<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

એડવોકેટ એન્‍ડ નોટરી હરેશ પરસોડાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૯ :.. રાજકોટના યુવા ધારાશાષાીશ્રી હરેશ બી. પરસોંડા નો આજ રોજ તા.૦૯/૧૧/૨૦૨૪ ના રોજ જન્‍મ દિવસ છે. તેઓ રાજકોટ શહેર ખાતે છેલ્લા ૨૪ વર્ષ થી વકીલાતના વ્‍યવસાય માં જોડાયેલ શ્રી હરેશ બી. પરસોંડા-એડવોકેટ ની ભારત સરકાર ધ્‍વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.

હરેશ બી. પરસોંડા રાજકોટ ખાતે ફોજદારી તેમજ સીવીલરાહે વકીલાત કરી ખુબ સારી નામના મેળવેલ છે. તેમજ સમાજમાં જુદા જુદા ક્ષેત્રમાં સેવાકીય પ્રવળત્તિ સાથે અલગ અલગ સંસ્‍થામાં જોડાયેલ છે જેમાં બજરંગવાડી વેપારી એસોશીએશન ના પ્રમુખ તરીકે ઘણા વર્ષો સેવા આપેલ તથા હાલમાં કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપે છે તેમજ રાજકોટ બાર એસોશીએશન માં પુર્વ જોઈન્‍ટ સેક્રેટરી રહી ચુકેલ છે અને ભા.જ.૫. વોર્ડ નં. ૨ ના ઉપપ્રમુખ તરીકે રહેલા હતા અને હાલમાં રાજકોટ ભાજપ લીગલ સેલ વિધાનસભા ૭૦ ના ઈન્‍ચાર્જ તથા વિ.હી.૫, લીગલ સેલના કોર કમિટીના સભ્‍ય તરીકે નિમણુંક પામેલ છે અને રાજકોટ જિલ્લા હયુમન રાઈટના જોઈન્‍ટ સેક્રેટરી તરીકે અને લોયર્સ સ્‍પોટર્સ ફાઉન્‍ડેશન નામની વકીલો માટે રમત ગમત અંગેની સંસ્‍થામાં ટ્રેઝરર તરીકે સેવા આપે છે અને વોઈસ ઓફ લોયર્સ રાજકોટ ચુંવાળીયા કોળી-સમાજ મા સાંસ્‍કળતીક કાર્યક્રમ રૂપે સ્‍પંદન રાસોત્‍સવના નામે સમાજના ભાઈ-બહેનો માટે દાંડીયારાસ નું દર વર્ષે આયોજન કરે છે અને રાજકોટ ખાતે ચુંવાળીયા ઠાકોર બોર્ડીંગ સંસ્‍થામાં કારોબારી સભ્‍ય તરીકે તેમજ પુર્વ ઉપપ્રમુખ પદે તથા સંતશ્રી વેલનાથ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ-રાજકોટમાં મંત્રી પદે તથા ગુજરાત ચુંવાળીયા કોળી-સમાજ ગુજરાતના સંગઠન મંત્રી તરીકે તરીકે સેવા આપી રહ્યા છે તેમજ ગુજરાત સરકારશ્રી ધ્‍વારા જિલ્લા કાનુની સેવા મંડળ દ્વારા સંચાલીત મીડીએશન સેન્‍ટર માં હાલ મીડીએટર તરીકે સેવા આપે છે. તેમજ અનેક નામાંકિત કંપનીઓ પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડીયા, ગુજરાત સ્‍ટેટ પેટ્રો લી., યુનાઇટેડ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર ઓફ ઈન્‍ડીયા લી., યશરાજ ક્રેડીટ કો-ઓપ. સોસાયટી, તેમજ સંકલ્‍પ સિધ્‍ધ સહકારી મંડળી લી, માં એડવોકેટ તરીકે રોકાયેલ છે.

 રાજકોટ ખાતે બાર એસોશીએશન યુવાન વકીલ મિત્રો માં પોતાની ખુબજ સારી ચાહના ધરાવે છે અને વકીલ મિત્રોના કોઈપણ કામ અંગે ખુબજ ખંતથી તેઓની સાથે રહી વકીલ મિત્રોના પ્રશ્નોનો નિકાલ કરવામાં હંમેશા મદદરૂપ થતા હોય જેથી યુવાન વકીલ મિત્રો તેમને ખુબજ આવકાર આપે છે. અને હાલમાં જ તેઓની નવી અદ્યતન ઓફીસ ૯૦૨, આર.કે,વર્લ્‍ડ ટાવર, શીતલપાર્ક બસસ્‍ટોપ નજીક, ૧૫૦ ફુટ રિંગ રોડ, રાજકોટ ખાતે શરૂ કરેલ છે.

આજ રોજ તેમનો જન્‍મ દિવસ હોવાથી વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મોબાઈલ નં. ૯૮૨૪૪ ૦૯૯૫ર ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે.

(11:52 AM IST)