News of Tuesday, 29th October 2024
ગાયત્રી શકિતપીઠ વાંકાનેરના અશ્વિનભાઇ રાવલનો આજે જન્મદિવસ

વાંકાનેર તા. ર૯ :.. વાંકાનેર ખાતે આવેલ ગાયત્રી શકિતપીઠના અશ્વિનભાઇ રાવલનો આજે જન્મ દિવસ છે. તેઓનો ૭૪ માં વર્ષમાં પ્રવેશ થયો છે.
વર્ષોથી ગાયત્રી શકિતપીઠ ખાતે સેવા કરી ને પોતાનું જીવન સેવામય બનાવ્યું છે. છેલ્લા ૪૦ વર્ષથી ગાયત્રી શકિતપીઠ વાંકાનેર ખાતે સેવા આપી રહ્યા છે.
હાલમાં ગાયત્રી શકિતપીઠ વાંકાનેર ખાતે સ્કુલ, ભોજનાલય, ગૌશાળા, દિવ્યાંગ બાળકોની સ્કુલ, શિવણ કલાસ, કોમ્પ્યુટર કલાસ, એમ્બ્યુલન્સ સેવા, અંતિમવાહિની સેવા, જેવી અનેક સેવા ચલાવી રહ્યા છે. (મો. નં. ૯૮રપ૧ર૦૯૭૮)
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
