<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

વરિષ્‍ઠ નાટ્‍ય વિદ્‌ કૌશિક સિંધવનો જન્‍મ દિવસઃ ૮૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ રાજય કક્ષાએ રંગભૂમિ, રેડિયો, ટીવી અને વોઇસ ઓવર અભિનેતા તરીકે જેમની ખાસ ઓળખ છે તે કૌશિક સિંધવનો આજે ૮૦માં વર્ષમાં પ્રવેશ થયો છે. બાળપણથી વર્તમાન સમય સુધીમાં તેઓએ ૧પ થી ર૦ સંસ્‍થાઓના પતાની જોડ, કુંવારાની લીલા, પહાડનું બાળક, રઘુラકૂલ રિતી, તુગલક, આંખોની આરપાર, વહુએ વગોવ્‍યા ખોરડા, મહાપ્રયાણ રેડસી અને મોક્ષ જેવા ઉત્તમોત્તમ રંગમંચ નાટકો, રેડિયો ટીવીના ૪૦૦ તથા વોઇસ ઓવર આર્ટીસ્‍ટ તરીકે રરપ ભૂમિકા સહિત કુલ ૭૦૦ જેટલાં-અભિનય પ્રોજેકટસમાં અભિનય પરચો કરાવ્‍યો છે. દશરથ, સરદાર પટેલ, રવિન્‍દ્રનાથ ટાગોર, સાયકો ડો. દેસાઇ, સાથોસાથ આ ઉંમરે રાવણ અને ગુણવંતરાય આચાર્ય જેવાં જાણીતા કિરદારોમાં અસાધારણ ક્ષમતા દર્શાવી છે. અભિનય, દિગ્‍દર્શન માટે સ્‍તરિય પારિતોષિકો, એવોર્ડ, સન્‍માનોની ભરપુર ભરમાર મળી નાટય વિષયક લેખન માટે પણ એટલાં જ જાણીતા છે.

જીવનના ઉત્તરાર્ધ તેઓના નાટ્‍ય તાલીમ ફળિયાની ખાસ બાબત એ છે કે સમાજથી ત્‍યજાયેલ, તિરસ્‍કૃત કચડાયેલ લોકોના સ્‍થાનો જેવા કે વૃધ્‍ધાશ્રમો, જેલના કેદીઓ, ઝૂપડપટ્ટી, ઇવન ગણિકા બહેનોનાં આંગણે જઇ તેઓના આદર સાથે તેમને નાટ્‍ય મનોરંજન આપવાનું એક સામાજીક સેવા સમું કામ, છેક નહેરૂથી નરેન્‍દ્ર મોદી યુગ સુધીના આ વયોવૃદ્ધ કલાધર કરી રહ્યા છે તે એક ખાસ નોંધનીય બાબત બની રહી છે.

(4:23 PM IST)