News of Monday, 21st October 2024
આપણા મલકના માયાળુ માનવી દિનેશભાઇ ડાંગરનો જન્મદિન

રાજકોટ : શિસ્ત, સેવા અને સહકારનો ત્રિવેણી સંગમ ધરાવતા જાહેર જીવનના જુના અને જાણીતા અગ્રણી શ્રી દિનેશભાઇ ડાંગર માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯પ૧ ના વર્ષની ર૧ ઓકટોબરે થયેલ. આજે પ્રભાવી અને સેવાભાવી જીવનના ૭૪ માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.
શ્રી દિનેશભાઇ ડાંગર દાયકાઓથી વિવિધ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. ભૂતકાળમાં તેઓ રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુજરાત આહીર કેળવણી મંડળના પ્રમુખ, ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમના ચેરમેન વગેરે પદ પર રહી ચૂકયા છે. તેમણે જનસેવા માટે જનકલ્યાણ સમાજ સેવા ટ્રસ્ટ સ્થાયેલ છે.
ચામુંડા ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીની સ્થાપનાનું બીજ તેમણે રોપેલ તે આજે વટવૃક્ષ બની જરૂરિયાતમંદોને શિતળ છાંયા આપે છે. હાલ સક્રિય રાજકારણથી અલિપ્ત થઇ તેમણે લોક સેવા નો યશસ્વી વારસો પોતાના જયેષ્ઠ પુત્ર અશોકભાઇ ડાંગરને (શહેર ભાજપ સહકાર સેલ) સોંપતા તેઓ દીપાવી રહ્યા છે. આકાશમાંથી વરસે પ્રભુનો પ્રસાદ, દિનેશભાઇ પર જન્મદિનની શુભેચ્છાનો વરસાદ....
મો. ૯૯રપ૦ ૯૯૪પ૦ રાજકોટ
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
