<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભાજપને લોકસભા ચૂંટણીમાં મોટા રાજ્યોમાં નુકસાન થયું છે જ્યાં બેરોજગારી અને મોંઘવારી સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ તરીકે ઉભરી આવતા હવે યુપી, બિહાર, રાજસ્થાન અને ઝારખંડમાં બેરોજગારીનો મુદ્દે સીએમ એક્શન મોડમાં આવ્યા છે અને ભરતીની જાહેરાત પણ કરી દીધી : યુપીમાં 2 લાખ સરકારી જગ્યાઓ ભરવાની સૂચના લોકસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો યુપીથી લાગતા હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથનો ખાલી સરકારી પોસ્ટની માહિતી ભરતી કમિશનને મોકલવા અને તેને ઝડપથી ભરવાનો નિર્દેશ : ચૂંટણી પહેલા જ યુપીમાં 60 હજાર પોલીસ પોસ્ટ માટે ભરતીના પેપર લીક થયા હતા જેથી CMએ પેપર લીક માટે નવો કાયદો લાવવાની પણ જાહેરાત કરી2:05 PM IST

નરેન્દ્રભાઈ મોદી સરકાર 3.0માં આજે 9 જૂને જ શપથ કેમ લઈ રહ્યા છે? જાણો પરિવર્તનના જ્યોતિષીય કારણો : જ્યોતિષીઓના મતે જ્યેષ્ઠ શુક્લ પક્ષની તૃતીયા તિથિ મોટાભાગના શુભ કાર્યો માટે યોગ્ય : મોદીજી ભગવાન શ્રી રામના પ્રખર ઉપાસક છે ભગવાન શ્રી રામનો જન્મ નવમી તિથિના રોજ પુનર્વસુ નક્ષત્રમાં થયો હતો : નક્ષત્રમાં શુભ કાર્ય કરવાથી કામમાં આયુષ્ય અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે : પુનર્વસુ નક્ષત્રમાં શપથ લેવાથી સરકારમાં સ્થિરતા આવશે અને કામકાજ સારી રહેશે : 9મી જૂન રવિવાર એટલે કે સૂર્યની માલિકીનો દિવસ છે જે નેતૃત્વ, શાસન, શક્તિ, દ્રષ્ટિ અને આત્મવિશ્વાસનો શાસક ગ્રહ છે , મોદીજીની કુંડળીમાં સૂર્યની સ્થિતિ તેમના રાજયોગનું સૌથી મોટું કારણ છે1:34 PM IST

દેશમાં વડાપ્રધાનનું કાયમી સરનામું 7 લોક કલ્યાણ માર્ગ છે. વર્ષ 1984માં પહેલીવાર કોઈ વડાપ્રધાન આ ઘરમાં રહેવા ગયા હતા. ત્યારપછી વીપી સિંહની સરકાર દરમિયાન આ જગ્યાને આવનારા વડાપ્રધાનો માટે કાયમી રહેઠાણ બનાવવામાં આવ્યુ 'તુ : આ ઘરની નીચે એક ટનલ છે, જેનો ઉપયોગ નરેન્દ્રભાઈ મોદીએ પહેલીવાર કર્યો હતો : રાજીવ ગાંધી પછી વડાપ્રધાન બનેલા વીપી સિંહે તેમના કાર્યકાળ દરમિયાન 1990માં 7 રેસકોર્સ રોડને વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન બનાવ્યું હતુ : 1, 3, 5, 7 અને 9 નંબરના 5 બંગલા છે. 5 લોક કલ્યાણ માર્ગ એ PM માટે ખાનગી રહેણાંક વિસ્તાર છે અને 7મો બંગલો તેમની ઓફિસ છે. PMની સુરક્ષા માટે તૈનાત SPG જવાનો બંગલા 9માં રહે છે. બંગલો 3 એ વડાપ્રધાનના મહેમાનો માટેનું ગેસ્ટ હાઉસ છે. બંગલા 1 માં હેલિપેડ છે1:43 PM IST

૫૭૦૦ કરોડની સંપત્તિના માલિક, ટીડીપીના સાંસદ, યુ વર્લ્ડના સીઈઓ, ૪૮ વર્ષના ચંદ્રશેખર પેમ્માસાની નરેન્દ્ર ભાઈના મંત્રીમંડળમાં શપથ લઈ રહ્યા છે :૫૭૦૦ કરોડની સંપત્તિના માલિક અને આંધ્ર પ્રદેશની ગુંટુર બેઠક ઉપરથી ચૂંટણી જીતી ગયેલા ચંદ્રાબાબુ નાયડુના તેલુગુ દેશમ પાર્ટી - ટીડીપીના સાંસદ ચંદ્રશેખર પેમ્માસાની નરેન્દ્ર ભાઈના મંત્રીમંડળમાં શપથ લઈ રહ્યા છે. ૨૦૨૪ની ચૂંટણીના તેઓ સૌથી ધનિક સાંસદ છે. ૪૮ વર્ષના પેમ્માસાની યુ વર્લ્ડના સંસ્થાપક અને સીઈઓ છે તથા ટીડીપી એનઆરઆઇ સેલમાં એક્ટિવ છે. તેમણે એમબીબીએસનો અભ્યાસ કર્યો છે અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીની સિનાઈ હોસ્પિટલમાં ફિઝિશ્યન તરીકે પાંચ વર્ષ સેવા આપી છે.5:10 PM IST

પૂર્વ કેબિનેટ મંત્રી અને એનસીપીના નેતા પ્રફુલ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી પદની ઓફરને ફગાવી દીધી: કહ્યું કે અમારા વચ્ચે કોઈ મતભેદો નથી, મંત્રી પદની ઓફર પર એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું છે કે "અમારી વચ્ચે કોઈ મતભેદ નથી, હું કેબિનેટ મંત્રી રહી ચુક્યો છું, હું રાજ્ય મંત્રી પદ સ્વીકારી શકતો નથી, જેની અમને ઓફર થઈ છે. પ્રફુલભાઈએ કહ્યું હતું કે ગઈકાલે રાત્રે અમને કહેવામાં આવ્યું કે અમારી પાર્ટીને સ્વતંત્ર હવાલા સાથેનું રાજ્ય કક્ષાનું મંત્રીપદ મળશે. હું અગાઉ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી હતો, તેથી આ પદ સ્વીકારવું મારા માટે નાલેશીભર્યું હશે. શ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે અમે ભાજપના નેતૃત્વને જાણ કરી દીધી છે અને તેઓએ અમને પહેલાથી જ કહ્યું છે કે થોડા દિવસો રાહ જુઓ, તેઓ ઉપાયાત્મક પગલાં લેશે...''5:46 PM IST

ભારતના લોકો કોંગ્રેસને પાઠ ભણાવશે. કોંગ્રેસે પોતાનું જ્યાં શાસન છે તે કર્ણાટક, તેલંગાણા અને હિમાચલ પ્રદેશમાં ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું છે: દેવગૌડા, ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ આક્રોશ દર્શાવતા કહ્યું હતું કે ભારતના લોકો કોંગ્રેસને મોટો પાઠ ભણાવશે. તેમણે કહ્યું કે "કોંગ્રેસે પોતાનું જ્યાં શાસન છે તે કર્ણાટક, તેલંગાણા અને હિમાચલ પ્રદેશમાં ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું છે. દેવગૌડાએ કહ્યું હતું કે "અન્ય રાજ્યોમાં, સાથી પક્ષોને કારણે કોંગ્રેસે સારો દેખાવ કરેલ છે. પરંતુ આપણે જોવું રહ્યું કે આ સાથી પક્ષો કોંગ્રેસને ક્યાં સુધી સહન કરશે. કોંગ્રેસ બાબતે દેવેગૌડા ખૂબ જ આક્રોશમાં હતા. તેમના પૌત્ર સેક્સ સ્કેન્ડલમાં સપડાયાનું જાણીતું છે."5:21 PM IST

ચૂંટણી હારી ગયા છતાં પંજાબ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બીટ્ટુનો પ્રધાન મંડળમાં સમાવેશ: પંજાબમાં ભાજપને ધમધમતું કરવાની તાકાત ધરાવે છે, કોંગ્રેસના એક સમયના ફાયર બ્રાન્ડ નેતા રવનિતસિંહ બીટ્ટુનો કોંગ્રેસથી અચાનક મોહભંગ થયા પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને ચૂંટણી લડ્યા. જોકે પરાજિત થયા છતાં નરેન્દ્રભાઈ મોદીએ તેમના નવા પ્રધાનમંડળમાં રવનીત સિંહને સામેલ કરી આશ્ચર્ય સર્જ્યું છે. અમિતભાઈ શાહે પંજાબની ચુંટણી રેલી દરમિયાન વચન આપેલ કે ટૂંક સમયમાં બીટ્ટુને મોખરે લઈ જશે, જે પાળવામાં આવ્યું છે. હવે પછી પંજાબમાં નામશેષ ભાજપને ધમધમતું કરવામાં તેમનો મોટો ફાળો રહેશે તેમ મનાય છે.5:02 PM IST

અત્યારની મુખ્ય હેડલાઇન્સ: * આવતીકાલે સાંજે 7.15 વાગ્યે સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે તમામ તૈયારીઓ અપાય રહ્યો છે આખરી ઓપ : આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર સમારોહમાં પડોશી દેશોના ઘણા નેતાઓ હાજરી આપશે. : * કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સર્વસંમતિથી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. : * હવામાન વિભાગે આવતીકાલથી ઉત્તરપશ્ચિમ ભારતમાં હીટવેવની નવી લહેરની આગાહી કરી અને આ સાથે જણાવ્યું કે દેશમાં ચોમાસાની પ્રગતિ સામાન્ય છે. : * UN એ સશસ્ત્ર સંઘર્ષમાં બાળકો સામેના ઉલ્લંઘન અંગેના તેના વાર્ષિક અહેવાલમાં ઇઝરાયેલ અને હમાસનો સમાવેશ કર્યો છે. : * ફ્રેન્ચ ઓપન ટેનિસમાં, ઈગા સ્વીઆતેક એ ફાઇનલમાં ઇટાલીની જાસ્મિન પાઓલિનીને હરાવીને, સતત ત્રીજી વખત વિમેન્સ સિંગલ ટાઇટલ જીત્યું.10:16 AM IST

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં રાજકોટ સિટની ટીમે વિગતો જાહેર કરી : વેલ્ડીંગ કામ વખતે તણખો પડતા લાગેલી આગ પુરતા ફાયર સેફ્ટીના સાધનો કે પાણીની વ્યવસ્થાના અભાવે કાબુમાં ન આવી: ભરપૂર બેદરકારીને લીધે ૨૭ લોકોના મોત થયા:ટીઆરપી ગેમ ઝોનનુ સ્ટ્રકચર ફેબ્રીકેશન તેમજ લોખંડના પતરાનુ બનાવેલ હતું અંદરના વિસ્તારમાં તાપમાન નિયંત્રીત રાખવા પતરાની દિવાલો સાથે ફોમ શીટનો વિપુલ માત્રામાં ઉપયોગ કરાયો હતો: બોલીંગ એરીયા તથા ટ્રેમ્પોલીન પાર્કના કન્ટ્રકશનમાં પ્લાસ્ટીક અને લાકડાનો ખૂબ ઉપયોગ થયેલ હતો: સાગઠીયા અને મકવાણા, જોષી અંદરોઅંદર મળેલા, તેથી ગેરકાયદે ગેમઝોનને દૂર કરવા કાર્યવાહી ન કરી11:37 AM IST