અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સનું ભવ્ય સુનામી મોજું : ઐતિહાસિક વિજય ભણી : કોંગ્રેસના બંને ગૃહો પર જમાવશે કબ્જો : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા મર્યાદિત થવાના એંધાણ : દક્ષિણ કેરોલિના, ટેક્સાસ, કેન્સાસ અને મેઈન જેવા ગઢમાં દાયકાઓ બાદ ડેમોક્રેટ્સનો વિજય : હાઉસમાં ૨૫૫ અને સેનેટમાં ૫૫ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળતાં ટ્રમ્પના એજન્ડા સામે મોટા કાપની શક્યતા (ન્યૂઝફર્સ્ટ)1:48 PM IST
SP પ્રેમસુખ ડેલુના નામે સાયબર ગઠિયાઓએ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું: લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ અને મેસેજ મોકલવાનું શરૂ: લોકોને સાવચેત રહેવા અપીલ : SP પ્રેમસુખ ડેલુએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરતા તેમણે નકલી એકાઉન્ટની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવા નહીં અને તેમાંથી આવતા મેસેજનો કોઈ જવાબ નહીં આપવા ખાસ સૂચના આપી .11:24 PM IST
અંકિતા ભંડારીના માતા-પિતાની દિલ્હી પોલીસે રાજઘાટથી અટકાયત કરી લીધી :યોગિતા ભયાનાએ ઉઠાવ્યા સવાલો. : અંકિતાના માતા-પિતા અને રાજઘાટ પર પ્રાર્થના કરવા આવેલા યોગિતા ભયાનાને દિલ્હી પોલીસના વાહનમાં બળજબરીથી લઈ જવાયા :યોગિતા ભયાના મુજબ પોલીસ વાહને તેમને લગભગ 45 મિનિટ સુધી દિલ્હીની શેરીઓમાં ફેરવ્યા11:07 PM IST
જંતર-મંતર પર વિરોધ સ્થળ બદલવાની કવાયત: વાર્ષિક 1,300 પ્રદર્શનો પણ ક્ષમતા માત્ર 1,500 ની! દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં આપ્યા ચોંકાવનારા આંકડા! : 78 વિદેશી દૂતાવાસો, 99 સરકારી કચેરીઓ અને RML હોસ્પિટલની એમ્બ્યુલન્સ સુવિધાઓ ખોરવાતી હોવાના આધારે જંતર-મંતરને ડિનોટિફાઇ કરવા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ: ગૃહ મંત્રાલયે નવા વૈકલ્પિક સ્થળો માટે સમિતિ રચી9:55 PM IST
ભવિષ્યની ટેકનોલોજી અને ઈલેક્ટ્રિક યુગમાં ભારતનો માસ્ટરસ્ટ્રોક: ₹૨,૮૧૪ કરોડની યોજનાથી ખનિજ ક્ષેત્રે બનશે આત્મનિર્ભર : લિથિયમ અને નિકલ જેવા અતિ મહત્વપૂર્ણ ખનિજોની આયાત પરની નિર્ભરતા ઘટાડવા કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય: પીએમ મોદીએ દેશમાં સ્થાપિત થનારા ચાર હાઇ-ટેક મેગા પ્રોસેસિંગ પ્લાન્ટ્સ અને ૩૦% સુધીની કેપિટલ સબસીડી અંગે ખુશી વ્યક્ત કરી9:53 PM IST
મહારાષ્ટ્રમાં દુષ્કાળપીડિતો માટે આશાનું કિરણ: બોમ્બે હાઈકોર્ટે સરકાર પાસે માંગી તમામ રાહત યોજનાઓની વિગતો : ભૂમિહીન ખેતમજૂરો અને સીમાંત કામદારોને સરકારી સહાયથી વંચિત રાખવા સામે બોમ્બે હાઈકોર્ટ લાલઘૂમ : દિવાળી પછીની સુનાવણીમાં રાહત યોજનાઓના અમલીકરણનો હિસાબ રજૂ કરવા રાજ્ય સરકારને કડક નિર્દેશ9:51 PM IST
ભારતના ફળોની વૈશ્વિક બજારમાં ધમાકેદાર એન્ટ્રી: હિમાચલ પ્રદેશના સિંદૂરી દાડમ અને અરુણાચલ પ્રદેશના કિવિની દુબઈ ખાતે સફળ નિકાસ : દેશના પર્વતીય વિસ્તારોમાં પાકતી ઓર્ગેનિક અને ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળી ખેત પેદાશોને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક પ્રોત્સાહન મળતા કૃષિ નિકાસ બાસ્કેટમાં વૈવિધ્યકરણને મળ્યું મોટું બળ.8:55 PM IST
પંચકુલાની શાળામાં ૬ વર્ષની બાળકી પર હુમલાનો કેસ: જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે ૮ વર્ષના સગીર આરોપીના જામીન મંજૂર કર્યા, સોશિયલ મીડિયા પરથી વીડિયો હટાવવાનો આદેશ : બાળકી હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરી ત્યારે બોર્ડે આરોપી બાળકના પિતાની અરજી સ્વીકારીને કૌટુંબિક કાઉન્સેલિંગ અને પુનર્વસનની શરતે રાહત આપી.8:53 PM IST
ન્યાયાધીશ પર બાહ્ય દબાણનો આક્ષેપ કરવો CJP નેતા રત્ના સિંહને ભારે પડ્યો: દિલ્હી સરકારના વકીલે આપી ફોજદારી અવમાનના કાર્યવાહીની મંજૂરી : સાકેત કોર્ટના મેજિસ્ટ્રેટ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવા બદલ હાઈકોર્ટમાં કેસ ચલાવવાનો રસ્તો થયો સાફ, ન્યાયિક સ્વતંત્રતા પર પ્રહાર ગણાવતા કાયદાકીય પગલાં લેવાયા.8:30 PM IST
અમેરિકી ચૂંટણી પરિણામો અને વિદેશી રોકાણકારોની ભારે લેવાલી વચ્ચે ડૉલર સામે રૂપિયામાં શાનદાર ઉછાળો: ૨૯ પૈસા મજબૂત થઈને ૯૪.૪૬ ના મથાળે બંધ : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ઘટેલા ભાવો અને ડૉલર ઇન્ડેક્સમાં નરમાઈથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં જોવા મળ્યો સકારાત્મક અન્ડરટોન, રોકાણકારોમાં ઉત્સાહ.8:38 PM IST
નાગાલેન્ડની નાની બાળકી દ્વારા મધુર અવાજમાં 'જન ગણ મન'નું ગાન સોશિયલ મીડિયા પર વાયરલ: મંત્રી તેમજેન ઈમના અલોંગની ભાવનાત્મક પ્રતિક્રિયાએ જીત્યા સૌના દિલ : પૂર્વોત્તર ભારતના લોકોની રાષ્ટ્રભક્તિ અને દેશની અખંડિતતાને ઉજાગર કરતા આ સુંદર વીડિયો પર મંત્રીએ સવાલ ઉઠાવતા જણાવ્યું કે ભારતીય હોવા માટે આથી મોટો પુરાવો શું હોઈ શકે.8:25 PM IST
સાઉથ કેરોલિનામાં રિપબ્લિકન્સનો ગઢ ધરાશાયી: ભારત પર 500 ટકા ટેરિફ લાદવાની ધમકી આપનાર દિવંગત સેનેટરના બહેનને કારમી હાર આપતા ડેમોક્રેટ્સની ઐતિહાસિક જીત : વીસ વર્ષમાં પ્રથમ વખત સાઉથ કેરોલિના સેનેટ બેઠક પર ડેમોક્રેટ્સનો વિજય, કેન્સાસ અને ટેક્સાસ જેવા મજબૂત ગઢમાં પણ સત્તા સમીકરણો પલટાઈ જતાં રિપબ્લિકન છાવણીમાં સોપો.8:21 PM IST
અમેરિકાના મિશિગનમાં અબ્દુલ અલ સૈયદની ઐતિહાસિક જીત પર AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન: 'હવે યુપીના અબ્દુલનો વારો' : સોશિયલ મીડિયા પર આક્રમક પ્રતિક્રિયા આપતા ઓવૈસીએ જણાવ્યું કે સંઘીઓ દ્વારા ટોણાના પ્રતીક તરીકે ઉપયોગમાં લેવાતા નામે અમેરિકામાં ડંકો વગાડ્યો છે, મુસ્લિમ સમાજ પોતાની રાજકીય ઓળખ મજબૂત કરે.8:20 PM IST
અબજોપતિ એલોન મસ્કના ૪૭૪ મિલિયન ડૉલરનું પાણી: યુએસ ચૂંટણીમાં રિપબ્લિકનને રેકોર્ડ ફંડ આપવા છતાં ડેમોક્રેટ્સે ટેક્સાસ અને કોંગ્રેસ કબજે કર્યા : વિશ્વના સૌથી ધનિક વ્યક્તિએ કરોડોનું આર્થિક રોકાણ કરવા છતાં ચૂંટણી પરિણામો વિપરીત આવતા ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના ભવિષ્ય સામે ઊભા થયા ગંભીર જોખમો.7:16 PM IST
સોનાની દાણચોરીમાં ૧૫૦૦%નો વધારોઃ સરકારના એક નિર્ણયથી દાણચોરોને જલસો : ઈરાન યુદ્ધ દરમિયાન, સરકારે સોના પરની આયાત ડયુટી ૬% થી વધારીને ૧૫% કરી આના કારણે દેશમાં સોનાની દાણચોરીમાં મોટો વધારો : સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સોનાની દાણચોરીમાં નોંધપાત્ર વધારો થયોઃ કાચા તેલ પછી સોનું દેશમાં સૌથી વધુ આયાત થતી વસ્તુ છેઃ તે મોટા પ્રમાણમાં વિદેશી ચલણનો વપરાશ કરે છે 10:00 AM IST
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ડેની ડેન્ઝોંગપાએ ઉત્તરપૂર્વમાં વિજય માલ્યાની કંપનીને પછાડીને ૪૦ કરોડ રૂપિયાનું વિશાળ બ્રુઅરી સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું? : પ્રસિદ્ધ ખલનાયકે પોતાના વતન સિક્કિમ અને ઉત્તરપૂર્વમાં વ્યવસાય ફેલાવીને સિનેમા જગતથી અલગ એક સફળ ઉદ્યોગસાહસિક તરીકે કેવી રીતે અદ્ભુત ઓળખ બનાવી5:31 PM IST
તેહરાનમાં લાગ્યા વિવાદિત હોર્ડિગ્સઃ ટ્રમ્પને મારી નાખવાની ખુલ્લી ધમકી : યુએસ મિડટર્મ ચૂંટણીઓ વચ્ચે તેહરાનના એંગહેલાબ સ્ક્વેર પર અમેરિકી રાષ્ટ્રપતિ વિરુદ્ધ જાનલેવા હોર્ડિંગ્સ લગાવાતાં ભારે ખળભળાટ : પોસ્ટરોમાં રાષ્ટ્રપતિને જેલના સળિયા પાછળ બતાવી બદલો લેવાની ચેતવણી અપાઈઃ નેતન્યાહુ સહિતના સાથી નેતાઓની તસવીરો પણ મુકાઈ છે10:57 AM IST
શું ટ્રમ્પ ત્રીજી વખત મહાભિયોગનો સામનો કરશે? શું ડેમોક્રેટ્સની જંગી જીતથી તેમનું રાષ્ટ્રપતિપદ ગુમાવશે? : યુએસ મધ્યવર્તી ચૂંટણીના ઐતિહાસિક પરિણામોએ ડેમોક્રેટિક પાર્ટીમાં ખુશી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ચિંતિત વિપક્ષે બંને ગૃહોનો કબજો મેળવ્યો હોવાથી, મહાભિયોગનો ભય મંડરાઈ રહ્યો છેઃ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ટ્રમ્પ ત્રીજી વખત આનો સામનો કરશે, કે પછી તેને હટાવી પણ શકાશે3:47 PM IST
બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરતા કાયદાઓ હવે જરૂરી નથી : સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું : દેશમાં ઘટી રહેલા જન્મ દરને કારણે, બે બાળકોની મર્યાદા કાયદાઓ તેમની સુસંગતતા ગુમાવી ચૂક્યા છે અને ૨૦૦૩ ના નિર્ણય પર પુનર્વિચાર કરવાની જરૂર છેઃ સુપ્રીમ કોર્ટે આ મામલાને મોટી બેન્ચને સોંપ્યો 3:26 PM IST
વૈશ્વિક બ્રોકરેજ ફર્મ નોમુરાએ સોનાના ભાવમાં વધુ ૧૧% ઘટાડો થવાની આગાહી કરી : જો આ આગાહી સાચી સાબિત થાય, તો ભારતમાં ૧૦ ગ્રામ સોનું આશરે રૂ.૧૫,૨૯૦ સસ્તું થઈ શકેઃ જે રૂ.૧.૨૩ લાખના સ્તરે પહોંચી શકે છે : ૨૦૨૬માં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૮%થી વધુનો ઘટાડો થયો છેઃ ૫,૫૦૦ ડોલરના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા પછી, સોનું ૪,૦૦૦ ડોલરથી નીચે આવી ગયું: સતત નફા-બુકિંગ બજાર પર દબાણ લાવી રહ્યું છે10:01 AM IST
ટ્રમ્પ બન્યા હવે ‘પીછા વગરના મોર'11:20 AM IST
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પને મોટો રાજકીય ફટકો : સેનેટમાં ડેમોક્રેટ્સની બહુમતી, પ્રતિનિધિસભા પણ હાથમાંથી સરકવાનો વારો : ‘મારું નામ મતપત્રમાં નહોતું જો હું ચૂંટણી લડતો હોત તો પ્રચંડ બહુમતીથી જીત્યા હોત’: પરિણામો સ્વીકારી ડેમોક્રેટ્સ સાથે કામ કરવા ટ્રમ્પ તૈયાર : ભારતીય મૂળના સુહાસ સુબ્રમણ્યમ ફરી ચૂંટાયા11:21 AM IST
ગુરુગ્રામમાં બાંધકામ પર રોક અને ૫૦ ટકા વર્ક ફ્રોમ હોમ : ઝેરી હવામાં શ્વાસ લેવા લોકો મજબૂર, દિલ્હી અને એનસીઆરમાં હવાની ગુણવત્તા અતિ ગંભીર શ્રેણીમાં પહોંચતાં ગુરુગ્રામ પ્રશાસને ૫ થી ૨૦ નવેમ્બર સુધી બાંધકામ અને તોડફોડ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે : સરકારી તેમજ ખાનગી કચેરીઓમાં ૫૦ ટકા સ્ટાફ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાતઃ પંજાબી બાગ સહિત અનેક સ્થળોએ આંકડો ૪૪૦ ને પાર જતાં નિયમ ભંગ કરનારા સામે કડક કાનૂની કાર્યવાહીના આદેશ 10:34 AM IST
લાહોર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું: AQI 530 પર પહોંચ્યું : પાકિસ્તાનના લાહોરને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યું: શહેરમાં પ્રદૂષણનું સ્તર વિશ્વ આરોગ્ય સંગઠનના નિર્ધારિત ધોરણો કરતા ૨૨ ગણું વધારે : પ્રદૂષણ પાકિસ્તાનમાં લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર કરી રહ્યું છે, જે તમામ ઉંમરના લોકોને અસર કરી રહ્યું છે10:33 AM IST
ઇઝરાયલને ટ્રમ્પનો સૌથી મોટો આંચકો : દર વર્ષની ૪ અબજ ડૉલરની અમેરિકી સહાય બંધ કરવાની જાહેરાત: ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇઝરાયલ હવે સમૃદ્ધ અને શક્તિશાળી દેશ છે, તેને અમેરિકાની અગાઉ જેવી નાણાકીય સહાયની જરૂર નથી : મધ્યસત્ર ચૂંટણી વચ્ચે ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય : નેતન્યાહુ સાથે સહમતી થયાનો દાવો, ૨૦૨૮ સુધીનો કરાર હોવાથી અમલ સામે પ્રશ્નો: જોકે અમેરિકા ઇઝરાયલને શસ્ત્રોનું વેચાણ ચાલુ રાખશે અને જરૂરિયાત ઊભી થાય તો મદદ પણ કરશે9:24 AM IST
રિલાયન્સ - અનિલ અંબાણી ગ્રુપ સામે ઇડી (ED)નો મોટો સપાટો : દાસો ફાલ્કન ૨૦૦૦ અને એમબ્રાયર લીગસી ૬૫૦ વિમાન સહિત વધુ રૂ. ૫૧૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાતાં જપ્તીનો કૂલ આંકડો રૂ. ૨૩,૧૦૦ કરોડે પહોંચ્યો : બેંક ફ્રોડ અને ફેમા હેઠળની તપાસમાં ઈડીનો કડક સકંજો : મહારાષ્ટ્ર અને તામિલનાડુ સ્થિત જમીનો, ઓફીસ, પવનચક્કીઓ તથા બેંક ડિપોઝિટ સીઝ કરાઈ : અત્યાર સુધીમાં ૧૦ આરોપીઓ ગિરફ્તાર9:03 PM IST
સૌરાષ્ટ્ર ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ઘમાસાણ! : પ્રધાન કક્ષાના સૌરાષ્ટ્રના આગેવાનના પરિવારજન સામે ફરિયાદ થયાની ચર્ચાથી રાજકીય ખળભળાટ : એક સમયના ગુરુ-શિષ્ય ગણાતા અને સૌરાષ્ટ્ર રાજકોટના રાજકારણમાં જેવો એક સમયે સર્વે સરવા ગણાતા હતા અને બીજા આગેવાન પ્રધાન કક્ષાના ગણાય છે તેવા આ બે ટોચના નેતાઓ હવે સામસામે! : સોશિયલ મીડિયામાં એકબીજા સામે ખુલ્લેઆમ આક્ષેપ બાજી બાદ પાટનગરમાં થયેલી કથિત ફરિયાદ ઝીરો નંબરથી સૌરાષ્ટ્ર ટ્રાન્સફર થવાના નિર્દેશ9:30 PM IST
મહારાષ્ટ્રમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં શિવસેના યુબીટીની ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.1.5 લાખ સહાયની માંગ : શિવસેના UBTના નેતા આદિત્ય ઠાકરેએ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો:તેમણે કહ્યું-મહારાષ્ટ્રના લગભગ 75 ટકા વિસ્તારમાં દુષ્કાળ જાહેર થયો હોવા છતાં ખેડૂતોને સરકાર તરફથી અપેક્ષિત મદદ મળી રહી નથી.11:37 PM IST
ડેમોક્રેટ્સ મિડટર્મ ચૂંટણી જીતશે તો 'મિસ્ટર વિટો' બનવાની અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચીમકી : કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવતા તમામ પ્રસ્તાવો 'વિટો' કરી ફગાવી દેવાની આપી ચેતવણી : વ્હાઇટ હાઉસ દ્વારા સાંસદોની મંજૂરી વિના શાસન ચલાવવા માટે આગોતરું આયોજન શરૂ : ૨૨મા બંધારણીય સુધારાને કારણે ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડી શકાશે નહીં તેવો પણ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો સ્વીકાર11:28 PM IST
રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે ખુલ્લી ચર્ચા યોજાશે? વિપક્ષ નેતા દ્વારા 'X' પર પબ્લિક પોલ યોજી, ભાજપના વરિષ્ઠ નેતાઓને પીએમને મનાવવા કરાઈ ટિપ્પણી : 'વિદેશી સમર્થન' અને વિપક્ષ પરના આરોપો અંગે રાહુલે ફરી ફેંક્યો જાહેરમાં ડિબેટનો પડકાર : PM નાં 'એકતા દિવસ'ના ભાષણ બાદ વાગ્બાણોથી દેશના રાજકારણમાં નવો ગરમાવો11:40 PM IST
આંધ્ર પ્રદેશના ઓંગોલ નજીક ત્રાટકેલા 'મુરસુ' વાવાઝોડાના કારણે દક્ષિણ આંધ્રપ્રદેશમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી : પલનાડુ સહિતના અનેક જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ અને જળબંબાકાર જેવી સ્થિતિ: ભારે વરસાદના કારણે આસપાસના તળાવો અને જળાશયો ઓવરફ્લો થતા માર્તુર નજીક નેશનલ હાઈવે પર મોટા પ્રમાણમાં પાણી ફરી વળ્યા11:42 PM IST
યુરોપિયન યુનિયન દ્વારા નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન્સ જાહેર : કટોકટીની સ્થિતિમાં ૭૨ કલાક સુધી સ્વયંનિર્ભર રહેવા અને ઈમરજન્સી બેગ તૈયાર રાખવા અપીલ : યુરોપિયન કમિશનર હડજા લહબીબ દ્વારા બ્રસેલ્સ ખાતે સત્તાવાર માર્ગદર્શિકા કરાઈ જાહેર : સાયબર હુમલા, ભૂ-રાજકીય સંઘર્ષો અને કુદરતી આપત્તિઓ સામે નાગરિકોને સજ્જ કરવા પ્રયાસ12:31 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાલુણાવાડા નગરપાલિકામાં પ્રમુખ ડૉ. કીર્તિકુમાર પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની માંગ : પાલિકાના 11 જેટલા સભ્યોએ પ્રમુખ સામે વિશ્વાસ ગુમાવ્યો હોવાનો ઉલ્લેખ કરીને ચીફ ઓફિસરને વોટ્સએપ મારફતે નોટિસ મોકલી:સ્થાનિક રાજકારણમાં ગરમાવો: નોટિસ અંગે તંત્રની કાર્યવાહી અને પ્રમુખની પ્રતિક્રિયા પર સૌની નજર 11:26 PM IST
એકતાનગર ખાતે ‘ભારત પર્વ 2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની ભવ્ય ઉજવણી; પ્રથમ ત્રણ દિવસમાં 25 હજારથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત : પરંપરાગત વાનગીઓના સ્વાદથી લઈને લોકનૃત્યોની મનમોહક પ્રસ્તુતિઓ સુધી, ભારત પર્વ 2026 બની રહ્યું છે ભારતની સાંસ્કૃતિક એકતાનું અનોખું ઉત્સવ સ્થળ:ભારત પર્વ 2026 અને દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને તા. 9 નવેમ્બર, 2026ના સોમવારે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે6:34 PM IST
પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યમાં ૧ લાખ પશુઓને મળશે નજીવા દરે વીમા સુરક્ષા કવચ: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી : માત્ર રૂ. ૨૨૯ ભરીને પશુપાલકો પોતાના પશુ માટે મેળવી શકશે રૂ. ૪૦,૦૦૦ સુધીનું એક વર્ષ માટે વીમા કવચ: પશુ વીમા પ્રીમિયમમાં ૮૫% (રૂ. ૧,૩૦૦) સહાય સરકાર ચૂકવશે: વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારત સરકાર દ્વારા રૂ. ૨૫૦ લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૫ લાખની નાણાકીય જોગવાઈ: આઈ-ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં ૮૭,૧૪૭ પશુઓ માટે અરજીઓ પ્રાપ્ત6:23 PM IST
રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારાની નાણા વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત : ૭મા અને ૬ઠ્ઠા પગારપંચના દરોમાં સુધારો : નાણા વિભાગ દ્વારા ૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ ઠરાવ પ્રસિદ્ધ કરાયા : ૧ જુલાઈ ૨૦૨૬થી લાગુ થનાર વધારા સાથે ૪ માસના એરિયર્સની ચૂકવણી નવેમ્બરના પગાર સાથે એક જ હપ્તામાં કરાશે : વાંચો વિગતવાર5:29 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુજરાત લોકભવન ખાતે ‘એક ભારત - શ્રેષ્ઠ ભારત’ ની ભાવના સાથે વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી : ભાષા, પહેરવેશ અને સંસ્કૃતિ અલગ હોવા છતાં એકતા આપણી સૌથી મોટી શક્તિ છે: આચાર્ય દેવવ્રતજી : સૌ નાગરિકોને વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી4:55 PM IST
ગુજરાત યુથ કોંગ્રેસમાં મોટો ભડકો : દિલ્હીના વિરોધ પ્રદર્શનમાં ગેરહાજર રહેનાર ૪૯ હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા : મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં મોઢું ન બતાવનાર રાજકોટ શહેર - વડોદરા સહિત ૨૪ જિલ્લા પ્રમુખો અને સ્ટેટ સેક્રેટરીઓ સામે હાઈકમાન્ડની લાલઆંખ4:18 PM IST
ઓનલાઇન શોપિંગ ક્રેઝથી સ્થાનિક વેપારીઓને ૪૦%નો ફટકો : યુવા પેઢીની બદલાતી ખરીદીની આદતથી દિવાળીમાં સ્થાનિક બજારની રોનક ઝાંખી થઈ : Gen Zને બજારોની ભીડ નહીં, મોબાઇલની ક્લિક પસંદઃ કપડાં, ફૂટવેર અને ફેશનની વસ્તુઓ માટે યુવાનો ઓનલાઈન પ્લેટફોર્મ પર વધુ નિર્ભર : સોશિયલ મીડિયાના ટ્રેન્ડ, બ્રાન્ડ અને ડિસ્કાઉન્ટની લાલચે પરંપરાગત બજારોની ઘરાકી ઘટાડી9:57 AM IST
સુરત કતારગામના ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી મળેલ માથા વગરનું નગ્ન ધડ કેસમાં પોલીસને સફળતા: માત્ર 30000 રૂપિયાની ઉઘરાણી સાથીએ કાપી નાખ્યું ગળું : પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો:પૈસાની ઉઘરાણીમાં સાથી કારીગરે પત્ની અને પુત્રની મદદથી આ હત્યાકાંડને પાર પાડ્યો:પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી1:24 PM IST
કેફેની આડમાં ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર SMCના દરોડાઃ અનેકની અટકાયત, લાખોનો મુદ્દામાલ જપ્ત : અમદાવાદ અને ગાંધીનગરમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મોટી કાર્યવાહી કરતાં સંચાલકોમાં ફફડાટ : સરખેજ, એલિસબ્રિજ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં દરોડા પાડીને પોલીસે અનેક લોકોની અટકાયત કરીઃ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો10:33 AM IST
કાલે 5 નવેમ્બર આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ : સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર્સે ૭ વર્ષના નેત્રને પગ કપાવવાની તકલીફમાંથી મુક્તિ : કૃત્રિમ પગ(પ્રોસ્થેસિસ)ના સહારે હવે ચાલવા, દોડવા સાથે શાળાએ જઈ શકે છે નડિયાદનો નેત્ર : અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને ગ્રોથ મુજબના અપડેશન તદ્દન વિનામૂલ્યે : અમારી ટીમ દ્વારા યોગ્ય તપાસ, નિદાન અને ચોક્કસ પદ્ધતિથી બાળકનો પગ કાપ્યા વિના ખાસ પ્રોસ્થેસિસ આપીને તેની લિમ્બ ડેફિશિયન્સીની અડચણને દૂર કરાઈ : ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ,ડાયરેક્ટર ડો. પિયુષ મિત્તલ3:52 PM IST
ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટ પ્રભાગના ૫૩૮ જેલ સહાયકોનો દીક્ષાંત પરેડ તથા શપથ સમારોહ યોજાયો: જેલ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે પાઠવ્યા અભિનંદન : જેલ સહાયકોની ૨૦મી બેચમાં ૬૦ મહિલા અને ૪૭૮ પુરુષ સહિત કુલ ૫૩૮ તાલીમાર્થીઓ સફળતાપૂર્વક પાસ આઉટ થયા:આધુનિક સુરક્ષા ઉપકરણો, ઇ-પ્રિઝન અને નવા ફોજદારી કાયદા સહિત વિવિધ વિષયોની તાલીમ અપાઈ: બંદીવાનોને સુધારીને સમાજમાં પુનઃ સ્થાપિત કરવાની જેલ પોલીસની મહત્ત્વની જવાબદારી: ડૉ. કે.એલ.એન. રાવ6:20 PM IST
ગુજરાત કેબિનેટ બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો : પશુ વીમામાં રાહત : રાજ્યના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૩% વધારવાની જાહેરાત : મુખ્યમંત્રી અને સમગ્ર મંત્રીમંડળ દ્વારા રાજ્યના નાગરિકોને આગામી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિયાળબેટ ટાપુ પર ફિશ લેન્ડિંગ સેન્ટરને મંજૂરી : જનજાતિય ગૌરવ સપ્તાહ અને વર્લ્ડ રેકોર્ડ અંગે કેબિનેટમાં કરાઈ સમીક્ષા : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવી વિગતો5:15 PM IST
જીનટેક કોન્ક્લેવ 2026 દ્વારા ગુજરાતના ટેક્નોલોજી-આધારિત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી દિશા અને વેગ મળશે : અર્જુનભાઈ મોઢવાડિયા : વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીના હસ્તે ટેકનોલોજી-આધારિત સ્ટાર્ટ-અપ્સ માટે ગ્રોથ ફંડનું લોન્ચિંગ : સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર દ્વારા'ગુજરાત ઇનોવેશન એન્ડ ટેક્નોપ્રે્યોરશિપ જીનટેક કોન્ક્લેવ ૨૦૨૬'નું ગાંધીનગર ખાતે આયોજન : વડાપ્રધાનના 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત-૨૦૪૭'ના વિઝનમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત યોગદાન આપવાનો ઉદ્દેશ5:12 PM IST
સરકારી આવાસની દુકાનોના સોદામાં મોટું કૌભાંડ : વડોદરામાં બે મહિલાઓ સાથે ૨૩ લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર ભાજપ અગ્રણીના પુત્ર સહિત ત્રણ શખ્સો જેલના સળિયા પાછળ : ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીની ખોટી ઓળખ આપીને નોટરી બાનાખત કરાવ્યા બાદ દસ્તાવેજ ન આપીને રકમ પરત માંગતા ચેક બાઉન્સ કરનાર ઠગ ટોળકી સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ4:39 PM IST
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૭ ની પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાની જાહેરાત : રેગ્યુલર ફી સાથે ૦૪ નવેમ્બરથી ૦૩ ડિસેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ : ધોરણ-૧૦, ધોરણ-૧૨ (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ) સહિતના તમામ નિયમિત અને રિપીટર વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઇન આવેદનપત્ર ભરવાનું રહેશે : બોર્ડ દ્વારા સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ કરવા કરાઈ તાકીદ3:55 PM IST
દિવાળીની ભેટ સ્વીકારતા પહેલાં સાવધાન! ACBની લાંચિયા બાબુઓ પર બાજનજર : દિવાળી આવતા જ સરકારી બાબુઓની ઓફિસમાં જાણે કે, ભેટનો વરસાદ થતો હોય તેમ એક પછી એક લોકો ભેટ લઇને આવતા હોય છે : સરકારી બાબુઓ ભેટનાં બદલે કિંમતી વસ્તુઓ કે ટુર પેકેજ જેવા પ્રલોભનો પણ મેળવતાં હોય છેઃ ખાનગી રાહે એસીબીની સરકારી ઓફિસમાં નજર1:08 PM IST
રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળી ભેટ: સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA) માં 3 ટકા વધારાને મંજૂરી : રાજ્ય સરકારના વર્ગ 1 થી લઈને વર્ગ 4 ના કર્મચારીઓ તેમજ પેન્શનરોને સીધો આર્થિક લાભ મળશે. મોંઘવારીના સમયમાં કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો થતાં તેમના ખિસ્સા પરનો બોજ હળવો થશે.12:55 PM IST
અમદાવાદ પોલિસ કમિશનરના સાવચેતી સૂત્રો ગુજરાતભરના લોકોએ ખાસ અમલમાં મુકવા જેવા છે : વર્ષો પછી પોલિસ પ્રજાની ખરા અર્થમાં મિત્ર હોવાનો અહેસાસ થયોઃ અને cp ની પ્રજાલક્ષી નીતિ પર આફ્રિન વેપારી દ્રારા ૫૧ લાખ પોલિસ ફંડમાં જાહેર : જવેલરી બજાર, આંગણીયા પેઢી, બેંકોની વિઝીટ, રસ્તા, પેટા રસ્તા, cctv ચકાસણી, પોલીસ નંબરોના પેમ્પલેટ વિતરણ, ક્રાઇમ બ્રાન્ચના અનુભવીને જવાબદારીઓ સોંપાઈ : ફરવા જાવ ત્યારે લોકેશન શેર ન કરો, કોઈ PI બની કે It અફસર તરીકે આવે તો રસ્તામાં બેગ જોખમી બેગ ન ખોલતાઃ અનુપમસિંહ ગેહલોત2:04 PM IST
દિવાળીમાં આગના જોખમ સામે ફાયર વિભાગનો એક્શન પ્લાનઃ શહેરમાં ૮ સ્થળે હંગામી ફાયર સ્ટેશન બનાવાશે : રેસકોર્સ, નાના મવા, ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં ત્રણ દિવસ ફાયર ટીમો તૈનાત રહેશેઃ ગત વર્ષે ૬૦૦ ફટાકડા સ્ટોલ સામે આ વર્ષે માત્ર ૩૭૩ અરજીઃ ૨૯૯ને મંજૂરી, ૬૭ પેન્ડિંગ અને ૭ અરજી નામંજુર3:34 PM IST
પહેલા મેસેજ કર્યો, પછી વિડીયો કોલ કર્યો, પછી એપીકે ફાઇલ મોકલી ૫.૨૮ લાખ ખાતામાંથી ગપચાવી લીધા : રેસકોર્ષ રીંગરોડ ક્રિસેન્ટ એપાર્ટમેન્ટમાં રહેતાં સિનીયર સીટીઝન સાથે બેંકના નામે સાયબર ફ્રોડ બેંક ઓફ બરોડાના કર્મચારીના નામે ફોન કરી ક્રેડીટ કાર્ડ માટે પ્રોસેસ કરી આપવાના બહાને ફ્રોડઃ અકબરઅલી ભારમલની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પીઆઇ એમ. ડી. ગઢવીએ તપાસ હાથ ધરી2:12 PM IST
૬૦ હજાર રૂપિયાની ઉઘરાણી મામલે ત્રણ ભાણેજે સગા મામા ચીનાભાઇ જાડેજાની હત્યા કરી નાંખી : રાજકોટના કુબલીયાપરાનો બનાવઃ છરીનો એક જ ઘા જીવલેણ નીવડયો : શાકભાજી વેંચી ગુજરાન ચલાવતાં પ્રોૈઢે સાત મહિના પહેલા સારવાર માટે ભાણેજ પાસેથી પૈસા લીધા હતાં: તે પાછા ન આપી શકતાં પરમ દિવસે છરી ઝીંકાઇ હતીઃ થોરાળા પીઆઇ એસ. પી. સોઢા અને ટીમે પોલીસે ત્રણ આરોપીઓ કમલેશ ઉર્ફે યોગો પરમાર, અમિત ઉર્ફે હોજરી અને વિજય પરમારને દબોચી લીધા2:08 PM IST
વય કે સાધનની નહીં, અતુટ મનોબળની જરૂરઃ રાજકોટના ૬૫ વર્ષના ‘યુવા'એ એક્ટિવા પર એકલા ૧૭ દિવસમાં સર કર્યો લેહ-લદાખનો દુર્ગમ પ્રવાસ : ઉંમર તો માત્ર એક આંકડો છે, જો જીવનમાં સાહસ, ધગશ અને લોખંડી મનોબળ હોય તો હિમાલયના શિખરો પણ ઝૂકી જાય! : પ્રવાસી રમેશભાઇ સભાયા-કહે છે-મારા આ પ્રવાસને ઘણાએ પાગલપણું ગણાવ્યું: બે વર્ષથી મિત્રોને પુછતો હતો પણ કોઇ તૈયાર થતું નહોતું અંતે એકલો નીકળી પડયોઃ રોજના ૬૦૦થી ૭૦૦ કિ.મી. અંતર કાપતોઃ રાતે રોકાણ કરી લેવાનું: જીવનના એક એવા અનુભવનું ભાથું બાંધ્યું છે જેનું શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી! : બૂલંદ હોય ઇરાદા તો મુશ્કેલ કોઇ કામ નથી હોતું, હોય જો હૈયે હામ તો મુશ્કેલ કોઇ સફર નથી હોતી : રાજકોટથી લેહ-લદાખ અને ફરી રાજકોટ સુધીનો ટોટલ ૫૫૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો 2:46 PM IST
શારીરિક મર્યાદાઓને મ્હાત આપનાર રાજકોટના તેજસ્વી યુવાન સ્મિત ચાંગેલાની પ્રેરણાદાયી સફર : 'નોઝ ટિપ'થી ટાઈપિંગ કરી મેળવ્યો ગોલ્ડ મેડલ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાઠવવામાં આવ્યા પ્રશંસનીય અભિનંદન : હાથ-પગ અશક્ત હોવા છતાં ધોરણ-૧૦ અને ૧૨માં ડંકો વગાડનાર સ્મિતને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળ્યો પ્રોત્સાહન પત્ર : કલેક્ટર બની દિવ્યાંગોની સેવા કરવાનું છે અડગ લક્ષ્ય9:44 PM IST
રાજકોટ શહેર-જીલ્લામાં ૧૦ જાન્યુઆરીથી વસ્તી ગણતરીનો બીજો તબક્કો : ૧૭ ચાર્જ ઓફીસરો, ર૯૦ર ગણતરીદારો અને ૪૮૬ સૂપરવાઈઝરોના ગણતરી કામ માટે નીકળેલા ઓર્ડરો : ૧૧ તાલુકા મામલતદાર અને ૬ ચીફ ઓફીસરને જવાબદારી કુલ ૩૪૯૯ બ્લોક તૈયાર કરાયા : ૧૦ થી ર૪ જાન્યુઆરી સ્વગણતરીઃ રપ જાન્યુઆરીથી ર૮ ફેબ્રુઆરી સુધી ઘરે-ઘરે જઇને વસ્તી ગણતરી હાથ ધરાશે2:53 PM IST
૮થી ૧૪ નવેમ્બર સુધી સદ્ગુરુદેવ ભગવાનશ્રીનો ભવ્ય જન્મજયંતિ મહોત્સવ : શ્રી સદ્ગુરુ સદન ટ્રસ્ટ અને પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા દીપાવલીથી લાભ પાંચમ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તા. ૧૩મીએ પૂજ્ય ગુરુદેવની જન્મજયંતિ નિમિત્તે લઘુરામયજ્ઞ, ષોડશોપચાર પૂજન, ભક્તિસંગીત, ચરણપાદુકા દર્શન, વિનામૂલ્યે સુપર મેગા નેત્રયજ્ઞ અને છોલે-પૂરી તથા ડ્રાયફ્રૂટ લચકાનો મહાપ્રસાદઃ તા. ૧૪મીએ અન્નકૂટ દર્શન3:40 PM IST
હરિદ્વારમાં ગંગા મૈયાના પાવન સાનિધ્યમાં સદ્દગુરૂ જીવરાજબાપુની ભવ્ય તર્પણવિધિ સંપન્ન : સર્વપિતૃ અમાસના પવિત્ર પર્વે સંતો-મહંતો અને વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં ધાર્મિક અનુષ્ઠાન : સાધુ-સંતોને ભેટપૂજા, ફળ વિતરણ અને બ્રહ્મભોજન સાથે મહાપ્રસાદનું આયોજન સતાધારના પૂર્વ મહંત પૂજ્ય જીવરાજબાપુની સમાધિને ૬ વર્ષ પૂર્ણ થતાં આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ શાષાોક્ત વિધિથી ગુરૂતર્પણ કર્યું : મુંડન અને પંચકેશ ઉતારી જલાંજલિ અર્પણ3:21 PM IST
જાણીતા યાત્રાધામ ચોટીલા મંદિરમાં દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર: પૂનમ દિવસે વિશેષ વ્યવસ્થા : દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી 8 થી 14 નવેમ્બર સુધી પગથિયાના ગેટ સવારે 3:30 કલાકે ખુલશે અને ચામુંડા માતાજીની મંગળા આરતી 4 વાગ્યે થશે. 15 થી 23 નવેમ્બર સુધી ગેટ સવારે 4:30 વાગ્યે ખુલશે અને આરતી 5 વાગ્યે યોજાશે 11:28 PM IST
પ્રોહીબિશનની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ પાસા : કલેકટર કચ્છ-ભુજ દ્વારા પાસા વોરંટ ઈસ્યુ કરતા કુલ ૩ ઈસમોની પાસા તળે અટકાયત કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ : પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ ગાંધીધામની સૂચનાથી જિલ્લામાં પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો પર રોક લગાવવા કડક કાર્યવાહી 9:13 AM IST
જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના અધિકારીઓ પર હુમલાની ઘટના બાદ કડક કાર્યવાહી : રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત : દબાણકારો સામે લાલ આંખ : ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે હેતુથી એસ્ટેટ શાખા દ્વારા દીપક ટોકીઝથી સુભાષ માર્કેટ તેમજ બર્ધન ચોકથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં સઘન દબાણ હટાવ કામગીરી 11:54 AM IST
સહજ દર્શન12:16 PM IST
જુનાગઢમાં રોડ ક્રોસ કરતા વૃધ્ધાનું બાઈક હડફેટે મોત 10:44 AM IST
પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતન- શ્રીહરિ મંદિરમાં ‘પૂ.ભાઇશ્રી'ની ઉપસ્થિતિમાં દીપાવલી પર્વ ઉજવાશે : વિશ્વવિખ્યાત કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં અનેકવિધ મનોરથ અને ભક્તિમય દીપદાનઃ શુક્રવારે સાંજે શ્રી લક્ષ્મી પૂજન સાથે દીપાવલી પર્વનો પ્રારંભઃ શ્રી હરિમંદિરમા દેવી દેવતાઓના દિવ્ય વિશેષ શળંગાર દર્શન 1:10 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઓકલૅન્ડમાં રાષ્ટ્રગીત વખતે વિરાટ કોહલીનો દેશભક્તિ દર્શાવતો ક્લોઝ-અપ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: કિવિ બોલર્સની ખબર લઈને રચ્યો નવો ઇતિહાસ : મેચ અગાઉ રાષ્ટ્રગીત દરમિયાન વિરાટની દેશભાવના જોઈને ચાહકો થયા મંત્રમુગ્ધ, ન્યૂઝીલૅન્ડ સામે શાનદાર અર્ધશતાંક ફટકારીને વન-ડે ક્રિકેટમાં નોંધાવ્યા અનેક રેકોર્ડ્સ.8:02 PM IST





























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી































































































































































































