<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ફિઝીશ્‍યન ભાજપ ડોકટર સેલ સૌરાષ્‍ટ્ર ઝોનના કન્‍વીનર ડો. અમિત હપાણીનો જન્‍મદિવસ

રાજકોટઃ ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશન ગુજરાતના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપ ડોકટર સેલ સૌરાષ્‍ટ્ર ઝોન કન્‍વીનર સૌરાષ્‍ટ્રના જાણીતા ફીઝીશ્‍યન કાર્ડીયોલોજીસ્‍ટ ડો. અમિત હપાણીનો આજે જન્‍મ દિવસ છે. ભાજપ ડોકટર સેલ સૌરાષ્‍ટ્ર  ઝોનના કન્‍વીનર તરીકે સળંગ પાંચ ટર્મથી સેવા આપે છે. તથા રાજકોટ શહેર ભાજપ કારોબારીના કાયમી આમંત્રીત સભ્‍ય છે. તાજેતરમાં શહેરના હાર્દસમા વિસ્‍તાર વિદ્યાનગર રોડ, મંગળા રોડ અને રામકૃષ્‍ણનગર મેઇન રોડ વિસ્‍તાર જયાં સૌરાષ્‍ટ્રના અગ્રગણ્‍ય તબીબો પ્રેકટીશ કરે છે  તેમના દ્વારા વી.એમ.આર.ડોકટર્સ એસોસીએશન રચના કરવામાં આવી છે તેના પ્રમુખ તરીકે ડો.અમિત હપાણીને જવાબદારી સોંપવામાં આવી છે. જુનાગઢ જિલ્લાના મેંદરડાના વતની વર્ષોથી રાજકોટને કર્મભૂમી બનાવી છે. ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશન ગુજરાતના પુર્વ ઉપપ્રમુખ સહિત આઇ.એમ.એ. રાજકોટના પ્રેસીડન્‍ટ તરીકે, ગુજરાત મેડીકલ કાઉન્‍સીલ અને ગુજરાત ફાર્મસી કાઉન્‍સીલમાં અને ગુજરાત વેલફેર બોર્ડમાં ડિરેકટર તરીકે કામગીરી કરી હતી. ડો. હપાણી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્‍ડીકેટ મેમ્‍બર, ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ છે. તેઓ ટ્રસ્‍ટી શ્રી અરિહંત ફાઉન્‍ડેશન, ચેરમેન ડેફ સોસાયટી, ડાયરેકટર આરૂણી હોસ્‍પિટલ પ્રા.લી., જિલ્લા પલ્‍સ પોલીયો રસીકરણ સમિતના સભ્‍ય છે. આરોગ્‍યલક્ષી જાગૃતિ કાર્યક્રમો આપતા રહે છે. તેઓના (મો.નં. ૯૮રપ૦૭૬૭૬૭) જૈન સમાજ સહિત સમસ્‍ત સમાજના અગ્રણીઓ, તબીબી વર્તુળ તથા શ્રેષ્‍ઠીઓ તરફથી જન્‍મદિવસની શુભેચ્‍છા મળી રહી છે.

(10:55 AM IST)