<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગુજરાતમાં આવતીકાલે યોજાનાર રાષ્ટ્રવ્યાપી મોકડ્રીલનું આયોજન ચીફ સેક્રેટરી પંકજ જોશીના નેતૃત્વમાં થશે, તેમ જાણવા મળે છે. આ મોકડ્રીલને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી છે. કેટેગરી Aમાં સુરત, વડોદરા અને કાકરાપાર જેવા સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે. કેટેગરી Bમાં અમદાવાદ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર અને ઓખા જેવા શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે કેટેગરી Cમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારી જેવા સરહદી અને અન્ય સંવેદનશીલ જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાવાની શક્યતા છે. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ કોઈપણ આપત્કાલીન પરિસ્થિતિમાં રાજ્યની તૈયારીઓની ચકાસણી કરવાનો અને નાગરિકોને સુરક્ષા અંગે જાગૃત કરવાનો છે.3:22 PM IST

લોહાણા મહાજન વાડી ખાતે થેલેસેમીયા ડે કેર સેન્‍ટરનું ગુરૂવારે લોકાર્પણઃ નિઃશુલ્‍ક સેવાઓ : સદ્‌ગુરૂ લોક કલ્‍યાણ ફાઉન્‍ડેશન દ્વારા : સમાજના નામાંકિત અગ્રણીઓ સિનિયર એડવોકેટ યોગેશભાઈ લાખાણી, મૌલેશભાઈ ઉકાણી, મુકેશભાઈ શેઠ, પ્રભુદાસભાઈ પારેખ, મનિષભાઈ માદેકા, લાભુભાઈ ખીમાણીયા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે : સંલગ્ન બ્‍લડ બેંકો તરીકે ફીલ્‍ડ માર્શલ બ્‍લડ બેન્‍ક, લાઈફ બ્‍લડ સેન્‍ટર તથા જીવનદીપ બ્‍લડ બેન્‍ક પોતાની સેવા આપશે :રાજકોટ લોહાણા મહાજન, સંકલ્‍પ ઈન્‍ડિયા ફાઉન્‍ડેશન તથા જલારામ અભ્‍યુદય સદ્‌ ભાવના ટ્રસ્‍ટ, અમદાવાદનો સહયોગ પ્રાપ્ત થશે. : સદ્‌ગુરૂ લોક કલ્‍યાણ ફાઉન્‍ડેશનના ડીરેકટરો રાજુભાઈ પોબારૂ, ડો.નિશાંતભાઈ ચોટાઈ, ડો.જનકભાઈ ઠક્કર, કિશોરભાઈ કોટક, ઉમેશભાઈ નંદાણી, હિરેનભાઈ ખખ્‍ખર, પ્રદિપભાઈ જોબનપુત્રા, જીતુભાઈ કોટેચા વગેરે દ્વારા ઉત્‍કૃષ્‍ટ સામાજીક-સેવાકીય કાર્ય તા.૮ મે, ૨૦૨૫ ગુરૂવારના રોજ ‘વિશ્‍વ થેલેસેમીયા દિવસ' હોય, થેલેસેમીયા નાબૂદીના સંકલ્‍પ સાથે ‘‘થેલેસેમીયા ડે કેર સેન્‍ટર''નું લોકાર્પણ : તમામ જ્ઞાતિના થેલેસેમીયાગ્રસ્‍ત બાળકોને નિઃશુલ્‍ક બ્‍લડ ચઢાવાશેઃ અદ્યતન સુવિધાઓ સાથે થેલેસેમયાનું નિદાન, લેબોરેટરી ટેસ્‍ટીંગ, દવાઓ અને જરૂર પડયે બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ પણ નિઃશુલ્‍ક થશે : ૨૦ બેડની સુવિધા સાથે ૨૦૦ બાળકોની સારવાર વ્‍યવસ્‍થા માટે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઉભું કરાયું: દર્દી સાથે રહેલ સગા-વ્‍હાલાઓ માટે પણ નાસ્‍તા-ભોજનની વ્‍યવસ્‍થાઃ નાના બાળકો માટે પ્‍લે એરીયા તથા ટીડ્રીએશન એરીયા ઉપલબ્‍ધ2:45 PM IST