<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી પૂ. વિવેકસાગરદાસજી સ્‍વામીનો જન્‍મદિન

સા્‌ળગપુરધામ,તા.૮ :  બોટાદ જિલ્લાના જગ વિખ્‍યાત સૌનું આસ્‍થાનું પ્રતીક એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીજીનો આજે ( ૩૮ મો જન્‍મદિવસ ) છે. સાળંગપુર મંદિરમાં કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીજીના માર્ગદર્શન હેઠળ અનેક સત સેવાના ધર્મકાર્યો, માનવસેવાના કાર્યો થઈ રહયા છે. તેઓનો મુખ્‍ય ધ્‍યેય છૅ કે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આવનાર દરેક ભક્‍ત દાદાનો મહાપ્રસાદ લઈને જાય, નાની એવી ઉંમરમાં સાળંગપુરધામ મંદિરમાં કોઠારી સ્‍વામીજીના પદે આવ્‍યા બાદ અનેકગણો વિકાસ કરેલ છે.

દાદાના દરબારમાં દેસ, વિદેશથી ભક્‍તો આવે છે અને દાદાના દર્શન કરીને તન, મન નેં શાંતિ મેળવી ધન્‍યતા અનુભવે છે કોઠારી સ્‍વામી  વિવેકસાગરદાસજી સ્‍વામીજીનો તારીખ ૮ / ૧૧ / ૮૬ ના જન્‍મ થયેલ છે તેઓ કહે છે અથાણાવાળા ગુરૂદેવશ્રીની કળપાથી સેવા કરવાનો અવસર મળ્‍યો છે. સંતો, વિશા્‌ળ સંખ્‍યામાં ભક્‍તજનોએં શુભકામના પાઠવેલ છે. તેમજ રાજ્‍યના ગ્રહમંત્રી અમિતભાઈ શાહ સહિત મહાનુભાવોએ શુભેચ્‍છા પાઠવેલ છે.

(2:00 PM IST)