News of Monday, 18th November 2024
એલઆઇસીની બ્રાન્ચ નં. ૪ ના પ્રથમ TOT એજન્ટ વૈશાલી કારીયાનો જન્મદિવસ

રાજકોટઃ એલઆઇસી બ્રાન્ચ નંબર ૪ ના પ્રથમ TOT એજન્ટ વૈશાલી કારીયા નો આજે જન્મદિવસ છે તેઓનો ૧૯૬૭ માં રાજકોટ માં ભારતીબેન ધીરૂભાઇ રાજાને ત્યાં લક્ષ્મી રૂપ જન્મ થયો હતો. નાનપણથી અભ્યાસમાં ખૂબ હોશિયાર હતા જેનો લાભ તેના લગ્ન જેમની સાથે થયા તે દિનેશ મગનલાલ કારીયા પરિવારને ખુબ થયો વૈશાલી કારીયાએ તે સમયમાં બીકોમ ડીગ્રી મેળવેલી ૧૯૮૬ માં બીકોમ ડીગ્રી વેલ્યુ વધારે હતી તેમના મેરેજ માત્ર ૨૦ વર્ષ ઉંમરે દિનેશ કારીયા સાથે થયેલા ત્યારે દિનેશભાઇ ની ઉમર પણ ૨૦ વર્ષ હતી ૧૯૮૮ મા લગ્ન થયા ત્યારે હાઉસ વાઈફ તરીકે કારીયા પરિવાર આવેલ હતા પણ જીંદગી માં ચડાવઉતાર દરેક જીવનમાં આવ્યા કરતાં હોય છે. કારીયા પરિવાર માં ૧૯૯૯ માં ખુબ મુશ્કેલી ભરેલો સમય આવ્યો ત્યારે વૈશાલી કારીયાએ મેળવેલી ડીગ્રી ખુબ ઉપયોગી બની અને ૨૦૦૧ માં તેને એક સામાન્ય એલ આઇ સી એજન્ટ બનીને પરિવારને આર્થીક મદદ થાય તેવા પ્રયત્નો કર્યા પણ ધીરે ધીરે તેમા તેની રૂચિ વધવા લાગી તે સીએમ કલબ મેમ્બર બની અલગ અલગ બિઝનેસના કોર્ષ કર્યા અને આજે એક એવી બિઝનેસ વુમન બનીને બહાર આવી છે કે ગયા વર્ષે એલ આઇ સી ની બ્રાન્ચ નંબર ૪ ના પ્રથમ TOT (ટોપ ઓફ ધ ટેબલ) એજન્ટ નો ખિતાબ પણ જીત્યો.
આ તમામ પ્રવૃતિ તે છેલ્લા ૨૪ વર્ષ થી કરે છે. ઘર પરિવાર વહેવારીક જવાબદારી સાચવતાં સાચવતાં બંને દિકરાના લગ્ન કરીયા અને અન્ય વહેવાર અને સાથે બિઝનેસ કરવો એકસ્ત્રી માટે ખુબજ અઘરૂ હોય છે વૈશાલીબેનનાં જન્મદિવસે દિનેશ કારીયા, ધવલ, જાનકી, મીત, બંસી, દાદીનો વાહલો દર્શ, સહિત તમામ પરિવારે શુભેચ્છા પાઠવી છે.(
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
