News of Friday, 15th November 2024
ફુલોની જેમ ખીલતા, ખુશ્બુની જેમ ફેલાતા વલ્લભભાઇનો જન્મદિન
સ્નેહ પામ્યો સૌનો આ દિલમહી સ્વીકાર છે, સૌને વહેંચી દઉ તે સ્નેહનો વિસ્તાર છે

રાજકોટ : જાહેર જીવનમાં સદાય ફુલોની જેમ ખીલતા અને સુગંધની જેમ ફેલાયેલા રહેલા ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર શ્રી વલ્લભભાઇ પોલાભાઇ દુધાત્રાએ આજે ફુલગુલાબી ઠંડી સાથે જીવનના ૬૪માં વરસના બારણે ટકોરા માર્યા છે. (જન્મ તા. ૧પ નવેમ્બર-૧૯૬૧).
મૂળ કુવાડવાના વતની અને દાયકાઓથી રાજકોટને કર્મભૂમિ બનાવનાર લેઉવા પાટીદાર રત્ન શ્રી વલ્લભભાઇ દુધાત્રા સામા કાંઠા વિસ્તારમાંથી ત્રણ વખત ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતાં. ડે.મેયર ઉપરાંત શહેર ભાજપના ઉપપ્રમુખ, મહામંત્રી વગેરે પદ પર રહી ચૂકયા છે. ગઇ ધારાસભાની ચૂંટણીમાં ધ્રાંગધ્રા-હળવદ મતક્ષેત્રના પાર્ટી પ્રભારી તરીકે યશસ્વી કામગીરી કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવના પ્રારંભિક કાળથી જ તેમનું યોગદાન રહ્યું છે. તેમણે રાજકારણમાં તડકા-છાંયા જોયા છે પણ પક્ષ પ્રત્યેની વફાદારી અકબંધ રહી છે. કુછ લોગ જીધર કી હવા હૈ ઉધર ચલ પડતે હૈ, હાલાકિ યે કામ કચરે કા હૈ... તેઓ માને છે કે, જે સૂરજ સાંજે આથમ્યો હોય તે બીજા દિવસે સવારે ફરી ઉગે જ છે. ઉનકા હર દિન એક પર્વ હોતા હૈ, જિન્હે અપને કામ પર ગર્વ હોતા હૈ. (પ-૧૮)
મો. ૯૮ર૪૦ ૧૧૦૧૧ રાજકોટ
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
