News of Monday, 28th October 2024
એડવોકેટ નોટરી રાજેશ કાછડીયાનો આજે જન્મ દિવસ

રાજકોટઃ એડવોકેટ એન્ડ નોટરી શ્રી રાજેશ બી. કાછડીયાનો જન્મ દિવસ છે, મુળ લોધીકા તાલુકાના દેવળા ગામ તેની જન્મભુમી છે અને કર્મભુમી તરીકે રાજકોટમાં છેલ્લા પંદર વર્ષથી રેવન્યુ ક્ષેત્રે વકીલાત કરે છે ખુબ જ નાની વયમાં પોતાની મહેનતને કારણે વકીલાત ક્ષેત્રમાં ખુબ સારી નામના ધરાવે છે, તેમજ રાજકોટ ખાતે પાટીદાર સમાજમાં ખુબ જ બહોળો ચાહક વર્ગ ધરાવે છે, અને તેમનો મળતીયારો સ્વભાવને કારણે એડવોકેટમાં તથા સમાજમાં ખુબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે, સામાજીક કાર્યમાં છેલ્લા પંદર વર્ષથી લાભુબેન ડાયાભાઈ ઉકાણી ચે૨ીટેબલ ટ્રસ્ટમાં ઉપ-પ્રમુખ તરીકે સેવા આપે છે. શ્રી રાજેશ બી. કાછડીયા એડવોકેટ એન્ડ નોટરીના જન્મદિવસ નિમિતે રાજકોટના સીનીયર, જુનીયર વકીલ મિત્રો અને પાટીદાર આગેવાનો તથા મિત્ર સર્કલમાંથી તેમને જન્મ દિવસની શુભેચ્છા તેમની ઓફીસ ૩૦૯-મ્યુનિસિપલ શોંપીગ સેન્ટર, મવડી ફાયર સ્ટેશનની બાજુમાં, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે તથા તેમનો મા. નં. ૯૪૨૮૮ ૯૩૪૮૮ ઉપર મળી રહી છે
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
