<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

જાણીતા ભજનીક વિષ્‍ણુપ્રસાદ દવેનો તા. ૩ ના જન્‍મ દિવસ

 

રાજકોટ તા. ૩૧ : આગામી તા. ૩ નવેમ્‍બરના ભાઇ બીજના દિવસે જાણીતા ભજનીક વિષ્‍ણુ પ્રસાદજી દવેનો જન્‍મ દિવસ છે. છેલ્લા ૫૪ વર્ષથી રેડીયો પરથી પ્રાચીન ભજનો ગાય છે. આજે પણ તેમનો મધુર કંઠ સાંભળવા મળે છે. વ્‍યવસાયે હાઇસ્‍કુલના શિક્ષક અને જન્‍મે બ્રાહ્મણ છે. પ્રસાદજી તરીકેના હુલામણા નામથી જાણીતા બન્‍યા છે. દેશ વિદેશમાં સંતવાણી કાર્યક્રમો કરે છે. આમ તેમના જીવનમાં શિક્ષણ, સંગીત અને સત્‍સંગનો ત્રિવેદી સંગમ રચાયો છે. ૨૦૦૭ માં તત્‍કાલીન સી.એમ. નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે તેઓને  શ્રેષ્‍ઠ ભજનીક એવોર્ડ મળેલો અને હાલમાં જ ભજન સમ્રાટ નારાયણ સ્‍વામીના નામથી કમાલપુરમાં શરૂ થયેલ શાળાના ઉદ્દઘાટન પ્રસંગે શ્રી પ્રસાદજી મહારાજનું વિશેષ સન્‍માન કરાયુ હતુ. પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી, પદ્મશ્રી શાહબુદીનભાઇ રાઠોડ, પદ્મશ્રી જગદીશભાઇ ત્રિવેદી એમ ત્રણ પદ્મશ્રીઓ દ્વારા તેમનું જાહેર સન્‍માન કરાયુ હતુ. સુપ્રસિધ્‍ધ હાસ્‍ય કલાકાર સાંઇરામ દવેના તેઓ પિતાશ્રી થાય છે. તેમના મો.૯૦૫૪૦ ૧૮૯૫૦ છે.

(12:27 PM IST)