અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી ગંભીર અને આકરી ચેતવણી - "મારી હત્યા કરવાનો પ્રયાસ કરાશે તો ઈરાનનો સંપૂર્ણ નાશ કરી દેવાશે" : ૧,૦૦૦ મિસાઇલો લોક અને લોડ કરીને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના નિશાના પર રખાઈ : પોતાની સંભવિત હત્યાના બદલાને ઈરાનના રાષ્ટ્રીય અસ્તિત્વ સાથે જોડીને ટ્રમ્પે ઊભો કર્યો અભૂતપૂર્વ વ્યૂહાત્મક સૈન્ય પ્રતિકાર10:01 AM IST
ગુજરાતમાં હવે લોકોની વસ્તી કરતાં ફોન કનેકશનની સંખ્યામાં વધી ગઈ : ટેલિકોમ ઓપરેટરોએ મે મહિનામાં ૪.૦૬ લાખ નવા ગ્રાહકો ઉમેર્યા હતા, જેના કારણે રાજ્યની ટેલી-ડેન્સિટી લગભગ પાંચ વર્ષમાં પ્રથમ વખત ૧૦૦ ટકાના આંકડાને પાર કરી ગઈ : નવા ઉમેરા સાથે ગુજરાતનો કુલ ટેલિકોમ સબ્સ્ક્રાઇબર બેઝ ૭.૨ કરોડે પહોંચી ગયો છેઃ રિલાયન્સ જિયો આશરે ૩.૩૩ કરોડ ગ્રાહકો સાથે રાજ્યની સૌથી મોટી ટેલિકોમ પ્રદાતા કંપની9:50 AM IST
સાયપ્રસના કન્ટેનર જહાજ પર ઈરાની હુમલા બાદ અમેરિકાના ઈરાન ઉપર પ્રચંડ હવાઈ હુમલા : બંદર અબ્બાસ અને સિરિકમાં ધડાકા: તણાવ સાથે યુદ્ધનો ખતરો ફરી ભારે વધ્યો : ઈરાન દ્વારા હોર્મુઝ જળમાર્ગ ફરી અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાતા વિશ્વના તેલ અને ગેસ પુરવઠા પર ગંભીર સંકટ : વૈશ્વિક બજારોમાં ચિંતા અને ભાવવધારાનો ભય પણ વધ્યો8:43 AM IST
કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર : બે લોકોનાં મોત અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થતાં શહેરમાં ભયનો માહોલ : પોલીસે વિસ્તાર સીલ કરી દીધો : સાલ્સા ઓન સેન્ટ ક્લેર ઉત્સવમાં રવિવારે રાત્રે ફાયરિંગ : હુમલાખોર ફરાર હોવાથી ટોરોન્ટો પોલીસે સક્રિય શૂટર એલર્ટ જાહેર કરી શોધખોળ તેજ કરી : નાગરિકોને સાવચેત રહેવા અપીલ8:48 AM IST
બ્રિટનમાં વસતા સનાતન સમુદાય માટે ગૌરવપૂર્ણ ઐતિહાસિક સિદ્ધિ : અનુપમ મિશન દ્વારા ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામ્યું યુરોપનું પ્રથમ વિશેષ હિંદુ ક્રિમેટોરિયમ : પાંચ દાયકા લાંબા સંઘર્ષ અને કાનૂની લડત બાદ બકિંગહામશાયર ખાતે ‘ઓમ ક્રિમેટોરિયમ’ તૈયાર કરાયું : આગામી ૧૫ જુલાઈથી ૨૦ જુલાઈ દરમિયાન પૂજ્ય સંતોના હસ્તે ભવ્ય લોકાર્પણનું આયોજન12:21 AM IST
અટલાન્ટાની ગુજરાતી સંસ્થાઓમાં અધિમાસ અને શ્રાવણ માસ દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનો આધ્યાત્મિક મહોત્સવ : દરરોજ એક હજારથી વધુ ભક્તો લઈ રહ્યા છે કથાશ્રવણનો દિવ્ય લાભ : જુઓ વિડીયો : પૂજ્ય યાદુનાથ મહોદયજીના મુખારવિંદથી ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટા ખાતે ભવ્ય આયોજન : અટલાન્ટા વિસ્તારમાં જૂનથી જુલાઈ દરમિયાન યોજાયેલી આ ચોથી ભાગવત કથાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું12:18 AM IST
ભારતમાં પ્રથમ વખત અત્યંત ઘાતક 'પેરટ બોર્નાવાયરસ ૪' (PaBV-4) નો કેસ નોંધાયો : પાલતુ પક્ષીઓ અને વન્યજીવ સંરક્ષણ માટે ગંભીર ચિંતા ઊભી થઈ : પોપટ પ્રજાતિના પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતા આ વાયરસના કારણે વૈજ્ઞાનિકો એલર્ટ : ન્યુરોલોજીકલ અને પાચનતંત્ર પર હુમલો કરતી બીમારી ફેલાવતા વાયરસના પગલે દેશમાં બાયોસિક્યોરિટી અને દેખરેખ વધારવા સંશોધકોની ચેતવણી11:40 PM IST
હૈદરાબાદ બનશે દેશના ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર સેક્ટરનું નવા ગ્રોથ એન્જિન: ભારતને વૈશ્વિક હબ બનાવવાની દિશામાં કેન્દ્રની મોટી તૈયારીઓ : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે હૈદરાબાદના ઉદ્યોગ જગત સાથેની બેઠકમાં વ્યક્ત કર્યો વિશ્વાસ; આધુનિક ટેકનોલોજી અને ચિપ નિર્માણમાં તેલંગાણાની રાજધાની દેશની અર્થવ્યવસ્થામાં મુખ્ય ભૂમિકા ભજવશે10:45 PM IST
બેંકિંગ સિસ્ટમમાં રહેલી વધારાની રોકડ ખેંચવા RBI સક્રિય: એક જ દિવસમાં ₹1.10 લાખ કરોડની તરલતા શોષી લેવાઈ : દેશની આર્થિક સ્થિરતા જાળવવા અને ફુગાવા પર અંકુશ મેળવવાના પ્રયાસરૂપે રિઝર્વ બેંકનું મોટું પગલું: સિસ્ટમમાં અતિશય પ્રવાહિતા ઘટાડવા માટે ‘રિવર્સ રેપો’ અને અન્ય માધ્યમો દ્વારા કરાયેલી કામગીરીની બજારમાં ચર્ચા10:29 PM IST
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓ પર કાળનો પંજો: બોટ પલટી જતાં ૧૫ ભારતીયોના મોત; વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું ઘેરૂં દુઃખ, દૂતાવાસ યુદ્ધના ધોરણે મદદમાં! : ફુ ક્વોક ટાપુ નજીક ૩૬ લોકો સવાર હોડી દરિયાના મોજાંમાં સમાઈ; ૨૧ લોકોનો આબાદ બચાવ, પીએમ મોદીએ ખાતરી આપી - 'અમારું દૂતાવાસ પીડિત પરિવારો સાથે ખડેપગે'10:17 PM IST
દેશભરમાં ચોમાસાના આગમન બાદ અચાનક મેઘરાજાએ વિરામ લેતા ખેતી અને જનજીવન પર આફત: સેટેલાઇટ તસવીરોમાં 80 ટકા ભારતના આકાશમાંથી વાદળો ગાયબ : દૂરના પ્રશાંત મહાસાગરમાં સક્રિય વાવાઝોડાએ ભારત તરફ આવતા વરસાદી ભેજને ખેંચી લેતા મોન્સૂન ટ્રફ નબળી પડી: જુલાઈમાં સામાન્ય કરતાં ઓછા વરસાદ અને અસહ્ય ઉકળાટની આશંકા9:59 PM IST
બાંગ્લાદેશમાં શેખ હસીનાનું આગમન થશે તો ફાંસીની સજા નિશ્ચિત: નેશનલ સિટીઝન પાર્ટીની આકરી ચેતવણી : અવધૂત પૂર્વ વડાપ્રધાનના ડિસેમ્બરમાં સ્વદેશ પરત ફરવાના એલાન બાદ રાજકીય ગરમાવો: વિરોધ પક્ષના ચીફ વ્હિપ નહિદ ઇસ્લામે કહ્યું, 'દેશના 16 વર્ષના વિનાશનો હિસાબ ચૂકવવાનો સમય આવી ગયો છે, તે પાછા ફરે એટલે સજાનો અમલ થાય'9:58 PM IST
જાપાનમાં બોક્સ ઓફિસ પર રણબીર કપૂર સામે 'ધૂરંધર' થઈ ઢેર: ₹૩૦૦૦ કરોડની કમાણી કરનારી ફિલ્મ જોવા માટે જાપાનીઓ ન આવ્યા! : ભારતીય સિનેમાના ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવનારી આદિત્ય ધારની જાસૂસી ફિલ્મને જાપાનમાં મળ્યો જોરદાર ફટકો : રણબીર સિંહ સ્ટારર આ ફિલ્મે ટિકિટ બારી પર પહેલા જ દિવસે ઘૂંટણ ટેકવી દીધા9:58 PM IST
કોર્પોરેટ ગુલામીમાંથી મુક્તિ: ન્યુઝીલેન્ડની અનોખી ઓફિસ સંસ્કૃતિ જોઈ ભારતીય મહિલા દંગ; 'મોડે સુધી કામ કરશો તો નોકરીમાંથી કાઢી મુકાશે!' : ભારત અને ન્યુઝીલેન્ડના વર્ક કલ્ચરની સરખામણી કરતો ભારતીય યુવતી યામિકા ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ; વીકએન્ડમાં કામનું કોઈ ટેન્શન નહીં, મેનેજરે આપી ૪૦ કલાકની સખત ચેતવણી9:55 PM IST
સંગીત જગતનું એક સુવર્ણ પ્રકરણ અસ્ત થયું: ભારતીય સંગીતની 'કોકિલકંઠી' એસ. જાનકીનું ૮૮ વર્ષની વયે નિધન; ૪૮,૦૦૦ ગીતોનો જાદુઈ અવાજ હંમેશ માટે શાંત થયો! : ૬ દાયકા સુધી લાખો હૃદયો પર રાજ કરનારી પીઢ પ્લેબેક સિંગરનો મૈસુરમાં અંતિમ શ્વાસ; દક્ષિણ ભારતીય સિનેમા અને ભારતીય સંગીત પ્રેમીઓમાં શોકની લહેર, પૌત્રીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણીશીલ વિદાય10:06 PM IST
ટીમ ઇન્ડિયામાં મોટા ફેરબદલના સંકેત: મુખ્ય કોચ ગૌતમ ગંભીરના ખાસ સહયોગીની થઈ શકે છે રજા; ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ! : આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસમાં શરમજનક પરાજય બાદ લેવાયો મોટો નિર્ણય; કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાનીમાં સતત ૬ મેચોમાં હાર બાદ સપોર્ટ સ્ટાફમાં મોટો ગંજીપો ચીપાશે, આઇપીએલ ફ્રેન્ચાઇઝી સાથે મંત્રણા શરૂ9:50 PM IST
વિયેતનામમાં પ્રવાસી બોટ પલટી જતાં ભયાનક હોનારત: બે મહિલાઓ સહિત ૧૫ ભારતીય પ્રવાસીઓના કરુણ મોત; દૂતાવાસે જારી કરી મૃતકોની યાદી! : ફુ ક્વોક ટાપુ નજીક ૩૬ મુસાફરોથી ભરેલી બોટ મધ્ય દરિયે ડૂબી; ૨૧ ઘાયલો હોસ્પિટલમાં દાખલ, બેની હાલત અત્યંત નાજુક; મૃતકોમાં સૌથી વધુ ૧૦ લોકો તમિલનાડુના, પીએમ મોદીએ વ્યક્ત કર્યું ઘેરૂં દુઃખ9:47 PM IST
કૌટુંબિક વિખવાદની અનોખી કહાની: ૧૯ વર્ષના ચીની વિદ્યાર્થીએ ૨૮ કરોડની આખી મિલકત માતા-પિતાને બદલે બાળપણના મિત્રના નામે કરી; વસિયતનામું જોઈ દુનિયા દંગ! : માતા-પિતાના છૂટાછેડા અને એકલતાથી કંટાળેલા લી નામના યુવાને લીધો ચોંકાવનારો નિર્ણય; ખતરનાક એડવેન્ચર સ્પોર્ટ્સના શોખીન વિદ્યાર્થીએ શાંઘાઈ વિલ સેન્ટરમાં કાયદેસર રીતે મિત્રને બનાવ્યો એકમાત્ર વારસદાર9:54 PM IST
વૈશ્વિક બેંકિંગમાં નવો નિયમનકારી વળાંક: બ્રિટને ગુગલ, માઇક્રોસોફ્ટ અને ઓરેકલ જેવી ક્લાઉડ કંપનીઓ પર કસ્યો ગાળિયો; ભારત માટે પણ ચેતવણીની ઘંટડી! : હવે માત્ર બેંકો જ નહીં, પાવરફુલ ક્લાઉડ પ્રોવાઇડર્સ પણ સીધા ફાઇનાન્સિયલ ઓથોરિટીના અંકુશ હેઠળ આવશે; એક સાયબર એટેક કે આઉટેજ આખી નાણાકીય સિસ્ટમ ઠપ્પ કરી શકે તેવી આશંકા વચ્ચે યુકેનો ઐતિહાસિક નિર્ણય9:42 PM IST
આકાશી યુદ્ધના ગ્લોબલ રેન્કિંગમાં ભારતનો ડંકો: ડ્રેગનને પછાડીને ભારતીય વાયુસેના વિશ્વમાં ત્રીજા ક્રમે; જાણો નંબર-૧ અને ૨ પર કોણ? : WDMMA ૨૦૨૬ના ગ્લોબલ રેટિંગમાં પાંચમી વખત ચીનને ધૂળ ચટાવતી ભારતીય વાયુસેના; સુપરપાવર અમેરિકા અને રશિયા બાદ ભારતની એરફોર્સ સૌથી તાકાતવર, કાફલામાં સામેલ છે ૧,૭૧૬ યુદ્ધવિમાનો9:40 PM IST
મધ્યપ્રદેશમાં રાજકીય ભૂકંપ: દતિયા પેટાચૂંટણીમાં પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની ટિકિટ કપાતા જ ભભૂક્યો સમર્થકોનો આક્રોશ; હિંસક પ્રદર્શન બાદ કલમ ૧૬૩ લાગુ! : "તેઓ આપણા પોતાના છે, સમજાવશું તો માની જશે"– ટિકિટ કપાવા છતાં નરોત્તમ મિશ્રાનો સંયમ; હજારો સમર્થકોએ ગ્વાલિયર-ઝાંસી હાઇવે ચક્કાજામ કર્યો, ભાજપ કાર્યાલય છાવણીમાં ફેરવાયું9:30 PM IST
આસ્થા પર આઘાત: અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના મહાકૌભાંડનો પર્દાફાશ; ₹૨,૦૦૦ થી શરૂ થયેલી ચોરી રોજ ₹૩ લાખ સુધી પહોંચી ગઈ! : પોલીસ રિમાન્ડમાં આરોપીઓએ ખોલ્યા ચોંકાવનારા રહસ્યો: મોજા અને ખિસ્સામાં છુપાવીને બહાર લઈ જવાતા હતા પૈસા, બાથરૂમની ગટર લાઇનના ખાડામાં બનાવ્યું હતું સીક્રેટ લોકર; જેલમાં કેદીઓ આપતા હતા બચવાની ટિપ્સ9:26 PM IST
યુસીસી તરફ પશ્ચિમ બંગાળનું મોટું કદમ: સમાન નાગરિક સંહિતા બિલના મુસદ્દાની સમીક્ષા માટે ૯ સભ્યોની હાઈ-પ્રોફાઈલ સમિતિની કરાઈ રચના! : નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ સંભાળશે પેનલનું સુકાન; મેઘાલયના પૂર્વ રાજ્યપાલ તથાગત રોયનો પણ સમિતિમાં સમાવેશ, કેબિનેટના નિર્ણય બાદ સત્તાવાર જાહેરનામું બહાર પડાયું8:51 PM IST
૪ દાયકાનો ઇન્તઝાર ખતમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુઝીલેન્ડનો ઐતિહાસિક પ્રવાસ પૂર્ણ કરી ભારત આવવા રવાના; દ્વિપક્ષીય સંબંધોને મળ્યો નવો વેગ! : પીએમ મોદી અને ક્રિસ્ટોફર લક્સન વચ્ચે સંરક્ષણ-ડેરી સહિત ૫ મહત્વના કરારો પર મહોર; ઓકલેન્ડના સ્પાર્ક એરેનામાં ૧૦,૦૦૦ થી વધુ ભારતીયો સમક્ષ પીએમ મોદીએ ગર્જના કરી– "હવે આગામી પ્રવાસમાં ૪૦ વર્ષ નહીં લાગે"8:49 PM IST
ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ: મહારાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર વાપસી સાથે ખરીફ વાવણીમાં ભારે વેગ; ૬૫ લાખ હેક્ટરથી વધુ જમીન પર વાવણી પૂર્ણ! : મેઘરાજાની મહેરબાનીથી કૃષિ ક્ષેત્રે જબરો ઉત્સાહ: અમરાવતી અને સંભાજીનગરમાં સૌથી વધુ વાવણી; તેલીબિયાં અને કપાસના પાક તરફ ખેડૂતોનો મોટો ઝુકાવ, કૃષિ વિભાગે વ્યક્ત કરી સારા ઉત્પાદનની આશા8:46 PM IST
રેલ્વે ક્રાંતિ તરફ ભારતનું મોટું કદમ: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેલંગાણામાં ૩૭૫ એકરમાં ફેલાયેલી મેધા કોચ ફેક્ટરીની લીધી મુલાકાત; ડ્રાઇવરલેસ ટેકનોલોજીનું કર્યું નિરીક્ષણ : ‘મેક ઇન ઇન્ડિયા’ ને વેગ આપવા ખાનગી ક્ષેત્રને સરકારનું ફુલ સપોર્ટ; હાઇટેક રેલ્વે કોચ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામદારો સાથે મંત્રીએ કર્યો સીધો સંવાદ, કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી પણ રહ્યા હાજર8:33 PM IST
જ્ઞાનક્રાંતિની નવી શરૂઆત: નવી દિલ્હીમાં અત્યાધુનિક ‘જયપ્રકાશ નારાયણ પબ્લિક લાઇબ્રેરી’ નું ગૃહમંત્રી અમિતભાઈ શાહે કર્યું ઉદ્ઘાટન; યુવા પેઢીને પુસ્તકો તરફ વળવા કરી હૃદયસ્પર્શી અપીલ : "એકવાર વાંચનની ટેવ પડી જશે, તો યુવાનો ક્યારેય પાછા નહીં પડે"– અમિતભાઈ શાહ; ૧ કરોડ ઓનલાઇન પુસ્તકોની સુવિધા, ફ્રી વાઇ-ફાઇ અને RFID ટેકનોલોજીથી સજ્જ લાઇબ્રેરી દિલ્હીના વિદ્યાર્થીઓ માટે બનશે આશીર્વાદરૂપ8:31 PM IST
આત્મનિર્ભર ભારતની નવી ઉડાન: પીએમએફએમઈ (PMFME) યોજના હેઠળ ૨ લાખથી વધુ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને લોન મંજૂર; ચિરાગ પાસવાને કહ્યું– "આ તો માત્ર શરૂઆત છે!" : ₹૨૦,૩૦૦ કરોડથી વધુના રોકાણ સાથે દેશમાં ૧૧ લાખ લોકોને મળી રોજગારી; ક્રાંતિ લાવનારી આ સરકારી યોજનામાં ૪૪ ટકા મહિલા ઉદ્યોગસાહસિકોની દબદબાભરી ભાગીદારી, બિહાર અને મહારાષ્ટ્ર અગ્રેસર8:23 PM IST
રમતજગતમાં માતમ: ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ માં રમનારા દક્ષિણ આફ્રિકાના સ્ટાર મિડફિલ્ડર જયડેન એડમ્સનું માત્ર ૨૫ વર્ષની વયે રહસ્યમય સંજોગોમાં અવસાન! : ફૂટબોલના સૌથી મોટા મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરનારા તેજસ્વી ખેલાડીના મોતથી ચાહકો આઘાતમાં; કેપટાઉનના એક ઘરમાંથી મળી આવ્યો મૃતદેહ, પોલીસે શરૂ કરી તપાસ8:16 PM IST
બલૂચિસ્તાનમાં સેનાની પિટાઈથી લાલચોળ આર્મી ચીફ અસીમ મુનીરની ખુલ્લી ધમકી : કાં તો પરિસ્થિતિ કાબૂમાં લો, અથવા તમારો સામાન પેક કરો : ચીની નાગરિકો પરના હુમલાઓથી બેજિંગે પાકિસ્તાનનું નાક દબાવતા સૈન્ય હાઈકમાન્ડ ધ્રૂજી ઉઠ્યું : ગંભીર સુરક્ષા નિષ્ફળતા બદલ ISI અને ગુપ્તચર અધિકારીઓને અપાયું માત્ર 72 કલાકનું અલ્ટીમેટમ8:08 PM IST
મહારાષ્ટ્ર પૂરની થપાટ: રાયગઢમાં અબોલ જીવોને બચાવવા મોટું ‘રેસ્ક્યુ મિશન’; ૫૦૦૦ થી વધુ પશુઓ માટે ૫૫ ટન ઇમરજન્સી ચારા સાથે સંસ્થાઓ મેદાને! : સાવિત્રી નદીના કાંઠે આવેલા મહાડ સહિતના ગામોમાં પૂરના કારણે ઘાસચારો તણાયો; ‘હ્યુમન વર્લ્ડ ફોર એનિમલ્સ ઇન્ડિયા’ અને ‘સહયોગ ફાઉન્ડેશન’ દ્વારા અબોલ જીવો માટે મેડિકલ કેમ્પ અને ઇમરજન્સી ફૂડ સપ્લાય શરૂ8:01 PM IST
મેડિકલ સિસ્ટમ પર સવાલ: રાજસ્થાનમાં પ્રસૂતિ દરમિયાન માતાઓના મોતના સિલસિલાથી હાહાકાર; ભિલવારા અને બાંસવાડામાં માત્ર ૬ દિવસમાં ૯ સગર્ભા મહિલાઓએ જીવ ગુમાવ્યા! : કોટા અને બિકાનેર બાદ હવે અન્ય જિલ્લાઓમાં આફત: સી-સેક્શન બાદ મહિલાઓની તબિયત લથડતા આઈસીયુ (ICU) માં દમ તોડ્યો; હોસ્પિટલ પ્રશાસને બેદરકારીનો કર્યો ઇનકાર, હાઈલેવલ તપાસ કમિટીની રચના7:58 PM IST
કર્ણાટકના રાજકારણમાં મોટો ભૂકંપ: કોંગ્રેસના કદાવર ધારાસભ્ય ઝમીર અહેમદ ખાન વિરુદ્ધ ₹૨૫ કરોડનો કેસ ચલાવવા લોકાયુક્તે રાજ્યપાલ પાસે માંગી મંજૂરી! : સીએમ સિદ્ધારમૈયાના નજીકના સહયોગી અને પૂર્વ મંત્રી કાયદાના સિકંજામાં; હજારો પાનાના દસ્તાવેજો સાથે લોકાયુક્ત તૈયાર, ઈડી (ED) ના દરોડા અને પોન્ઝી સ્કેમ સાથે જોડાયેલા છે કાળા તાર7:56 PM IST
શ્રી રામ મંદિરમાં થયેલ ચંદા ચોરી એ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ઘોર વિશ્વાસઘાત, ભાજપ અને આરએસએસની રાજકીય લૂંટના કારણે પહેલીવાર કોઈ મંદિર લૂંટાયું - કોંગ્રેસ નેતા અશોક ગહેલોતનો પ્રહાર : અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં કરોડોના આર્થિક કૌભાંડના આક્ષેપો સાથે સમગ્ર ટ્રસ્ટને તાત્કાલિક ભંગ કરવા માંગ : ચંપત રાય અને અનિલ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધી ધરપકડ કરવાની તથા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ સાથે તપાસ કરાવવા ગુજરાત કોંગ્રેસની આક્રમક રજૂઆત7:56 PM IST
દેશદ્રોહ સાંખી લેવાશે નહીં: જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાના ઈરાદાથી પોસ્ટર લગાવવા એ UAPA હેઠળ ગંભીર ગુનો; હાઈકોર્ટે બે આતંકી હેન્ડલર્સની અપીલ ફગાવી : જેલના સળિયા પાછળ જ સડશે રાષ્ટ્રવિરોધી તત્વો; જસ્ટિસ રજનીશ ઓસવાલની બેન્ચનો ઐતિહાસિક ચુકાદો– "આરોપો ઘડતી વખતે કોર્ટ મિની-ટ્રાયલ ન ચલાવી શકે, પ્રથમ દ્રષ્ટિએ પુરાવા પૂરતા છે"7:54 PM IST
વૈષ્ણવો અને પ્રવાસના રસિયાઓ માટે બખ્ખાં: ગુજરાતથી ગોકુળ-મથુરા અને રાજસ્થાન જવાની કન્ફર્મ ટિકિટનું ટેન્શન કાયમ માટે ખતમ, સ્પેશિયલ ટ્રેનોના ફેરામાં ધરખમ વધારો! : પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-લાલકુઆં ટ્રેનના ૧૧-૧૧ વધારાના ફેરા લંબાવવાની જાહેરાત; સાબરમતીથી લાલગઢ વચ્ચે રોજ દોડશે એક નવી ધમાકેદાર ડેઇલી ટ્રેન7:20 PM IST
ટ્રોલ્સને મુંબઈના મેયરનો સણસણતો જવાબ: "હું ‘રીલ્સ સ્ટાર’ નહીં, ‘રિયલ સ્ટાર’ છું કે નહીં તે મુંબઈવાસીઓ નક્કી કરશે, બીજા કોઈને હક નથી!" : કોસ્ટલ રોડ પર જોખમી રીતે બેઠેલા બાળકોને બચાવવા મેયર રસ્તા પર ઉતર્યા તો સોશિયલ મીડિયા પર 'ફોટો-ઓપ' કહીને કરાયા ટ્રોલ; મેયરે કહ્યું– "મારામાં રહેલો પાયાનો કાર્યકર હંમેશા જનતા માટે બહાર આવશે"7:47 PM IST
₹13 લાખ કરોડના વૈશ્વિક માર્કેટ પર ભારતીય વિદ્યાર્થીઓનો કબ્જો: જે કામ દુનિયાના વિજ્ઞાનીઓ ન કરી શક્યા તે દેશની યુનિવર્સિટીઓએ કરી બતાવ્યું! : ચીન અને પશ્ચિમી દેશોની સેમિકન્ડક્ટર મોનોપોલી તોડવા માટે ભારતના યુવા મગજોએ કમર કસી; 315થી વધુ યુનિવર્સિટીઓમાં રાત-દિવસ ડિઝાઈન થઈ રહી છે અતિ-આધુનિક ચિપ્સ અને મોહાલીની લેબોરેટરીમાં તેનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું 7:19 PM IST
ન્યૂઝીલેન્ડમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત: ભારતીય સમુદાયને ગણાવ્યા ભારત અને ન્યૂઝીલેન્ડના સંબંધોના મજબૂત સેતુ : ઓકલેન્ડમાં ભારતીય પ્રવાસીઓને સંબોધતા વડાપ્રધાને કહ્યું, "સમાન મૂલ્યો અને ઉજ્જવળ ભવિષ્યના લક્ષ્ય સાથે બંને દેશોની ભાગીદારી નવા આયામો સર કરી રહી છે; ભારતીય મૂળના લોકોએ વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધાર્યું છે"6:18 PM IST
અમે તમને જનતાની સામે ખુલ્લા પાડીશું : જામીનનો વિરોધ અને ટ્રાયલમાં ઢીલ બદલ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના ઉતાર્યા છોતરાં : એક તરફ આરોપીઓને જેલમાં સડવા દેવા માટે સરકારી વકીલો એડીચોટીનું જોર લગાવે છે, તો બીજી તરફ વર્ષો સુધી સાક્ષીઓ તપાસવામાં તંત્રના પેટનું પાણીય નથી હલતું : મહારાષ્ટ્ર સરકારના આ 'ડબલ સ્ટાન્ડર્ડ' સામે કોર્ટે લાલ આંખ કરીને કડક નીતિ ઘડવાનો આદેશ આપ્યો 6:11 PM IST
પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા અનુબ્રત મંડલનો મોટો નિર્ણય, મમતા બેનર્જીનો સાથ છોડી આ નેતાના જૂથમાં જોડાવાની તૈયારી : એક સમયે દીદીના અત્યંત નજીકના ગણાતા અને બંગાળના પાવરફુલ નેતા અનુબ્રત મંડલે પક્ષ છોડવાના સંકેત આપતા રાજકીય ગલીઓમાં ખળભળાટ; આગામી સમયમાં નવા સમીકરણો રચાઈ શકે છે6:08 PM IST
દેશમાં દવાઓના ભાવમાં મોટો ઘટાડો: સામાન્ય નાગરિકોના ખિસ્સા પરનો બોજ ઘટશે, સરકારે 39 આવશ્યક દવાઓની કિંમતો કરી નિર્ધારિત : કેન્દ્ર સરકાર દ્વારા ડ્રગ્સ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર-2013 હેઠળ સત્તાવાર આદેશ: ડાયાબિટીસ, કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓની દવાઓ હવે નિયત ભાવે મળશે, નિયમનો ભંગ કરનાર ફાર્મા કંપનીઓ સામે કડક કાર્યવાહીના નિર્દેશ6:03 PM IST
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના વહીવટ માટે મહત્વનો નિર્ણય: ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)ની ભરતી માટે પ્રક્રિયા તેજ, જાણો લાયકાત અને અરજી કરવાની અંતિમ તારીખ : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે ઉચ્ચ અધિકારીની શોધ: ઈચ્છુક ઉમેદવારો 18 જુલાઈ સુધીમાં કરી શકશે અરજી5:59 PM IST
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે રવિવારે ગુજરાતની મુલાકાતે : અમદાવાદમાં સાયન્સ સીટી ખાતેથી સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો કરાવશે પ્રારંભ : ગાંધીનગર લોકસભા વિસ્તારના વિવિધ જાહેર અને વિધાનસભાદીઠ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી કરોડોના વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે : ચાર મોટા વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન4:47 PM IST
વિયતનામના લોકપ્રિય પ્રવાસી મથક ફુ ક્વોક દ્વીપ નજીક ૩૨ ભારતીય પર્યટકોથી ભરેલી સ્પીડબોટ દરિયામાં ડૂબી જતાં ભારે અફરાતફરી : ૧૮ મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા, અનેકની શોધખોળ જારી : જુઓ વિડીયો : હોન મે રુટ નગોઆઈ પાસે સર્જાયેલી મોટી દરિયાઈ દુર્ઘટનામાં જાનહાનિની આશંકા વચ્ચે સર્ચ ઓપરેશન તેજ : ભારત સરકારે પરિસ્થિતિ પર નજર રાખી પ્રવાસીઓની મદદ માટે હનોઈ અને હો ચી મિન્હ સિટીમાં કંટ્રોલ રૂમ શરૂ કરી હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા4:09 PM IST
પેન્ટાગોન દ્વારા યુએફઓ અંગેના અત્યાર સુધીના સૌથી સ્પષ્ટ વીડિયો અને દસ્તાવેજો સહિત વધુ 40 ગુપ્ત ફાઇલો જાહેર : અજાણી ઉડતી વસ્તુઓ અંગે વર્ષ 1948 થી 2025 સુધીના રહસ્યમય કિસ્સાઓનો સનસનાટીભર્યો ખુલાસો : જુઓ વિડીયો : અમેરિકી સંરક્ષણ મંત્રાલયે 'પર્સ્યુ' સિસ્ટમ હેઠળ ચોથો મોટો જથ્થો સાર્વજનિક કર્યો : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંપૂર્ણ પારદર્શિતાનો વાયદો પૂરો કર્યો હોવાનો દાવો કર્યો : સ્પેસ શટલ કોલંબિયાના ફોટોગ્રાફ્સ, ન્યૂ મેક્સિકોની પરમાણુ ફેસિલીટી પર દેખાયેલા ગ્રીન ફાયરબોલ્સ અને પાઇલટ્સના ચોંકાવનારા રેકોર્ડિંગ્સથી દુનિયાભરમાં ભારે કુતૂહલ11:06 AM IST
૨૫ વર્ષ જૂનું કરજ ચૂકવવા કેરળથી તેલંગાણા પહોંચ્યો મિત્ર, ગૂગલની મદદથી શોધી કાઢયું મિત્રનું ઘર : આજકાલના સ્વાર્થી જમાનામાં જ્યારે લોકો ઉધાર લીધેલા પૈસા પરત કરવામાં આનાકાની કરે છે, ત્યારે કેરળના એક વ્યક્તિએ મિત્રતાની નવી પરિભાષા લખી : સાઉદી અરેબિયામાં સાથે કામ કરનાર મિત્ર પાસેથી ૨૫ વર્ષ પહેલાં લીધેલા પૈસા પરત કરવા માટે તે સેંકડો કિલોમીટર દૂર તેલંગાણાના જાગિત્યાલ સુધી પહોંચી ગયોઃ ગૂગલ અને સ્થાનિક લોકોની મદદથી તેણે પોતાના જૂના મિત્રના પરિવારને શોધીને ૨૫૦૦૦ રૂપિયા સોંપ્યા અને પોતાનું વર્ષો જૂનું વચન પૂરું કર્યું9:52 AM IST
વર્ષ ૨૦૨૪ની સર્વોચ્ચ સપાટીથી ભારત-કેન્દ્રિત ફંડ્સમાંથી લગભગ ૬૦ ટકા વિદેશી ભંડોળ પાછું ખેંચાયું : ઇક્વિટી માર્કેટમાં એફપીઆઈની સતત વેચવાલીથી ચિંતા : કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો : વિદેશી રોકાણકારોએ ઓફશોર ફંડ્સ અને ઇટીએફમાંથી અબજો ડોલર ઉપાડી લીધા હોવા છતાં સ્થાનિક સંસ્થાગત રોકાણકારોના મજબૂત ટેકાથી ભારતીય શેરબજારમાં સ્થિરતા જળવાઈ રહી5:11 PM IST
ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે વેચવાલી અને ઇટીએફ આઉટફ્લો છતાં બિટકોઈન ૬૪,૦૦૦ ડોલરની સપાટી નજીક મજબૂત : રોકાણકારોમાં ઉત્સાહ : યુએસ સ્પોટ બિટકોઈન એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સમાંથી સતત નાણાં બહાર જઈ રહ્યા હોવા છતાં વૈશ્વિક સ્તરે ડિજિટલ કરન્સીની મજબૂતાઈ યથાવત : પ્રવાસી રોકાણકારો લાંબાગાળાના રોકાણ તરફ વળ્યા5:09 PM IST
ટેકનોલોજી શેરોમાં શાનદાર રિકવરી અને મધ્ય-પૂર્વના ઘટનાક્રમો વચ્ચે વૈશ્વિક બજારોમાં તેજી : યુરોપિયન શેરબજારો ઉછાળા સાથે બંધ : મધ્ય-પૂર્વ એશિયામાં ભૌગોલિક-રાજકીય તણાવ હળવો થતાં અને રોકાણકારો દ્વારા વૈશ્વિક આર્થિક સ્થિતિની સમીક્ષા બાદ બજારમાં ખરીદીનો માહોલ : પ્રવાહિતા વધતા સેન્ટિમેન્ટ સુધર્યું5:09 PM IST
ફૂડ સેફ્ટી ઓથોરિટી 'FSSAI' દ્વારા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ સ્વિગી ઇન્સ્ટામાર્ટને કડક નોટિસ : એક્સપાયરી ડેટ વાળા અને દૂષિત ખોરાકની ડિલિવરી અંગે ગંભીર ગેરરીતિઓ પકડાતાં કાયદાકીય એક્શન : ઓનલાઈન ગ્રોસરી ડિલિવરીમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં થતાં કેન્દ્રીય સંસ્થા લાલઘૂમ : ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવામાં અને નિયમોનું પાલન કરવામાં બેદરકારી બદલ કંપની પાસે ખુલાસો માંગવામાં આવ્યો1:48 PM IST
ચીન દ્વારા હિલિયમ ગેસની નિકાસ પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રતિબંધ : સેમિકન્ડક્ટર, એરોસ્પેસ અને એડવાન્સ મેડિકલ ટેકનોલોજી સેક્ટરમાં વૈશ્વિક સ્તરે મોટો આંચકો લાગવાની આશંકા : ભૌગોલિક-રાજકીય તણાવ અને ઈરાન સાથે વધતી નિકટતા વચ્ચે ડ્રેગનનો નવો આર્થિક દાવ : અમેરિકા, યુરોપ અને ભારત સહિતના દેશોની હાઈ-ટેક ઈન્ડસ્ટ્રીઝ તેમજ ચિપ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સપ્લાય ચેઈન ખોરવાઈ જવાનો મોટો ખતરો1:46 PM IST
પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ તે માતા-પિતા સ્વીકારશે કે કેમ અને ભવિષ્યમાં મુશ્કેલી તો નહીં નોતરે ?: તેનો વિચાર કરવો અત્યંત જરૂરી: નરેશભાઈ પટેલ : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા દીકરીઓને લઈને આપવામાં આવેલા નિવેદનના સંદર્ભમાં ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશભાઈ પટેલે એક મહત્વનું અને માર્ગદર્શક નિવેદન આપ્યું1:06 PM IST
બેંગલુરુમાં હૃદયદ્રાવક ઘટના: માનસિક રીતે અસ્વસ્થ પુત્રનો આતંક, માતા, દાદી અને બનેવીની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવ્યું : આર્થિક તંગી અને પારિવારિક વિવાદના કારણે સર્જાયેલી લોહિયાળ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી: આરોપીએ ઘાતક હથિયારથી એકસાથે ત્રણ સગાના જીવ લીધા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો1:29 PM IST
ઝુંઝુનુંના વીર સપૂતની અંતિમ વિદાય: જે દિવસે જન્મદિવસ ઉજવવાનો હતો, તે જ દિવસે તિરંગામાં લપેટાઈને પરત ફર્યા ભારતીય નૌસેનાના જવાન : માતાનું હૈયાફાટ રુદન અને ૧૮ મહિનાની દીકરીની નિર્દોષ આંખો જોઈને ઉપસ્થિત જનમેદનીમાં છવાઈ ગઈ ગમગીની: નૌસેનાના જવાન કુલદીપ દિવાચને રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય12:39 PM IST
બાંગ્લાદેશમાં આયોજિત સેમિનારમાં ભારતનો ખોટો નકશો રજૂ કરાયો: ભારતીય રાજદૂતે ત્વરિત વિરોધ નોંધાવી કહ્યું, 'જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે' : ઢાકા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભૂલભરેલા નકશાના પ્રદર્શનથી વિવાદ: પૂર્વ રાજદૂતના પ્રેઝન્ટેશન દરમિયાન ભારતીય સેકન્ડ સેક્રેટરી પૂજા કુમારી ઝાએ ઉઠાવ્યો સવાલ, સભાખંડમાં જ અપા્યો સ્પષ્ટ અને મક્કમ જવા12:39 PM IST
તેલંગાણામાં પોક્સો કેસના આરોપી દ્વારા લોહિયાળ હત્યાકાંડ: જામીન પર છૂટેલા શખ્સે ફરિયાદી સગીરા, તેના પરિવારની બે મહિલાઓ અને પોતાના જ પરિવારના ત્રણ સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા : હૈદરાબાદ નજીકના રંગારેડ્ડી જિલ્લામાં એક જ રાતમાં છ હત્યાઓથી સમગ્ર વિસ્તારમાં ફેલાયો દહેશતનો માહોલ; આરોપી ઘટનાને અંજામ આપીને ફરાર થઈ જતાં પોલીસ તંત્ર દોડતું થયું12:39 PM IST
બાબા સિદ્દીકી હત્યાકાંડ: મુખ્ય આરોપી અનમોલ બિશ્નોઈની કસ્ટડી મેળવવામાં નિષ્ફળ રહેલી મુંબઈ પોલીસ પર કોર્ટ લાલઘૂમ, તાત્કાલિક કાર્યવાહી કરવા કડક નિર્દેશ : રાજકીય નેતાની સનસનીખેજ હત્યાના કેસમાં તપાસ એજન્સીની ઘોર બેદરકારી સામે અદાલતે ઉઠાવ્યા ગંભીર સવાલો; ૨૪ જુલાઈ સુધીમાં પાલન અહેવાલ રજૂ કરવા આદેશ.12:38 PM IST
માત્ર 6 મહિના પહેલાં જ ઉદ્ઘાટન કરાયેલી મુંબઈ મનપાની નવી ઓફિસની છત તૂટી પડી : આસિસ્ટન્ટ કમિશનર રૂપાલી કદમની કેબિન બહાર ફોલ્સ સિલિંગ ધડાકાભેર તૂટતાં કર્મચારીઓનો આબાદ બચાવ : એશિયાની સૌથી ધનવાન ગણાતી મુંબઈ મહાનગરપાલિકા નબળા બાંધકામ અને ચોમાસાની કામગીરીને લઈને સખત ભીંસમાં : ખુલ્લી ગટરમાં તણાઈ જવાથી અને ઝાડ પડવાની જુદી-જુદી ઘટનાઓમાં અત્યાર સુધીમાં માસૂમ બાળક સહિત 5 લોકોના મોત : લોકોના જીવ ગયા પછી પગલાં લેવાનો કોઈ અર્થ નથી - હાઈકોર્ટ12:47 PM IST
મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં વાહન પ્રતિબંધ સામે મસીનાગુડીમાં ઉગ્ર વિરોધ: વેપારીઓ અને સ્થાનિકો દ્વારા સજ્જડ ‘બંદ’ પાળી વ્યવસાયો ઠપ્પ કરાયા : મદ્રાસ હાઈકોર્ટના કડક આદેશો અને પર્યાવરણીય નિયંત્રણોના પગલે પ્રવાસન ઉદ્યોગ પર તોળાઈ રહેલા સંકટ સામે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા; કાલહટ્ટી ઘાટ રોડ બંધ કરવાના નિર્ણયથી પ્રવાસન અને રોજગારી પર ગંભીર અસરની આશંકા12:37 PM IST
સુપ્રીમ કોર્ટમાં હોબાળોઃ અરજદાર CJI સામે બોલ્યા અપશબ્દો-ફેંક્યા કાગળ : કોર્ટની કાર્યવાહી ખોરવવાનો પ્રયાસ કર્યા બાદ સુરક્ષાકર્મીઓએ તેને કોર્ટરૂમની બહાર લઈ ગયા હતા : સુપ્રીમ કોર્ટે અરજદાર સામે કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધોઃ બધું તેની નિરાશાના કારણે થયું છેઃ અમારા મનમાં તેના માટે માત્ર સહાનુભૂતિ છે9:54 AM IST
૯ થી ૧૧ વર્ષની વય વચ્ચે એક વાર કોલેસ્ટ્રોલ પરીક્ષણ જરૂરી : અમેરિકન સંસ્થાઓએ તેમની માર્ગદર્શિકા શા માટે બદલી ?અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી અને અમેરિકન હાર્ટ એસોસિએશનની નવી માર્ગદર્શિકા હૃદય રોગને રોકવા માટે વહેલા નિદાન પર ભાર મૂકે છે : ૧૯ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે નિયમિત લિપિડ પ્રોફાઇલ કરાવવાની સલાહ 10:21 AM IST
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે સંરક્ષણથી લઈને મુક્ત વેપાર સુધીના ૧૮ ઐતિહાસિક કરારો : ઓકલેન્ડમાં મોદી મેજિકઃ પીએમ મોદી અને કીવી પીએમ ક્રિસ્ટોફર લક્સન વચ્ચે દ્વિપક્ષીય ચર્ચાઃ ૨૦૩૦નો રોડમેપ તૈયાર : UNSCમાં ન્યુઝીલેન્ડનું ભારતને સમર્થનઃ આતંકવાદ વિરોધી લડાઈમાં ખભેખભા મિલાવ્યાઃ ભૌગોલિક-રાજકીય સમીકરણોને એક નવી દિશા મળી10:58 AM IST
રાષ્ટ્રગીત ફિલ્મનો ભાગ હોય તો ઊભા રહેવાની જરૂર નથી : રાષ્ટ્રગીત, રાજ્યગીત અંગે નવા નિર્દેશો જારી કરવામાં આવ્યા : જ્યારે પણ રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે ત્યારે પ્રેક્ષકો સાવધાનમાં ઊભા રહે. જો કે, જ્યારે ન્યૂઝરીલ અથવા ડોક્યુમેન્ટરીમાં ફિલ્મના ભાગ રૂપે રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે, ત્યારે પ્રેક્ષકોએ ઊભા રહેવાની અપેક્ષા રાખવામાં આવતી નથી10:23 AM IST
મહત્વના ઢગલા બંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ11:21 AM IST
ભક્તો માટે ચિંતાજનક સમાચાર: યાત્રા શરૂ થતાં જ અમરનાથમાં ‘બાબા બરફાની’નું પવિત્ર શિવલિંગ ૯૦% પીગળ્યું, માત્ર ૫ દિવસમાં જ અદ્રશ્ય થવાના આરે! : વિક્રમજનક શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે ગ્લોબલ વોર્મિંગ અને માનવીય દખલગીરી નડી; હિમાલયમાં વધતા તાપમાન અને માળખાકીય વિકાસના કારણે ગુફાનું તાપમાન બદલાયું, વૈજ્ઞાનિક તપાસની માંગ9:03 PM IST
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના સન્માન માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય: હવે કાર્યક્રમોમાં પહેલા 'વંદે માતરમ્' અને ત્યારબાદ ગવાશે 'જન-ગણ-મન' : ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયોને કડક સૂચના: રાષ્ટ્રીય પ્રતીકોના ગાયન અને વાદન અંગે પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા આદેશ10:04 PM IST
દેશની દરિયાઈ તાકાતમાં થયો મોટો વધારો: ભારતીય નૌકાદળના કાફલામાં આધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ 'INS મહેન્દ્રગીરી'નો ભવ્ય સમાવેશ : પ્રોજેક્ટ 17A હેઠળ નિર્મિત છઠ્ઠા સ્વદેશી યુદ્ધજહાજથી હિંદ મહાસાગરમાં ભારતની સુરક્ષા કવચ વધુ અભેદ્ય બનશે; વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રને સમર્પિત કરાયું10:03 PM IST
અમેરિકા-ઈરાન વચ્ચેનો સીઝફાયર તૂટ્યો: ટ્રમ્પે કહ્યું, ‘વાતચીત ચાલુ રાખીશું પણ યુદ્ધવિરામનો અંત આવી ગયો છે’ : હોર્મુઝની સામુદ્રધુનીમાં વ્યાપારી જહાજો પરના હુમલા બાદ વધેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિનું આકરા પાણીએ નિવેદન: તહેરાનની વિનંતીને માન્ય રાખીને સંવાદના દરવાજા ખુલ્લા રાખ્યા, પરંતુ યુદ્ધવિરામના કરારને સત્તાવાર રીતે રદબાતલ જાહેર કર્યો10:05 PM IST
અરુણાચલ પ્રદેશના લોઅર અને ઇસ્ટ સિયાંગ જિલ્લામાં પૂરના કારણે ભારે તબાહી: કેન્દ્રીય ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી : કેન્દ્રીય ટીમે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ, તૂટી ગયેલા પુલ, ધોવાઈ ગયેલી ખેતીલાયક જમીન અને રહેણાંક વિસ્તારોનું બારીકાઈથી નિરીક્ષણ કરીને સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી નુકસાનીનો પ્રાથમિક અહેવાલ મેળવ્યો11:20 PM IST
ભારત અને ઓમાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત: મસ્કત ખાતે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને તેમના ઓમાની સમકક્ષ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક : વેપાર, રોકાણ, ડિફેન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સુરક્ષા સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે વ્યાપક ચર્ચાઓ: ભારતીય ખલાસીઓને મદદ કરવા બદલ ઓમાનનો આભાર માન્યો11:34 PM IST
૩૦૦ વર્ષ બાદ પણ બોલિવૂડના ગીતોમાં શા માટે ગુંજે છે સૂફી સંત 'બુલે શાહ'નું નામ? જાણો પ્રેમ અને બળવાની આ અનોખી દાસ્તાન : સામાજિક કુરિવાજો સામે અવાજ ઉઠાવનાર અને ઈશ્વરને પ્રેમની ભાષામાં શોધનાર આ મહાન સૂફી કવિએ કેવી રીતે પોતાની શાયરીથી લાખો લોકોના હૃદયમાં સ્થાન જમાવ્યું, તે છે એક અત્યંત રસપ્રદ કહાની11:36 PM IST

જાગૃતિ અભિયાન

આનંદદાયક શિક્ષણ....

વૈશ્વિક મિત્રતાની ક્ષણ.....

ભક્તોનો ઘોડાપુર.....

પહાડો પર આફત……
અકિલા સોશ્યિલ મીડિયાસુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર પીડિતોને ત્વરિત રાહત આપવા કામગીરી વેગવંતી કરાઈ : ૧૧મી જુલાઈના રોજ ૬ તાલુકાના ૨૮૭૭ લાભાર્થીઓને રૂ. ૬૫.૨૧ લાખથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ : કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેની સાથે આર્થિક વળતર આપવાની પ્રક્રિયા તેજ : સૌથી વધુ પ્રભાવિત ઉધના તાલુકામાં માત્ર કેશડોલ્સ પેટે જ રૂ. ૧૪.૯૯ લાખથી વધુની રોકડ સહાયનું વિતરણ કરાયું10:48 PM IST
છોટાઉદેપુરના વાસણા ગામે સનાતન ધર્મનો જયઘોષ: આદિવાસી સમાજના ૨૫ પરિવારોનું ગંગાજળ અને રામમંત્ર સાથે ઘરવાપસી : પૂજ્ય શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીના સાન્નિધ્યમાં 'આનંદવર્ધન આશ્રમ'ના લોકાર્પણ સાથે ધાર્મિક ચેતનાનું નવું પર્વ ઉજવાયું: હવે આશ્રમ બનશે આદિવાસી ક્ષેત્રમાં સંસ્કૃતિ અને સેવાનું મુખ્ય કેન્દ્ર10:01 PM IST
ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા મોરચાના સંગઠનાત્મક માળખાની જાહેરાત : મોવડી મંડળ સાથેની ચર્ચા-વિચારણા બાદ પ્રદેશ પદાધિકારીઓ અને કારોબારી સભ્યોની નિમણૂક કરાઈ : જુઓ સંપૂર્ણ સૂચિ : પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની સૂચના અને પ્રદેશ અધ્યક્ષા અંજુબેન વેકરીયાના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લા - મહાનગરોના મહિલા આગેવાનોને મહત્વની જવાબદારી સોંપાઈ : પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી તેમજ કોષાધ્યક્ષ સહિત ૨૫ કારોબારી સભ્યોના નામો જાહેર9:24 PM IST
ભગવાન જગન્નાથની ૧૪૯મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરી ઉચ્ચ સ્તરીય સમીક્ષા : ઝીરો રિસ્ક સાથે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક : ૧૬ જુલાઈ અષાઢી બીજના દિવસે નીકળનારી ૧૬ કિલોમીટર લાંબી યાત્રામાં ૩૧ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે : ૨૪૦થી વધુ ધાબા પોઈન્ટ, ૬૫ ડ્રોન અને ૨૮૦૦ થી વધુ બોડી વોર્ન કેમેરાથી અમદાવાદ શહેર પોલીસ રાખશે બાજ નજર8:17 PM IST
સંસ્કારોનું ચીરહરણ: અમદાવાદમાં ૭૩ વર્ષના વિકૃત વૃદ્ધે ૫ વર્ષની માસૂમ બાળકીને ઘરે રમવા બોલાવી કર્યા અડપલાં; નરાધમ દાદા પોલીસ સકંજામાં! : દાદાની ઉંમરના વૃદ્ધની હેવાનિયત જોઈ ડઘાઈ ગયેલી દીકરીએ માતાને આપવીતી કહેતા પરિવાર સ્તબ્ધ; મેઘાણીનગર પોલીસે હેવાન સામે પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધી જેલભેગો કર્યો7:44 PM IST
પાલતુ પ્રાણીઓના શોખીનો અને વેપારીઓ માટે મોટા સમાચાર: બિલાડીઓ બાદ હવે 'પેટ શૉપ'નું રજિસ્ટ્રેશન પણ બન્યું ફરજિયાત, નિયમ તોડ્યો તો દુકાનો થશે સીલ! : ગુજરાતમાં પ્રથમ વખત SPCA એ ૨૦ મોટી પેટ શૉપ્સને ફટકારી આખરી નોટિસ; ગેરકાયદેસર વન્યજીવોના વેચાણ અને પ્રાણીઓ પર થતી ક્રૂરતા રોકવા તંત્ર એક્શન મોડમાં7:30 PM IST
વિધાતાનો આ કેવો ક્રૂર ખેલ! ડમ્પર ચાલકે મહિલાને કચડી, જીવના જોખમે હત્યારા ડ્રાઈવરનો પીછો કરનાર પુત્ર જ્યારે પાછો ફર્યો ત્યારે સામે જ પોતાની સગી જનેતાની લાશ હતી! : વડોદરાના સાવલીમાં હિટ એન્ડ રનની કંપાવનારી ઘટના; અંધારામાં ડમ્પર પકડીને લાવેલા યુવકે અકસ્માત સ્થળે માતાનો ક્ષત-વિક્ષત દેહ જોતા જ ચસકી ગઈ પગ નીચેથી જમીન7:17 PM IST
રાજ્ય કર વિભાગનો સૌથી મોટો એક્શન પ્લાન: અમદાવાદ સહિત ૧૦ શહેરોમાં GSTના ધામા, 'કાચી ચિઠ્ઠી' પર ચાલતું કરોડોનું કાળું બજાર પકડાયું, ૪૧ સ્થળોએ દરોડાથી વેપારી આલમ ધ્રુજી ઉઠ્યું! : ઉત્તર અને મધ્ય ગુજરાતના ૨૭ મોટા માથાઓને ત્યાં સર્ચ ઓપરેશન; પાન-મસાલા, તમાકુ અને સિગારેટના વેપારમાં આચરાતી ₹૬.૫૪ કરોડની ટેક્સ ચોરીનો પર્દાફાશ7:22 PM IST
'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ ફેસબુકની પ્રેમકથાનો કરુણ અંજામ: ૧૨ વર્ષના સુખી સંસાર અને બે માસૂમ બાળકોને છોડી 'કાજલ' બાંગ્લાદેશ ડિપોર્ટ, હસતો-ખેલતો પરિવાર પત્તાના મહેલની જેમ વિખેરાયો! : માંદી માતાને કરેલો એક ફોન કાળ સાબિત થયો અને પોલીસ રડારમાં આવી ગઈ; વડોદરા એરપોર્ટ પર પત્નીની વિદાય વેળાએ પતિ બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો7:16 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાવના છે કે રાજ્ય અને દેશનો કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે : સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત બનવું અત્યંત જરૂરી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ‘બેક ટુ સ્કૂલ મિશન’ અંતર્ગત બનાસકાંઠાના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ : મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને આપ્યો આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યનો મંત્ર : મુખ્યમંત્રી સાથેની વાતચીતથી ઉત્સાહ વધ્યો, હવે નિયમિત ભણીને મારા સપના સાકાર કરીશ: લાભાર્થી દીકરી સુહાની : શિક્ષણના મુખ્ય પ્રવાહથી વંચિત બાળકો માટે આશીર્વાદરૂપ બનતું રાજ્ય સરકારનું ‘બેક ટુ સ્કૂલ મિશન’ : રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામા 29 હજાર થી વધુ બાળકો નો પુનઃ શાળા પ્રવેશ 4:41 PM IST
ગુજરાતમાં ચોમાસુ 2026ની ધીમી શરૂઆત વચ્ચે અત્યાર સુધીમાં સરેરાશ 8.81 ઇંચ વરસાદ નોંધાયો : રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધતાં કુલ 24.63 ટકા પાણીનો સંગ્રહ થયો : રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર 21.74 ટકાએ પહોંચ્યું : છેલ્લા 24 કલાક સંપૂર્ણ કોરા ધાકોર રહ્યા છતાં જળસંકટ હળવું થયું : નર્મદા ડેમ 65.71 ટકા અને અન્ય 206 જળાશયો 41.06 ટકા ભરાયા : અમરેલી તથા ભાવનગર જિલ્લા સહિત રાજ્યના 10 ડેમો હાઈ એલર્ટ પર મુકાયા : 38 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ : 964 વીજ પોલ અને 119 ટ્રાન્સફોર્મર સેન્ટરનું સમારકામ કામગીરી હેઠળ : જાણો જિલ્લાવાર કુલ વરસાદની આંકડાકીય સ્થિતિ10:48 AM IST
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ૭ હજાર કરતા વધુ તાલીમાર્થીઓને કરાયા તાલીમબદ્ધ : સંગઠિત-અસંગઠિત શ્રમિકો માટે ગુણવત્તાસભર તાલીમ, સંશોધન અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો દ્વારા રાજ્યના શ્રમ ક્ષેત્રને મળી રહ્યો છે મજબૂત આધાર: સંસ્થામાં વાતાનુકૂલિત ઓડિટોરિયમ, સેમિનાર હોલ, સ્માર્ટ ક્લાસરૂમ્સ, ગેસ્ટ હાઉસ, ઓપન એર થિયેટર, ગ્રંથાલય સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ1:14 PM IST
વડોદરાના માંડવી ગેટ વિસ્તારમાં નશામાં ધૂત કારચાલકે સ્કૂટર ચાલકને ઉલાળ્યો : પાદરામાં ટ્રકની અડફેટે ચડતા આધેડને પગ ગુમાવવો પડ્યો : નશામાં ધૂત કાર ચાલકની અટકાયત કરી અને અકસ્માતગ્રસ્ત વાહનોને કબજે લીધા: પાદરાની મહુવડ ચોકડી પાસે ટ્રકે જોરદાર ટક્કર મારતા ત્રિકમસિંહ રોડ પર પટકાયા અને ટ્રકનું ટાયર ફરી વળતા એક પગ ઘટનાસ્થળે જ કપાઈ ગયો1:10 PM IST
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ શરૂ : સરસપુરમાં આ વર્ષે પ્રથમ વખત એક જ દિવસે બે સ્થળોએ યોજાયા ભવ્ય મામેરા દર્શન : ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાજી માટે સોના-ચાંદીના દાગીના, મોંઘા વસ્ત્રો અને ભવ્ય મુગટ સાથે શણગાર તૈયાર, મામેરા દર્શનમાં હજારો ભક્તો જોડાયા અને ભક્તિમય માહોલ સર્જાયો2:40 PM IST
સુરતમાં પૂરના કહેર બાદ રાહતનો સુરજઃ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વ્યાપક નુકસાનના સર્વે અને સહાયનું આયોજન, મંગળવાર-બુધવાર સુધીમાં રાહત પેકેજની શક્યતા : પૂરગ્રસ્ત પરિવારો માટે 6,800 રૂપિયાની તાત્કાલિક સહાયનું વિતરણ શરૂ, રાજ્ય સરકાર દ્વારા નુકસાનની ભરપાઈ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ10:00 PM IST
સુરત શહેરના ગોડાદરા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે પૂર અસરગ્રસ્તોને કેશડોલ્સ અને ઘરવખરી નુકસાન સહાયનું વિતરણ કરાયું : કુદરતી આપદાના સમયે સરકાર નાગરિકોની પડખે મક્કમતાથી ઊભી હોવાનો મંત્રીનો કોલ : સુરત જિલ્લા પ્રભારી અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવાયો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈની સૂચનાથી યુદ્ધના ધોરણે સર્વે કરી વિના વિલંબે ત્વરિત આર્થિક સહાય અપાતા સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો8:26 PM IST
સુરત પૂરના નુકસાન સામે વરાછા કો-ઓપરેટિવ બેંકની ઐતિહાસિક રાહત : પૂરગ્રસ્તો માટે માત્ર ૯% ના રાહત વ્યાજદરે રૂ. ૫ લાખ સુધીની 'ફ્લડ લોન' યોજના જાહેર કરાઈ : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આકર્ષક શરતો ધરાવતી લોન અને પૂર-પાણી ભરાવા સામે આર્થિક રક્ષણ આપતી નવી વિશેષ વીમા યોજનાઓનું ધમાકેદાર લોન્ચિંગ : રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં મોટું રાહત પેકેજ જાહેર કરાશે8:25 PM IST
સુરતમાં કુદરતી આફત બાદ સરકારનું ‘મેગા રેસ્ક્યુ ઓપરેશન’: ૯૧૦૦ પરિવારોનો યુદ્ધના ધોરણે સર્વે, ૮૦૦ અસરગ્રસ્તોને ઘરે બેઠા તાત્કાલિક રોકડા અને ઘરવખરી ચૂકવાઈ! : હર્ષ સંઘવીની મોડી રાત્રે હાઈલેવલ બેઠક: ૭૨ કલાકમાં જનજીવન થાળે પાડવા કડક આદેશ; પૂર પ્રભાવિત વેપારીઓ માટે ૫૮ બજારોમાં નુકસાનીનો મોટો સર્વે શરૂ7:40 PM IST
ગુજરાતના હાઈવે રક્તરંજિત: સોમનાથ અસ્થિ વિસર્જન કરવા જતો બનાસકાંઠાનો પરિવાર કાળનો કોળિયો બન્યો; જૂનાગઢ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ૪નાં કમકમાટીભર્યા મોત! : વડોદરામાં નાઇટ ડ્યુટીથી પરત ફરતા યુવાન એન્જિનિયરનું અને અમદાવાદમાં ખાડાને કારણે સ્કૂલ બસ નીચે કચડાતા મોપેડ ચાલકનું કરુણ મોત; અકસ્માતોની વણઝારથી રાજ્ય ધ્રુજી ઉઠ્યું7:28 PM IST
ગુરુજીનો ક્રોધ કે ક્રૂરતા? વડોદરામાં શિક્ષકને માત્ર "હેપ્પી બર્થડે" કહેનારા માસૂમ વિદ્યાર્થીને માસ્તરે ઝીંકી દીધા સણસણતા લાફા! : 'માસ્તર'નું સ્તર આટલું નીચું? વિદ્યાર્થીએ ડરના માર્યા શાળાએ જવાનું બંધ કરતા પાપ છાપરે ચડીને પોકાર્યું; થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ શિક્ષકના લાફાથી વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો હતો7:24 PM IST
ઓટોમોબાઈલ સેક્ટરમાં ટાટા મોટર્સનો નવો ધમાકો: ગાંધીનગરમાં યોજાયેલા દેશના સૌથી મોટા પ્રવાસ ૫.૦ એક્સપોમાં લોન્ચ કરી નેક્સ્ટ-જનરેશન બસ રેન્જ, મુસાફરીનો અંદાજ બદલાશે! : અલ્ટ્રા પ્રાઇમ અને સ્ટારબસ પ્રાઇમ સિરીઝ સાથે ઈલેક્ટ્રિક પાવરટ્રેન કનેક્ટિવિટીનું અદભુત પ્રદર્શન; પ્રવાસીઓની સુરક્ષા અને આરામદાયક સફર માટે ટાટાએ રજૂ કર્યા હાઈટેક સોલ્યુશન્સ7:22 PM IST
દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ જ સર્વોપરી: સોશિયલ મીડિયાના ભ્રમજાળ અને લોભ-લાલચથી બચવા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલની સમાજને ખાસ ટકોર : પરિવારમાં દરરોજ એક કલાકની 'ઘર સભા' યોજી મોબાઈલના બદલે પરસ્પર સંવાદ વધારવા પર ભાર, દીકરીઓની સુરક્ષા અને ઘડતર માટે સમગ્ર સમાજની જાગૃતિ અનિવાર્ય6:06 PM IST
સુરતના પૂર અસરગ્રસ્તો માટે રાજ્ય સરકારનું અભયવચન: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વળતરના વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી : માત્ર 15 મિનિટમાં ખાડીપુરના પાણી ફરી વળતા વેપારીઓને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે આગામી બે દિવસમાં સત્તાવાર પેકેજ જાહેર થશે: વરાછા બેંકની 'ફ્લડ લોન'ને ગણાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ6:02 PM IST
ઉજ્જ્ડ જમીનો બનશે નવસાધ્ય : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનાં ગાંધીનગર 'હરિયાળી લોકસભા' પ્રોજેક્ટ હેઠળ મોટાપાયે સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષો વવાશે : વિવિધ પ્રજાતિનાં પશુ, પક્ષીઓ, પતંગિયા અને જંતુઓને આકર્ષતા સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષો વાવવાથી ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં એક ધબકતું નિવસનતંત્ર ઉભું થશે : શ્રી શાહ દ્વારા તેમના ગાંધીનગર હરિયાળી લોકસભા મતવિસ્તારમાં ચાલુ વર્ષે સવા કરોડ વૃક્ષો વાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને દેશમાં ગાંધીનગર લોકસભા વિસ્તારને મોડલ ‘હરિયાળી’ લોકસભા મતવિસ્તાર બનાવવાનો સંકલ્પ : વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં વિસ્તરણ10:14 AM IST
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અમદાવાદમાં તમામ 13 ભારે પ્રીકાસ્ટ કોંક્રિટ પોર્ટલ બીમનું સફળતાપૂર્વક લોન્ચિંગ પૂર્ણ : 1,640 મેટ્રિક ટન વજન ધરાવતો સૌથી ભારે પોર્ટલ બીમ રેલવે લાઇન પર માત્ર ત્રણ કલાકમાં સફળતાપૂર્વક સ્થાપિત કરાયો :સાબરમતી ખાતે અંતિમ અને સૌથી ભારે પોર્ટલ બીમના લોન્ચિંગ સાથે પ્રોજેક્ટે વધુ એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ સિદ્ધિ હાંસલ કરી11:18 AM IST
નવી મહાનગરપાલિકાના ૧૧ મહત્વના પ્રોજેક્ટ માટે ૫ વર્ષ સુધી જમીન વિનામૂલ્યે ફાળવાશે : ગુજરાત રાજ્યની નવી રચાયેલી ૯ મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઐતિહાસિક નિર્ણય... : નવી મહાનગરપાલિકાઓની હદમાં ઉમેરાયેલા વિસ્તાર અને ટ્રાન્ઝીશન ફેઈઝને ધ્યાનમાં લઇને નાગરિક સુખાકારી માટે મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ અને સુરેન્દ્રનગર તથા પોરબંદર મહાનગરપાલિકાને મળશે લાભ11:05 AM IST
રથ યાત્રાનાં રૂટ પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કોમી એકતા યાત્રાઃ લોકોને સલામતી, ગુંડાઓને ચાલ લંગડી થશે તેવો આડકતરો મેસેજ આપ્યો : અનુપમસિંહ ગેહલોત ચાલીને સાથે જોડાતા, પોલીસ સ્ટાફનો જુસ્સો વધ્યોઃ આખા રૂટમાં સીપીને લોકોએ ઠેર ઠેર ભાવપુવર્ક વધાવ્યા : પોલીસ બંદોબસ્ત દ્રષ્ટિએ દેશની બીજો નંબર છે, એવી આ યાત્રામાં ક્રાઇમ બ્રાન્ચ જોઇન્ટ સીપી શરદ સિંઘલ, ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણ, તમામ pi અને સ્ટાફ સામેલઃ કેન્દ્ર, રાજ્ય સરકારે પોતાના પર મુકેલ વિશ્વાસમાં ખરા ઉતારવા પોલીસ કમિશનર કોઈ કસર છોડવા માંગતા નથી2:28 PM IST
તું મારા આ મિત્ર સાથે રહીશ તો તારી જિંદગી બગડશે...મિત્રની પ્રેમિકાને દિપક સોલંકીએ લગ્નની લાલચ દઇ વારંવાર દેહ પીંખ્યો : પતિ સાથે છુટાછેડા બાદ ત્રણ સંતાનની માતા મૈત્રીકરાર કરીને રહેતી હતીઃ આ પ્રેમીના મિત્રએ લાગણીની જાળ બિછાવી ફસાવી લીધી : દોઢ વર્ષ સુધી શોષણ કર્યા બાદ લગ્નની ના પાડી દીધીઃ ચુનારાવાડના શખ્સ સામે મહિલાની આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ 2:52 PM IST
સાધુ વાસવાણી રોડ પરથી શ્રોફના બે ધંધાર્થીને ઉઠાવી કચેરીએ લઇ જઇ લાખોનો કડદો કરાયો? : બેંકમાંથી નીકળ્યા ત્યાં જ કાર લઇને અગાઉથી ઉભેલા બે ખાખી કર્મીએ બંનેને બેસાડી દીધા?: કચેરીમાં જીએસટી-ઇન્કમટેક્સના અધિકારીનો સ્વાંગ આ બ્રાંચના ખાખીઓએ જ રચ્યો અને ડરાવી ધમકાવી અગીયાર પેટી જેવી રકમ કટકટાવી જવા દેવાયાના આક્ષેપો : નનામી અરજીમાં મહત્વની બ્રાંચના અધિકારી સામે ખળભળાટ મચાવતાં આક્ષેપોઃ શ્રોફના ધંધાર્થીઓ લખે છે-અમારું જીવવું હરામ થઇ ગયું છે, ત્રણ કર્મચારીઓ ખાલી અમારી પાછળ જ પડયા છેઃ પહેલી તારીખના સાધુ વાસવાણી રોડની બેંકના કેમેરા ચેક કરાવવા પણ નનામી અરજીમાં માંગણીઃ જીએસટી-ઇન્કમટેક્સનો ગુનો હોય તો પોલીસ એમને શું કામ બોલાવતી નથી?: ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરાવવી જરૂરી3:14 PM IST
બાલસરની ૨ એકર જગ્યામાં પથરાયેલ ગૌશાળામાં ભવ્ય ગૌ તીર્થ અને પશુ હોસ્પિટલનું થશે નિર્માણ : શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટનો ૧૦૦૦ થી વધુ ગૌવંશની સારવાર માટે દ્રઢ સંકલ્પ : નવનિર્મિત પશુ હોસ્પિટલમાં વેટરનરી ઓફીસર, લાઇફ સપોર્ટીંગ સીસ્ટમ, આઇ.સી.યુ. વોર્ડ, વિશાળ સેલ્ટર, હાઇડ્રોલીક એમ્બ્યુલન્સ સહીતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે : ઉપરાંત ગૌ સંસ્કળતિ મ્યુઝિયમ, ઓર્ગેનિક ફાર્મ, પંચગવ્ય સંશોધન કેન્દ્ર, ગૌ કેફ, ગૌથીમ પાર્ક પણ ડેવલપ કરાશે2:23 PM IST
જંગલેશ્વર રાધાકૃષ્ણનગરમાં ઘરમાં થયેલી ચોરી એક સગીરે કરી હતીઃ ભેદ ખુલ્યો : ભક્તિનગર પીઆઇ જે. ડી. પરમાર, પીએસઆઇ એસ. એચ. ગોહિલની ટીમે દાગીના સાથે આરોપીને પકડી લીધોઃ પ્રકાશભાઇ, રવિભાઇ, યુવરાજસિંહની બાતમી : મહિલાએ મજુરી કરીને દિકરાની સગાઇ માટે દાગીના-રોકડ ભેગા કર્યા'તા : દેવપરા પાસે દાગીના વેંચવા આવતાં પકડાયોઃ ૧૫ વર્ષના સગીરે રોકડ રકમ મોજશોખમાં વાપરી નાંખ્યાનું રટણ3:26 PM IST
સમય ટ્રેડીંગમાં રૂપિયાનું રોકાણ કરવા લલચાવી પોણા પાંચ કરોડ ખાઇ જવાયાઃ દિવ્યાબેન ગાજીપરાની ફરિયાદ : રાધાનગરમાં રહેતાં મહિલાએ પારિવારીક સંબંધ ધરાવતાં ગીતાબેન કાકડીયા મારફત પ્રદીપભાઇ ડાવેરાની સમય ટ્રેડીંગમાં ૫૮ લાખનું રોકાણ કર્યુ હતું: અન્ય ૧૬ સગાએ પણ કરેલા રોકાણની રકમ પરત ન અપાયાનો આક્ષેપઃ ડીસીપી ક્રાઇમને લેખીત ફરિયાદ કરી ગુનો નોંધવા માંગણી3:05 PM IST
રાજકોટ જીલ્લા કાનુની સતા મંડળ દ્વારા રાજકોટ શહેર-જીલ્લાની મેગા લોક- અદાલત યોજાઇ : કુલ ૩૭ હજાર કેસો મુકાયાઃ બપોર સુધીમાં ૫૦ ટકા કેસોનો નિકાલઃ અકસ્માત વળતરના કેસોમાં કરોડોની રકમના એવોર્ડ અપાયાઃ બેંક, મ્યુનિ.કોર્પો, જી.ઇ.બી.ના કેસોમાં લાખો રૂપિયાની રીકવરીઃ લોક- અદાલતના માધ્યમથી પક્ષકારો વિવાદ મુકત બને છેઃ ડીસ્ટ્રીકટ જજ જે.આર. શાહ2:24 PM IST
ઇન્સ્ટાગ્રામ પર ડમી આઇડી બનાવી અશ્લીલ ટિપ્પણીઓ અને ધમકીઓ વડે સામાજિક વૈમનસ્ય ફેલાવનાર ટોળકી ઝડપાઈ : દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ૧૯ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી : ત્રણ જિલ્લાઓમાં ટીમો મોકલીને ૧૧ શખ્સો અને ૦૭ કાયદાથી સંઘર્ષિત કિશોરો સહિત આઇડી ધારકોને દબોચી લેવાયા : જાહેર સુલેહ શાંતિનો ભંગ કરનારા તત્વો પાસેથી ૧૯ મોંઘાડાટ મોબાઇલ ફોનનો મુદ્દામાલ કબજે કરાયો7:59 PM IST
ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં પાર્કિંગના વિવાદે હિંસક સ્વરૂપ લીધું : ABVPના કોલેજ પ્રમુખ અને તેના મિત્ર પર હથિયારો વડે જીવલેણ હુમલો : નિલમબાગ પોલીસની ટીમ તાત્કાલિક દોડી:પીડિત વિદ્યાર્થીની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી:પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપીઓ સહિત ચાર શખ્સોની અટકાયત કરી 11:23 AM IST
‘મને ખરીદી શકે તેવી હજુ કોઈ ‘નોટ' બની નથી !' : કેશોદના એક્ટિવિસ્ટ સિદ્ધપરાની પોસ્ટ વાઇરલ : શું તમારે ‘વહીવટ' થઈ ગયો ?! તેવું પૂછનારાઓને જડબાતોડ જવાબ : જાહેર હીતને ધ્યાને લઈ પાલિકા પાસેથી આર.ટી.આઈ. હેઠળ વિવિધ મુદ્દે માહિતી માગું છું, ત્યારે કેટલાક વિઘ્ન સંતોષી લોકો પાયા વિહોણા પ્રશ્નો કરી રહ્યા છેઃ હરસુખભાઈ12:53 PM IST
ગીર સોમનાથના દરિયાકાંઠે રહસ્યમય હલચલ: વેરાવળના નવાપરા બીચ પર ઘસડાઈ આવ્યું વિશાળકાય શીપિંગ કન્ટેનર; રહસ્ય ઘેરાયું! : મધરાતે દરિયાના મોજાં સાથે તણાઈ આવેલી શંકાસ્પદ વિશાળ લોખંડી કનિષ્ઠાને જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા; રાષ્ટ્રીય સુરક્ષા અને સ્મગલિંગની આશંકા વચ્ચે પોલીસ તથા કસ્ટમ વિભાગે દરિયાકાંઠે ગોઠવ્યું લોખંડી સુરક્ષા કવચ9:33 PM IST
કચ્છની ૩૦૦ વર્ષ જૂની વિરાસતનું વૈશ્વિક સન્માન: લુપ્ત થતી 'રોગાન કળા'ના એકમાત્ર હિન્દુ કારીગર આશિષ કંસારાને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે મળી ‘ડૉક્ટરેટ’ની માનદ પદવી! : પર્શિયાથી શરૂ થયેલી અદભુત ચિત્રકળાને હવામાં તાર ખેંચી કાપડ પર કંડારતા માધાપરના સોની પરિવારે જીવંત રાખી; ઓબામાને ગિફ્ટ આપવા છતાં સ્થાનિક સ્તરે હજુ પણ બજાર અને સરકારી પ્રોત્સાહન માટે સંઘર્ષ7:37 PM IST
સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારીથી પ્રસૂતાનું મોત: ખોટા ગ્રુપનું લોહી ચડાવી દેતા જિંદગીની જંગ હારી ગઈ ગીતાબહેન, અદાલતે પોલીસનો રિપોર્ટ ફગાવી ચાર્જશીટ દાખલ કરવાનો આપ્યો કડક આદેશ! : મમતા કાર્ડમાં 'A નેગેટિવ' હોવા છતાં કેસ પેપરમાં ચેકચાક કરી 'B નેગેટિવ' લોહી ચડાવી દીધું; તબીબી સ્ટાફને બચાવવાનો પોલીસનો કારસો કોર્ટે નિષ્ફળ બનાવ્યો7:18 PM IST
જામનગર પીજીવીસીએલની લોક અદાલતમાં ગ્રાહકો સાથે પરસ્પર સમજૂતીથી ૯૬૬ કેસોનું સફળ સમાધાન : રૂ. ૨.૮૪ કરોડના દાવા સામે રૂ. ૨.૧૩ કરોડથી વધુ રકમનું સેટલમેન્ટ કરાયું : પ્રી-લિટિગેશનના ૯૧૫ અને લિટિગેશનના ૫૧ કેસોમાં વિવાદોનો ઝડપી અને સરળ ઉકેલ લાવી ગ્રાહક સંતોષ વધારાયો : લોક અદાલતના મંચ પર જ રૂ. ૧.૧૪ કરોડથી વધુની રકમની રોકડી વસૂલાત થતાં નોંધપાત્ર સફળતા મળી6:09 PM IST
ગિરનારના ઈતિહાસમાં ક્યારેય ન બની એવી હચમચાવી દેતી ઘટના: ૧૧ વર્ષના માસૂમ પર સિંહના જીવલેણ હુમલા બાદ વન વિભાગનું તાબડતોડ ઓપરેશન, ૩ નરભક્ષી સિંહ પાંજરે પુરાયા! : જુઓ વિડીયો : વન મંત્રી પ્રવીણ માળીએ દુઃખ વ્યક્ત કર્યું; સિંહોના બદલાતા હિંસક વર્તનની તપાસ કરવા 'વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા'ની લેવાશે મદદ8:06 PM IST
કેશોદ એરપોર્ટ પર ૨૦૨૭ સુધીમાં એરબસ લેન્ડીગ થાય તેવો સરકારનો અભિગમઃ ડો.મનસુખભાઈ માંડવીયા : જૂનાગઢમા પોરબંદરના સાંસદ-કેન્દ્રીય શ્રમ-રોજગાર-યુવા બાબતો અને રમતગમત મંત્રીની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ : સંભવિત કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના તમામ સંબંધિત વિભાગોને સતત સતર્ક રહી જરૂરી બચાવ અને રાહત કામગીરી માટે સજ્જ રહેવા સૂચનાઃ ઘેડ પંથકમાં હાથ ધરાયેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન12:57 PM IST
યુઝર્સના આક્રોશ સામે મેટા ઝૂક્યું: ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર પ્રાઇવસી ભંગનો મોટો વિવાદ ઉકેલાયો:હવે યુઝર્સની મંજૂરી વિના ફોટાનો એઆઈ ઉપયોગ પ્રોહિબિટેડ : વૈશ્વિક સ્તરે ડેટા પ્રોટેક્શન એજન્સીઓનું દબાણ: યુઝર્સના એકાઉન્ટ સિક્યોરિટી સેટિંગ્સમાં થશે ફેરફાર: આર્ટિસ્ટ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સે મનાવ્યો જશ્ન5:12 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી૨૦ સીરીઝમાં ટીમ ઇન્ડિયાની શરમજનક હાર : પાંચમી ટી૨૦ મેચમાં ૫૬ રનથી જીત મેળવી ઇંગ્લેન્ડે ૪-૦ થી સીરીઝ પોતાના નામે કરી : ઇંગ્લેન્ડના ૨૫૭ રનના વિશાળ લક્ષ્યાંક સામે ભારતીય ટીમ ૨૦૧ રન જ બનાવી શકી : જોસ બટલરની વિસ્ફોટક સદી અને હેરી બ્રુકની તોફાની ઇનિંગ્સના કારણે ભારતે આઇસીસી ટી૨૦ રેન્કિંગમાં નંબર-૧ નું સ્થાન પણ ગુમાવ્યું11:34 PM IST
લૉર્ડ્સના મેદાન પર ભારતીય વીરાંગનાનો ઇતિહાસ: ૨૨ વર્ષની ક્રાંતિ ગૌડે બોલિંગથી મચાવી તબાહી; ૫ વિકેટ ઝડપી દિગ્ગજોની ક્લબમાં મેળવ્યું સ્થાન! : ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સ પર વન-ઇનિંગમાં 'ફાઇફર' લેનારી વિશ્વની સર્વપ્રથમ મહિલા ક્રિકેટર બની ક્રાંતિ; કપિલ દેવ અને બુમરાહ જેવા મહાન બોલરોની વિશિષ્ટ યાદીમાં સુવર્ણ અક્ષરે નામ નોંધાયું, આખું સ્ટેડિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું9:37 PM IST
તીરંદાજીમાં ભારતનો દબદબો: સ્પેનમાં રમાતા વર્લ્ડ કપમાં ભારતીય મહિલા બ્રિગેડે રચ્યો ઇતિહાસ; કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં જીત્યો સિલ્વર મેડલ! : ફાઇનલમાં કોલંબિયા સામે કાંટાની ટક્કર બાદ ટ્રોફી ચૂકી પણ દિલ જીત્યા; ૧૯ વર્ષની પ્રીતિકા પ્રદીપે વર્લ્ડ નંબર ૧૧ તીરંદાજને ધૂળ ચટાડીને વ્યક્તિગત કેટેગરીમાં બ્રોન્ઝ પર જમાવ્યો કબ્જો8:36 PM IST
ઐતિહાસિક સિદ્ધિ: હરમનપ્રીત કૌરનો વિશ્વવિક્રમ, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 'લોર્ડ્સ'ના મેદાન પર ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી : ભારતીય મહિલા ટીમની કેપ્ટનનો ડંકો: ટેસ્ટ, વન-ડે અને ટી-20 એમ ત્રણેય પ્રકારની આંતરરાષ્ટ્રીય મેચોમાં ઇંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન પર અડધી સદી ફટકારીને રચ્યો નવો ઈતિહાસ6:00 PM IST
૨૧ વર્ષની લિન્ડા નોસ્કોવાએ વિમ્બલ્ડન મહિલા સિંગલ્સની ટેનિસ ટૂર્નામેન્ટ જીતી રચ્યો અદભુત ઇતિહાસ : છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી નાની વયની વિમ્બલ્ડન ચેમ્પિયન બની : ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલમાં પોતાની જ દેશની કેરોલિના મુચોવાને ૩ સેટના રોમાંચક મુકાબલામાં પરાજય આપી કરિયરનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતતી ચેક રિપબ્લિકની ટેનિસ સ્ટાર11:19 PM IST
મહામુકાબલો: ભારત વિ. ઇંગ્લેન્ડ નિર્ણાયક ૫મી T20I માં કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતી લીધો ફિલ્ડિંગનો નિર્ણય, ટીમ ઇન્ડિયામાં વિસ્ફોટક સંજુ સેમસનની એન્ટ્રી! : નંબર-૧ નું સિંહાસન બચાવવા મેદાને ઉતરશે ભારત; હાર્યા તો ઇંગ્લેન્ડ છીનવી લેશે તાજ, પ્લેઇંગ ઇલેવનમાં બે મોટા ફેરફાર સાથે બ્લુ આર્મી ચેઝ કરવા તૈયાર7:51 PM IST
રણબીર કપૂરની ‘રામાયણ’ના ટ્રેલરની તારીખ જાહેર: ૨૪ જુલાઈએ દુનિયા જોશે ભગવાન શ્રી રામની ભવ્ય ગાથાનું અદભૂત પ્રતિબિંબ : દિગ્દર્શક નિતેશ તિવારીની આ મહત્વાકાંક્ષી ફિલ્મમાં રણબીર કપૂરના રામ અવતાર સાથે સાઉથના સુપરસ્ટાર યશનો રાવણ લુક અને સની દેઓલના હનુમાન સ્વરૂપની પ્રતીક્ષાનો અંત, દિવાળી પર થશે ભવ્ય રિલીઝ6:04 PM IST
















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી








































































































































































































