News of Tuesday, 22nd October 2024
રાજકોટના મદદનીશ સરકારી વકીલ કમલેશ ડોડીયાનો આજે જન્મદિવસ
જીવનકાળના ૪૯ વર્ષ પુરા કરી ફીફટીમાં પ્રવેશ

રાજકોટ,તા.૨૨: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામના વતની તથા હાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ રાજકોટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે સેેવા આપી રહેલ સંઘના સ્વયંસેવક કમલેશભાઈ ડોડીયાનો આજે જન્મ દિવસ છે. તેઓનો જન્મ તા.૨૨-૧૦-૧૯૭૫ ના રોજ ચુડા ખાતે થયેલ અને તેઓ સફળ જીવનના ૪૯ વર્ષ પૂર્ણ કરી ૫૦ વર્ષમાં પ્રવેશી રહયા છે. તેઓને વડિલો, મિત્રો, શુભેચ્છકો તરફથી શુભકામનાઓ મળી રહેલ છે.
ભા.જ.પ.લીગલ સેલમાં કામગીરી સંભાળેલ તે દરમિયાન હંમેશા સ્વ. અભયભાઈ ભારદ્વાજ તેમજ સર્વે પ્રમુખશ્રીઓ નિતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, સ્વ. ભીખાલાલ વસોયા, કમલેશભાઈ મિરાણી, મુકેશભાઈ દોશી દ્વારા સતત માર્ગદર્શન મળતુ રહયુ છે તેમજ ચુંટણીને લગતી સર્વે કામગીરી દરમિયાન શહેર ભા.જ.૫. અગ્રણી કિરીટભાઈ પાઠક, નિતિનભાઈ ભૂત, માધવભાઈ દવે, નિરજભાઈ પાઠક સાથે કામ કરવાની કમલેશભાઈને ખૂબ સારી તક મળેલ છે. રાજકોટ-૬૯ માં પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા ચુંટણી લડતા ત્યારે વર્ષ ૨૦૧૨ની ચુંટણીમાં કમલેશભાઈએ તે શીટના લીગલ સહ ઈન્ચાર્જ તરીકે અને ત્યારબાદ વર્ષ ૨૦૧૪ માં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પેટા ચુંટણી લડયા તે સમયે પણ કમલેશભાઈએ તે શીટના લીગલના સહ ઈન્ચાર્જ તરીકે કામગીરી સંભાળી ચુકયા છે.
હાલના વર્ષમાં જ પૂર્ણ થયેલ સંસદની ચૂંટણી સમયે સાંસદ શ્રી પરસોતમભાઈ રૂપાલાની ચૂંટણીમાં પણ લીગલ વિભાગની પાર્ટી તરફથી સોંપાયેલ જવાબદારી કમલેશભાઈ ડોડીયાએ સુપેરે નિભાવેલ હતી જે તેમના જીવનની એક શુભ યાદગીરી છે. કમલેશભાઈએ ભૂતકાળમાં રામજાનકી રથયાત્રા, સોમનાથથી અયોધ્યા અડવાણીજીની રથયાત્રા, રામજન્મ ભૂમિ આંદોલનમાં રામશીલા પૂજન, તેમજ ૧૯૯૨ની કાર સેવા સમય દરમિયાન કામગીરી કરેલ તેનો તેઓને હંમેશાના માટે આનંદ રહયો છે અને યાદગીરી રહેલ છે.
આજરોજ શ્રી કમલેશભાઈ ડોડીયાનો જન્મદિવસ હોય તેઓને સાથેના સરકારી વકીલ સર્વે શ્રી આબિદભાઈ શોસન, તરૂણ માથુર, રક્ષિત કલોલા, પ્રશાંત પટેલ, મુકેશભાઈ પીપળીયા વિગેરે દ્વારા શુભેચ્છા તેમના મોબાઈલ નંબરઃ ૯૮૨૫૦ ૫૩૮૩૩ ઉપર થઈ રહેલ છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
