News of Monday, 11th November 2024
બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ડો.પ્રિતેશ પોપટનો જન્મદિન
માતા દક્ષાબેન અને પિતા લાલભાઇનો લોકસેવાનો વારસો દિપાવ્યો

રાજકોટઃ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત જુવેનાઈલ જસ્ટીસ એક્ટની જોગવાઈ મુજબ રચિત રાજકોટ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ (ચાઈલ્ડ વેલ્ફેર કમિટી)ના અત્યાર સુધીના સૌથી યુવા વયના ચેરમેન શ્રી પ્રિતેશ લાલભાઈ પોપટનો આજે તારીખ ૧૧ મી નવેમ્બરના રોજ જન્મદિવસ છે. ચેર પર્સન પાસે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની સત્તાઓ હોય છે. રાજકોટના અડીખમ સેવાભાવી ભાજપ આગેવાન એવા સ્વર્ગસ્થશ્રી લાલભાઈ પોપટ અને માતા દક્ષાબેનના સુપુત્ર શ્રી પ્રિતેશ પોપટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમાજ કાર્ય ભવનમાં તેજસ્વી કારકિર્દી સાથે ડોક્ટરેટ થયા છે અને તેઓ ભવનના તજજ્ઞ વ્યાખ્યાતા પણ છે.
ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ૨ માં તેમજ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં ઘણા વર્ષો સુધી વિવિધ સંગઠનાત્મક જવાબદારીઓ સફળતાપૂર્વક વહન કરનાર પ્રિતેશ પોપટને ગળથુંથીમાંથી જનસંઘ ભાજપના સંસ્કાર પ્રાપ્ત થયા છે અને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ૨ તેમજ પશ્ચિમ રાજકોટના વિસ્તારોના એક અગ્રણી તરીકે શ્રી પ્રિતેશ પોપટે આગવી નામના પ્રાપ્ત કરી છે.
પ્રિતેશ પોપટ B.com, LL.B., M.S.W., Ph.D ની ઉચ્ચ શિક્ષણની ડિગ્રી ધરાવે છે અને દેશમાં વિવિધ સ્થાનો ઉપર આયોજિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવી સમાજ કાર્ય વિષય તેમજ સામાજિક વિજ્ઞાનના અનુસંધાને આયોજિત વિવિધ પરિષદોમાં સ્થાન અને પસંદગી પામ્યા છે. ‘સંગઠન', ‘સેવા' અને સમન્વયના સુત્રને સાર્થક કરતાં ડો. પ્રિતેશ પોપટ પર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે. મો. નં. ૯૮૨૪૫ ૭૭૨૨૯, રાજકોટ.(૨.૮)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
