સર્વોચ્ચ અદાલતનો મોટો હસ્તક્ષેપ: 'નેશનલ કાઉન્સિલ ઓફ ચર્ચીસ'ની અરજી પર 4 અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ : હવે ત્રણ જજોની સ્પેશિયલ બેન્ચ કરશે કાયદાની કાયદેસરતાનું પરીક્ષણ10:04 PM IST
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ: ભારત માટે ‘ટેરિફ’ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયો: બદલામાં ભારતે પણ અમેરિકા સામેના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો ઘટાડીને ‘શૂન્ય’ કરવા તરફ આગળ વધવાની તૈયારી બતાવી : રશિયાને બદલે હવે ભારત વેનેઝુએલા અને અમેરિકા પાસેથી જ ક્રૂડ ઓઈલ ખરીદશે તેવી પીએમ મોદીએ ખાત્રી આપી - ડોનાલ્ડ ટ્રમ્પ : ભારત અમેરિકા પાસેથી ૫૦૦ બિલિયન ડોલરની એનર્જી, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો ખરીદશે: વોશિંગ્ટનમાં ઈન્ડિયા ગેટ જેવો જ ભવ્ય ‘આર્ક ડી ટ્રમ્પ’ બનાવવાની રાષ્ટ્રપતિની જાહેરાત9:44 AM IST
વડાપ્રધાન મોદી આગામી કેટલાક સપ્તાહોમાં વ્હાઇટ હાઉસની મુલાકાતે: ટ્રમ્પે ભારત પર પાકિસ્તાન કરતા ઓછો ટેરિફ કરી નાખ્યો: મોદીને ગણાવ્યા 'સાચા મિત્ર' : અમેરિકાની કસ્ટમ ડ્યુટી: ભારત પર હવે માત્ર ૧૮ ટકા ટેરિફ, જ્યારે પાકિસ્તાન પર ૧૯ ટકા ટેક્સ લાદવામાં આવેલ છે * ડિપ્લોમસી: ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથેના સંબંધોને 'અમર્યાદિત ક્ષમતા' ધરાવતા ગણાવ્યા * હાઈલાઈટ: આજે ૨જી ફેબ્રુઆરીએ બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત, છેલ્લા બે વર્ષમાં આ આઠમો સંપર્ક12:31 AM IST
બ્રિટિશ રાજવી પરિવારમાં ભૂકંપ: પ્રિન્સ એન્ડ્રુએ પોતાની સગી દીકરીઓના ફોટા સેક્સ અપરાધી જેફરી એપ્સ્ટીનને ‘ઈમેલ’ કર્યા હતા: વધુ એક શરમજનક ઘટસ્ફોટ: શરમજનક સ્થિતિમાં મુકાયેલી પ્રિન્સેસ યુજેનીએ પિતા સાથે તમામ સંબંધો કાપી નાખ્યા ? : વર્જિનિયા જ્યુફ્રેનું એપ્રિલ ૨૦૨૫ માં શંકાસ્પદ મૃત્યુ: પ્રિન્સ પર યૌન શોષણનો આરોપ લગાવનાર આ પીડિતાએ આત્મહત્યા કરી હોવાનો અહેવાલોમાં દાવો: બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે પ્રિન્સ એન્ડ્રુને અરિકન કોંગ્રેસની કમિટી સામે જુબાની આપવા જણાવ્યું એક ફોટામાં પ્રિન્સ એન્ડ્રુ ૫ યુવતીઓના ખોળામાં સુતેલા નજરે પડ્યા: પત્ની સારા ફર્ગ્યુસનનો પણ પીડિતા સાથે વાત કરતો ફોટો વાયરલ: મસાજ ટેબલ અને ૨૦૦ ડોલરની લાલચ: પામ બીચના બંગલામાં સગીરાઓનું શોષણ કેવી રીતે થતું હતું? ભયાનક વિગતો જાહેર12:37 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાસિવિલ એવિએશન ક્ષેત્રે ગુજરાતની વિશેષ સિદ્ધિ: હૈદરાબાદ ખાતે ’વિંગ્સ ઇન્ડિયા-૨૦૨૬’માં ગુજરાતને ‘બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ'નો પુરસ્કાર એનાયત : કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવેલ આ પુરસ્કાર ગુજરાતની ઉડ્ડયન ક્ષેત્રની મેન્ટેનન્સ, રીપેર અને સમારકામ સહિતની માળખાકીય સુવિધાઓ તેમજ એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવે છે6:53 PM IST
કેન્દ્રિય બજેટ ૨૦૨૬-૨૭ ‘વિકસિત ભારત ૨૦૪૭'ની બ્લુ પ્રિન્ટ અને આગામી ૨૫ વર્ષનો રોડમેપ : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા : ૫૩.૫ લાખ કરોડનું સર્વસ્પર્શી બજેટ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રને સાર્થક કરશે : ગિફ્ટ સિટીમાં ટેક્સ હોલીડે, લોથલ-ધોળાવીરાનો વિકાસ અને સુરત સુધીનો ફ્રેઇટ કોરિડોર ગુજરાત માટે આશીર્વાદરૂપ2:02 PM IST
કાલે તા.૦૪ ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ-૨૦૨૬ : આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ: “United by Unique”: દેશમાં વર્ષ-૨૦૨૫માં કેન્સરના અંદાજિત ૧૪ લાખથી વધુ કેસ નોંધાયા હતા : નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટનો રિપોર્ટ : આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં ૩૦ વર્ષથી વધુ ઉમરના ૦૩ કરોડથી વધુ વ્યક્તિઓની મોંઢાના કેન્સર, ૧.૬ કરોડથી વધુ મહિલાઓની સ્તન કેન્સર તેમજ ૮૨ લાખથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ કરાયું11:37 AM IST
ગુનેગાર સમસ્યા ઊભી કરે ત્યારે એનએફએસયુ જેવી વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટી તેનું સમાધાન લાવવા કટિબધ્ધ પૂજ્ય ભાઈશ્રી : ડો. જે.એમ. વ્યાસના ફોરેન્સિક ક્ષેત્રે વૈશ્વિક યોગદાનને બિરદાવીને શતાયુ થવાની શુભકામના વ્યક્ત કરીઃ વિદ્યાર્થીઓને સંબોધન ફોરેન્સિક ક્ષેત્રે ભારત અગ્રણી બને અને અનેક દેશોને મદદ કરે તેવું નરેન્દ્રભાઇ અને અમિતભાઇનું સ્વપ્ન આ સંસ્થાએ પૂર્ણ કર્યું છે.: પૂ.ભાઇશ્રી 10:55 AM IST
નિવૃત્તિ આયોજન માટે એસેટ એલોકેશન અને લાર્જકૅપ પેસિવ ફંડ્સ ઉત્તમ વિકલ્પ - ICICI પ્રુડેન્શિયલ એએમસીના ચિંતન હરિયાનું માર્ગદર્શન : મોંઘવારીને પછાડવા અને જોખમ સંતુલિત કરવા ઇક્વિટી, ડેટ અને ગોલ્ડમાં વિવિધીકરણ જરૂરી : લાર્જકૅપ ઇન્ડેક્સ ફંડ્સ લાંબા ગાળાના મૂડીભંડાર માટે સ્થિરતા અને ઓછો ખર્ચ પૂરો પાડે છે1:12 PM IST
સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકાના આધારે ગુજરાતમાં આવનારા ટ્યુશન એક્ટમાં ફેડરેશનના સૂચનો અમલમાં મૂકવાનું પ્રથમ પ્રાધાન્ય રહેશે : હેમાંગ રાવલ : કોચિંગ ફેડરેશનના રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે ગુજરાતના હેમાંગ રાવલને જવાબદારી, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનના મહા અધિવેશનમાં શિક્ષણના ક્ષેત્ર વિશે વિશદ્ ચર્ચા 9:31 AM IST
કાલે વિશ્વ કેન્સર દિવસ: GCRI બની દેશનું વિશ્વસનીય કેન્સર સારવાર કેન્દ્ર , 26,810થી વધુ દર્દીઓને નવજીવન મળ્યું, 9140થી વધુ અન્ય રાજ્યોના દર્દીઓએ મેળવી સારવાર : વર્ષ 2025માં 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ, 17,800થી વધુ સર્જરીઓ અને 50,130થી વધુ કીમોથેરાપીઓ GCRIમાં સંપન્ન થઈ : ફક્ત 6 મહિનાઓમાં GCRIમાં 50 રોબોટિક સર્જરીઓ, ગત 3 વર્ષોમાં 40 અત્યાધુનિક HIPEC પ્રોસીજરો : 2021-2025 દરમિયાન અત્યાધુનિક PET-CT સ્કેન પણ 1813થી વધીને 6333 થયા : ઓક્ટોબર 2021થી શરૂ થયેલ ‘નો-કોસ્ટ કેન્સર સ્ક્રીનિંગ OPD’માં અત્યારસુધીમાં 50,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ, 118 કેન્સરના મામલાઓની પ્રારંભિક તબક્કામાં જ ઓળખ થઈ3:41 PM IST
નર્મદામાં રાજકીય ભૂકંપ : ભાજપ-કોંગ્રેસના 1000થી વધુ લોકો AAPમાં જોડાયા : ધારાસભ્ય ચૈતર વસાવા અને દિલ્લીના ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠીની હાજરીમાં ભાજપ-કોંગ્રેસના હજારો લોકો AAPમાં જોડાયા: નર્મદા જિલ્લાના ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા યોજાઈ, ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી હાજરી: મનરેગાનું નામ બદલવાથી સત્ય બદલાતું નથી, કૌભાંડોનો જવાબ જનતા આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપશે - ચૈતર વસાવા10:29 PM IST
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ની અધ્યક્ષતામાં ગુજરાતનું પ્રતિનિધિ મંડળ ગુરુકુળ કુરુક્ષેત્રની મુલાકાતે:પ્રાકૃતિક કૃષિના સફળ પ્રયોગોનું નિદર્શન કર્યું : મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુરુકુળના પ્રાકૃતિક કૃષિ ફાર્મ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ થઈ રહેલી પ્રાકૃતિક ખેતી કોઈ અજાયબીથી ઓછી નથી6:48 PM IST
ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા ભુપેન્દ્રભાઈ પટેલનુ સરપંચોને આહ્વાન : ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે ગુજરાત વિધાનસભા સચિવાલયમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 'ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ : ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓના વિવિધ તાલુકાઓના 260થી વધુ ગામોના સરપંચો સહભાગી થયા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્તવ્યનો મુખ્ય આધાર લઈને આપેલા બજેટમાં ગ્રામ વિકાસ પર વિશેષ ઝોંક આપ્યો છે : ભૂપેન્દ્રભાઈ પટેલ : વડાપ્રધાનના ‘ગ્રામ સચિવાલય’ના મંત્રને સાર્થક કરી ગામડાંને આધુનિક બનાવવાની જવાબદારી સરપંચની : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી3:45 PM IST
નિવૃત થતા ASI ને આણંદ એસપી ગૌરવ જસાણીએ પોતાની એસપી ચેર પર બેસાડી, સામે ઊભા રહ્યા : ગુજરાતના પોલીસ તંત્રમાં વાયરલ બનેલ ઘટનાની વિશેષ વાતો...જેની સામે પણ ન બેસી શકાય તેવા જીલ્લા પોલીસ વડાએ નિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા, પ્રમાણિકતાના ગુણોની અનોખી કદર કરી ઇતિહાસ સર્જ્યો : ૩૩ વર્ષ સુધી પરિવાર કરતા ફરજને પ્રાથમિકતા આપનાર મહમદ યુસુફ ભાવવિભોર બન્યાઃ લોહાણા સમાજના ips ગૌરવ જસાણીનું ગૌરવરૂપ કાર્ય2:29 PM IST
લુપ્ત થવાની કગારે પહોંચેલી જરીકલાને ૧૨૦ વર્ષથી જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર : સ્વદેશી, પરંપરા અને રોજગારીનું જીવંત પ્રતિક બનતી સુરતની GI ટેગ ધરાવતી જરી : સુરતના સગરામપુરાના એક જ પરિવાર દ્વારા પેઢીદર પેઢી સંવર્ધિત થતો પરંપરાગત જરી ઉદ્યોગઃ મોડર્ન ટેક્નોલોજી સાથે પરંપરાનું સંયોજન કરી નવી પેઢી સુધી પહોંચતી જરીકલા ઘરેલુ ઉદ્યોગ થકી ૫૦થી વધુ લોકોને આપે છે રોજગારી1:31 PM IST
વંદે ભારત સાથેની ‘સેલ્ફી' બે મિત્રો માટે ‘મોતની સેલ્ફી' બનીઃ ટ્રેનની ટક્કરથી કમકમાટી ભર્યા મોતઃ બે મિત્રને ઇજા : રાજકોટના ગોંડલ રોડ પર માલધારી ફાટક નજીક કરૂણ ઘટનાઃ દિલ્હીથી આવેલા મિત્રને તેડીને બીજા ત્રણ મિત્રો રૂમ પર જતાં હતાં ત્યારે રસ્તામાં ગ્રુપ સેલ્ફી લેવા ઉભા ને દૂર્ઘટનાનો ભોગ બન્યા : મૃત્યુ પામનાર સંદિપ કોહરી અને સંદિપ પટેલ બંને મુળ યુપીના વતનીઃ પરિવારજનોમાં શોકની કાલીમા2:50 PM IST
યસ બેંકમાં આગ ભભૂકતા મોટી નુકસાની : ઉપર આવેલી બીજી બેંકને બચાવી લેવાઇ : રાજકોટના જીલ્લા પંચાયત-અકિલા ચોકમાં રાતે ઘટનાથી લોકોના ટોળાઃ દોઢ કલાકે આગ કાબુમાં આવી : બ્રાંચ મેનેજર મનિષભાઇ ઉનડકટે કહ્યું-આગથી ૬-પ્રિન્ટર, ૭-કોમ્પ્યુટર, ૧-લેપટોપ, ૨-ટીવી, ૩-સ્કેનર, ૧ ડીવીઆર, ૨-નોટ કાઉન્ટીંગ મશીન, ૨-નોટ સેટીંગ મશીન અને બેંકનો સીલીંગ ફેન, ફર્નિચર બળી ગયાઃ શોર્ટ સરકિટની શક્યતા2:51 PM IST
ગોંડલમાં થયેલી લાખોની ચોરી રાજકોટના રીઢા તસ્કર ભાદાએ કરી'તીઃ સાગ્રીત સન્ની ૩.૫૭ લાખના દાગીના સાથે ઝડપાયો : યુપીના આકાશ ઉર્ફ ભભૂતીનું પણ નામ ખુલ્યું: ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઝાલા અને ટીમની કામગીરીઃ દિપકભાઇ, મનિષભાઇ, ધર્મરાજસિંહની બાતમી ભાદા દુલાની ચોરી, લૂંટ, દારૂ સહિત ૧૩ ગુનામાં સંડોવણી3:56 PM IST
બજેટનો ઉદ્દેશ ‘સબ કા સાથ, સબ કા વિકાસ' ખરા અર્થમાં દેશને વિકસિત ભારત તરફ લઈ જશે : વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પોતાનું નવમુ બજેટ રજૂ કરવા બદલ નાણામંત્રી નિર્મલા સીતારામનને અભિનંદન : સુરત-હજીરા ટેક્સટાઇલ ઉદ્યોગ, મોરબી સીરામીક ઉદ્યોગ, જામનગર-આરોગ્ય તથા બ્રાસ ઉદ્યોગ, ગુજરાતના બંદરોના વિકાસ સહિત બજેટ ગુજરાત માટે ખૂબ લાભદાયી : રાજુભાઇ ધ્રુવ2:49 PM IST
જામનગર રોડ પર રત્નમ્ સ્કાયમાં તાળા તોડયા વગર એઇમ્સના નર્સિંગ ઓફિસરના ઘરમાંથી ૬ લાખની ચોરી! : જાણભેદુની શંકા સાથે યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરીઃ ૨૬મીએ ચંદ્રકુમારી સોલંકી નોકરીએ જઇ પરત આવ્યા ત્યાં સુધીમાં સોનાના દાગીનાની કબાટમાંથી ચોરી થઇ ગઇ : હંસરાજનગરમાં શંકરલાલ ક્રિપલાણીના ઘરમાંથી ૧૦ હજારની ચોરીઃ બહારથી ચોર દરવાજો બંધ કરતાં ગયાઃ પ્ર.નગર પોલીસ દ્વારા તપાસ2:32 PM IST
રાજકોટમાં આજથી જાદુગર મિ. નટવરલાલનો મેજીક શો : રહસ્ય-રોમાંચ-સસ્પેન્સ-થ્રીલરનો અદ્ભુત મેજીક શો : દરરોજ રાત્રે ૯થી ૧૧:૩૦ અને શનિવારે સાંજે ૬થી ૮:૩૦, ૯થી ૧૧:૩૦ બે શો જાદુગર મિ.નટવરલાલ અને તેના પુત્ર રોનક ૪૫થી ૫૦ વર્ષ જુના જાદુને મોર્ડન કલ્ચરમાં રજૂ કરશે : બાળકોથી લઇ મોટેરાઓ પણ આનંદ માણી શકે તેવો શો3:32 PM IST
જંગલેશ્વરના હજારો રહીશોની ઐતિહાસિક જીતઃ હાઈકોર્ટે ડિમોલિશન નોટિસો રદ કરી હજારો પરિવારોના આશરા બચાવ્યા : કોઈ પણ સ્વાર્થ વગર જંગલેશ્વર વિસ્તારના લોકોની વહારે આવ્યા ડો. પુરુષોત્તમ પીપરીયા અને એડવોકેટ રવિ ગોગીયા; રચ્યો નવો ઇતિહાસ અન્યાય સામે ગરીબોની ઢાલ બન્યા પીપરીયા અને ગોગીયાઃ જંગલેશ્વરમાં ઈદ-દિવાળી જેવા માહોલના સાચા શિલ્પી આ સમગ્ર કાનૂની જંગમાં સૌથી ઉમદા પાસું એ રહ્યું છે કે, ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોના બંધારણીય હક્કોની રક્ષા માટે સામાજીક અગ્રણી ડો. પુરુષોત્તમ પીપરીયા અને ખ્યાતનામ એડવોકેટ શ્રી રવિ બી. ગોગીયા કોઈ પણ પ્રકારના આર્થિક સ્વાર્થ વગર, સંપૂર્ણપણે ‘વિનામૂલ્યે' (Free of Cost) કાનૂની સેવા આપી રહ્યા છે. કોર્ટ-કચેરીની અત્યંત જાટિલ અને ખર્ચાળ પ્રક્રિયાઓ વચ્ચે પણ આ મહાનુભાવોએ છેવાડાના માનવી માટે ન્યાયની આશા જીવંત રાખી છે. જંગલેશ્વરના હજારો પરિવારોના માથા પરની છત બચાવવા માટે તેઓ જે રીતે રાત-દિવસ એક કરીને અથાગ મહેનત કરી રહ્યા છે, તે આજના સમયમાં માનવતાનું એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. આ બંને નિઃસ્વાર્થ સેવાભાવી વ્યક્તિત્વોના પ્રયાસોને કારણે જ આજે હજારો લોકોના જીવનમાં ન્યાય અને સુરક્ષાનો વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે.3:34 PM IST
વધારાનો ટેકસ ન નાખતાઃ સામાકાંઠાની ટીપી સ્કીમો ફાઇનલ કરો : મનપાના આવતીકાલે રજુ થનાર બજેટ પહેલા કોંગ્રેસનું વાસ્તવીક બજેટ માટે શાસકોને ર૦ મુદ્દાનું સૂચન સીનીયર સીટીઝનો માટે કોર્પોરેશનની બસોમાં મફત મુસાફરી, સફારી પાર્ક રોડ, નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા, શહેરના ચાર ઝોન કરી દરેકમાં ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ, આજીડેમની સંગ્રહ ક્ષમતા વધારવા સહિતના કામોનો સમાવેશ કરવા માંગ કરતા રાજદિપસિંહ જાડેજા, વશરામભાઇ સાગઠીયા,મકબુલભાઇ દાઉદાણી, કોમલબેન ભારાઇ સહિતના વિપક્ષના આગેવાનો 3:31 PM IST
નરેન્દ્રભાઇની આગેવાનીમાં નાણા મંત્રીએ રજુ કરેલ બજેટ ભારતના સર્વાંગી વિકાસને સુનિヘતિ કરનારૂઃ પૂનમબેન માડમ : ટકાઉ આર્થિક વૃધ્ધિ, ક્ષમતા નિર્માણ અને સબકા સાથ, સબકા વિકાસના ત્રણ કર્તવ્ય સ્તંભો સાથે વિકસિત ભારત તરફ કેન્દ્રિતઃ કર્તવ્ય ભવનની નવ્ય ઉર્જાસભર અંદાજપત્ર, ગરીબ, યુવા, અન્નદાતા, નારીશકિત, જનજાતીય વર્ગ, અનૂસૂચિત જાતિ પ્રત્યે સમર્પિત ભાવ સાથે આર્થિક-સામાજીક સશકિતકરણ પુરૂ પાડશે1:25 PM IST
ગાંધી નિર્વાણ દિને ચોટીલાના ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળમાં મૌનાંજલિ અર્પણ : ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી, શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા અને ઉગ્રસેનસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ11:06 AM IST
કાલથી ફતેપુરમાં પૂ. ભોજલરામ બાપાના મંદીરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : ભુપેન્દ્રભાઇ પટેલ, પૂ. મોરારીબાપુ સહિતનાની અધ્યક્ષતામાં ત્રિદિવસીય ધર્મોત્સવ મંદીરના નિર્માણના મુખ્ય દાતા ગૌભકત સ્વ. વાલજીભાઇ દેવશીભાઇ પરસાણા પરીવાર : જલારામ સેવા શ્રમ ટ્રસ્ટ-જામનગર દ્વારા વિશ્વનો સૌથી મોટો ૧૦ ફુટનો રોટલો સ્થળ પર બનાવી પૂ. ભોજલરામ બાપાને અર્પણ કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપશેઃ ત્રિદિવસીય કાર્યક્રમમાં વિશ્વ વંદનીય સંતો-મહંતો ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશેઃ કાર્યક્રમમાં દેશવિદેશમાં ખ્યાતી પ્રાપ્ત કલાકારો દ્વારા ભજન-સંતવાણીની રમઝટ બોલાવાશે : ત્રિદિવસીય કાર્યક્રમના ભોજન-પ્રસાદના મનોરથી પ.પુ. જલારામ બાપાની જગ્યા(વિરપુર) રહેશેઃ દર્દીનારાયણના લાભાર્થે રકતદાન કેમ્પઃ શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ11:45 AM IST
સાવરકુંડલા : ભરત સોલંકી મહાસાગર પંથકમાં12:23 PM IST
હાડ થીજવતી ઠંડીમાં છબછબીયાં....10:21 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મધ્ય પૂર્વના દેશ ઈરાનમાંથી આર્થિક તબાહી અને મોંઘવારીનો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: એક પ્લેટ સાધારણ ભોજનની કિંમત સાંભળીને જ આખી દુનિયાના લોકોની આંખો પહોળી થઈ ગઈ: ઈરાનમાં બેફામ મોંઘવારીના રાક્ષસ સામે પ્રજા ત્રાહીમામ-ત્રાહીમામ : દેશનું ચલણ ઈરાની રિયાલ ધૂળધાણી થઈ જતાં ખાવાપીવાની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા:અનાજનો એક-એક દાણો મેળવવા તરસતી ગરીબ જનતાની કરૂણ હાલત જોઈને દુનિયાભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા5:17 PM IST
































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

















































































.jpg)
































































































































