દેશમાં કોરોનાના કેસોમાં ધીમો વધારો : એક્ટિવ કેસ ૩૭૫૮ પર પહોંચ્યા : છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં 55 સહિત દેશભરમાં ૩૬૩ નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યા અને બે મોત નોંધાયા : ગુજરાતમાં કુલ ૩૨૦ સક્રિય કેસ : સૌથી વધુ 1400 સક્રિય કેસ કેરળમાં : મહારાષ્ટ્રમાં ૪૮૫ અને દિલ્હીમાં ૪૩૬ કેસ : ICMR અનુસાર ઓમિક્રોનના પેટા-વેરિઅન્ટ્સ જવાબદાર : ગંભીરતા ઓછી હોવાનો દાવો - પણ તકેદારી જરૂરી3:22 PM IST
બાંગ્લાદેશમાં અભૂતપૂર્વ ઘટના: પ્રથમ વખત શેખ હસીનાના યુદ્ધ અપરાધોની સુનાવણીનું આજે સવારથી જ જીવંત પ્રસારણ : આજે ટ્રિબ્યુનલમાં જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૪ના દેશ વ્યાપી જુવાળ દરમિયાન થયેલા માનવતા વિરુદ્ધના ગુનાઓના કેસમાં શેખ હસીના વિરુદ્ધ ઔપચારિક આરોપો રજૂ કરવામાં આવશે: આ કેસમાં શેખ હસીનાને મૃત્યુદંડની સજા થઈ શકે છે:ટ્રિબ્યુનલ ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલ અને ભૂતપૂર્વ પોલીસ વડા ચૌધરી અબ્દુલ્લા અલ-મામુન વિરુદ્ધના આરોપોની પણ સુનાવણી કરશે, જેઓ હાલ જેલમાં છે10:11 AM IST
ઉત્તર-પૂર્વ ભારતમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, સિક્કિમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં, પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુ આંક ૩૨ ઉપર પહોંચ્યો: બચાવ કાર્ય શરૂ: વહેલા ચોમાસાએ તબાહી મચાવી: આસામથી સિક્કિમ સુધી વરસાદનો આતંક: બે દિવસ ભારે વરસાદની આગાહી સ્થિતિ વધુ ગંભીર બનશે : આસામમાં બ્રહ્મપુત્રા નદી અને સહાયક નદીઓ ગાંડીતૂર બની, ગ્રામીણ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા, પાંચના મોત, અનેક લોકો ઘરોમાં ફસાયેલા છે: અરુણાચલમાં ભૂસ્ખલન, સાતના મોત,અનેક ગામોનો સંપર્ક તૂટ્યો, મેઘાલય ત્રિપુરામાં પણ સ્થિતિ ગંભીર બની, હજારોનું સ્થળાંતર10:14 AM IST
IPL 2025 : શ્રેયસ ઐયરની ઐતિહાસિક અણનમ ૮૭ રનની વિસ્ફોટક ઇનિંગ્સ : પંજાબ કિંગ્સે ક્વોલિફાયર-૨ માં મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે ધૂળ ચટાડી : IPL 2025 ફાઇનલમાં શાનદાર પ્રવેશ! : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદી વિઘ્ન છતાં રમાઈ રોમાંચક મેચ : ૨૦૪ રનનો વિશાળ લક્ષ્ય પાર પાડી પંજાબે RCB સામે ૩ જૂને ખિતાબી ટક્કર પાકી કરી : IPL ને મળશે નવો અને પ્રથમ વખતનો ચેમ્પિયન!1:53 AM IST
જુનાગઢમાં સાયબર ફ્રોડનો વધુ એક મોટો પર્દાફાશ : હિરલબા જાડેજા સામે નકલી પેઢીઓ અને ૨૨ બેંક ખાતા દ્વારા કરોડોની છેતરપિંડીનો વધુ એક સનસનાટીપૂર્ણ ગુનો નોંધાયો! : પૂર્વ આયોજિત કાવતરું રચી નિર્દોષોના આધાર-પાન કાર્ડ મેળવી બોગસ પેઢીઓ ઉભી કરી : જુદા જુદા રાજ્યોમાં થયેલ સાયબર ફ્રોડના પૈસા સગેવગે કરાયા : IT એક્ટ હેઠળ કલમો લાગુ11:10 PM IST
ઉત્તર કોરિયાથી સ્મગલ કરાયેલા સ્માર્ટફોને ખોલ્યા ચોંકાવનારા રહસ્યો : તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના 'ગૂંગળામણભર્યા' લોકોને નિયંત્રિત કરવા કેવા 'ગાંડા' કારનામા કરે છે! : ફોન સાઉથ કોરિયન શબ્દોને સેન્સર કરે છે અને દર પાંચ મિનિટે ગુપ્ત સ્ક્રીનશોટ લે છે : યુવા સ્ક્વોડ્સ શેરીઓમાં પેટ્રોલિંગ કરે છે : ભક્તિ અને સર્વેલન્સનું 'ઓરવેલિયન' સામ્રાજ્ય ખુલ્લું પડ્યું11:14 PM IST
દિલ્હીમાં 'મદ્રાસી કેમ્પ' પર બુલડોઝર ફેરવાયું :તમિલ મૂળના લોકોને ઘરે પાછા ફરવામાં મદદ કરશે તામિલનાડુ સરકાર : દિલ્હી હાઈકોર્ટના આદેશ પર દિલ્હીના જંગપુરામાં મદ્રાસી કેમ્પમાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા :બારાપુલા નાળાના કિનારે આવેલી આ ઝૂંપડપટ્ટીમાં અતિક્રમણને કારણે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા હતા અને ટ્રાફિકમાં અવરોધ આવતો હતો. 11:07 PM IST
થરૂર પછી ખુર્શીદનું 'આર્ટિકલ ૩૭૦' પર બળવાખોર નિવેદન : કોંગ્રેસમાં આંતરિક વિવાદનો લાવા ફાટ્યો : ગાંધી પરિવારની મુશ્કેલી વધી! : ઇન્ડોનેશિયામાં સલમાન ખુર્શીદે મોદી સરકારના કલમ ૩૭૦ નાબૂદીના નિર્ણયને બિરદાવ્યો : પાકિસ્તાન પર વળતો પ્રહાર : પક્ષની સત્તાવાર નીતિ સામે સીધો પડકાર : ભાજપને ઘરઆંગણે મળી નવી રાજકીય તક8:39 PM IST
નાશિકમાં યોજાનારા કુંભ મેળાની તારીખો જાહેર: કુંભ પર્વ 31 ઓક્ટોબર 2026ના રોજ ધ્વજવંદન સાથે શરૂ કરાશે : જાણો અમૃત સ્નાનની તારીખ : નાસિક જિલ્લા કલેક્ટર કાર્યાલય ખાતે સિંહસ્થ કુંભ મેળા અંગે મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ: દેવેન્દ્ર ફડણવીસે સાધુ મહંતો સાથે આગામી કુંભ મેળાના આયોજન અંગે ચર્ચા કરી:બેઠકમાં તમામ 13 અખાડાના વડાઓ સહિત, બે સાધુ-મહંતો હાજર રહ્યા 8:32 PM IST
મહારાષ્ટ્રમાં સુપ્રીમકોર્ટના હસ્તક્ષેપ બાદ ૧૪,૦૦૦ કરોડના બે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ટેન્ડર રદ: શિંદેના રાજીનામાની માંગણી : ટેન્ડર રદ થયા બાદ રાજકીય ગરમાવો: MMRDA એ 6,000 કરોડ રૂપિયાના એલિવેટેડ રોડ અને 8,000 કરોડ રૂપિયાના રોડ ટનલ પ્રોજેક્ટ્સના ટેન્ડર રદ કર્યા: આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદે પર ગંભીર આરોપો લગાવ્યા7:30 PM IST
રશિયા બ્રિટન માટે સૌથી મોટો ખતરો: ચીનથી પણ રહેવું પડશે સાવધાન: સંરક્ષણ સમીક્ષા અહેવાલમાં ઘણા મહત્વપૂર્ણ ખુલાસા : બ્રિટેને તેના લશ્કરી સાધનો અને સેવાઓ માટે 10-વર્ષીય યોજના પર સમીક્ષા અહેવાલ તૈયાર કર્યો: આ અહેવાલ ભૂતપૂર્વ નાટો સેક્રેટરી જનરલ જ્યોર્જ રોબર્ટસનની આગેવાની હેઠળની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો: 13 પાનાના અહેવાલમાં ચીનને એક જટિલ પડકાર તરીકે વર્ણવવામાં આવ્યું 5:06 PM IST
પંજાબ રાજકારણમાં ઐતિહાસિક પરિવર્તન : આમ આદમી પાર્ટીએ વિશાળ સંગઠનાત્મક માળખું જાહેર કર્યું : મનીષ સિસોદિયાએ જમીની સ્તરે સંવાદ બાદ 'નવી ટીમ' ઉતારી – 13 લોકસભા અને 28 જિલ્લા માટે નવા અધ્યક્ષોની નિમણૂક સાથે 'મિશન 2027'નો પ્રારંભ : આપના પંજાબ પ્રભારી મનીષ સિસોદિયાના નેતૃત્વ હેઠળ બે મહિનાના વ્યાપક જનસંપર્ક બાદ પાંચ ધારાસભ્યોને ઉપાધ્યક્ષપદે, નવ સચિવ-મહાસચિવોને સ્થાન તથા મહિલા શક્તિને પણ મુખ્ય જવાબદારીઓ સોંપી સંગઠનને મજબૂત કરાયું12:51 PM IST
પાકિસ્તાન સાથે ચીન પણ થથરશે :ભારતને ફિફ્થ જનરેશન અત્યાધુનિક SU-57E ફાઈટર જેટ ખરીદવા રશિયાની ઓફર : સ્ટીલ્થ ફાઈટર જેટ Su-57Eની સ્પીડ 2778 કિમી પ્રતિકલાક છે: Su-57Eમાં 12 હાર્ડપોઇન્ટ છે. તે વિવિધ ટૂંકા, મધ્યમ અને લાંબા અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને ગાઈડેડ એરિયલ બોમ્બ લઈ જઈ શકે 6:06 PM IST
૧૫૦૦ લોકોના મોત :૨૫૦૦૦ લોકો ઘાયલ: બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીના સામેના આરોપોની સજા શું છે? : બાંગ્લાદેશમાં, માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠરવા પર આજીવન કેદ અને મૃત્યુદંડ જેવી કઠોર સજા આપવાની જોગવાઈ: મુખ્ય ફરિયાદી તાજુલ ઇસ્લામે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેના વિરુદ્ધના આરોપોની સુનાવણી આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલમાં થશે.6:38 PM IST
ધીરેન્દ્ર શાસ્ત્રીએ બલિ પ્રથા સામે વાંધો વ્યક્ત કર્યો :બકરી ઇદ પર બલિદાન બંધ કરવાની માંગ કરી : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, 'અમે કોઈપણ સ્વરૂપમાં બલિદાન પ્રથાના પક્ષમાં નથી. તેવી જ રીતે, અમે બકરી ઇદના પણ પક્ષમાં નથી. જો આપણે કોઈને જીવન આપી શકતા નથી, તો કોઈને પણ તેને મારવાનો અધિકાર નથી5:28 PM IST
જુઓ મહત્વના સમાચારો ફટાફટ વાંચી જાઓ4:34 PM IST
હિમાચલ પ્રદેશમાં ગોઝારો અકસ્માતઃ પાંચ લોકોનાં કમકમાટી ભર્યા મોતઃ ૧ ગંભીર : વાહન કમંડ પુલ પર પહોંચતાની સાથે જ અચાનક ડ્રાઇવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો અને વાહન પુલની રેલિંગ સાથે અથડાઈને પલટી હતી, ટક્કર એટલી ગંભીર હતી કે કારની પાછળની સીટ પર બેઠેલા ચાર લોકો તેમના સામાન સાથે બહાર ફેંકાઈ ગયો હતો4:10 PM IST
ચંદ્રગ્રહણ ૨૦૨૫ : ૭ સપ્ટેમ્બરે ભારતમાંથી દેખાશે વર્ષનું એકમાત્ર ચંદ્રગ્રહણ – ધાર્મિક મહત્વ સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ : સૂતક કાળ અને દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ માહિતી! : ભાદરવા મહિનાની પૂનમે રાત્રિના ૦૯:૫૭ વાગ્યે ગ્રહણનો પ્રારંભ થશે : બપોરના ૧૨:૫૭ વાગ્યાથી સૂતક કાળ લાગુ પડશે – ગુજરાત સહિત દેશભરના નાગરિકો માટે ગ્રહણ દર્શન અને સાવચેતી અંગેની વિગતો1:17 PM IST
૪૮ વર્ષ પછી ઇસ્કોનની રથયાત્રામાં મોટો ફેરફાર, ભગવાન જગન્નાથ સુખોઈ ફાઇટર પ્લેન ટાયરવાળા રથ પર સવારી કરશે : સુખોઈ ટાયરનો વ્યાસ બોઇંગ ટાયર જેવો જ છે, તેથી આ વર્ષે સુખોઈ ટાયર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, હવે બોઇંગ ટાયર મેળવવા ખૂબ જ મુશ્કેલ છે. છેલ્લા ૪૮ વર્ષની પરંપરા તોડીને, રથમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.2:33 PM IST
મધ્યપ્રદેશને પીએમ મોદીની ભેટ : દેવી અહિલ્યા હોલકર પર ટપાલ ટિકિટ: 300 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પાડ્યો : પ્રધાનમંત્રી મોદીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે ભોપાલમાં આયોજિત મહિલા સશક્તિકરણ મહા સંમેલનમાં હાજરી આપી તેમણે દેવી અહલ્યાબાઈ હોલકરને સમર્પિત ટપાલ ટિકિટ અને 300 રૂપિયાનો એક ખાસ સ્મારક સિક્કો બહાર પાડ્યો.9:04 PM IST
વિવાદાસ્પદ વીડિયો મામલે કોલકાતા પોલીસે ગુરુગ્રામથી ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પાનોલીની ધરપકડ કરી : હિન્દુ આસ્થાના અપમાનના આક્ષેપોથી ખળભળાટ : 'ઓપરેશન સિંદૂર' પરની ટીકાથી વિવાદ વકર્યો, માફી છતાં કાર્યવાહી : પવન કલ્યાણ - કંગના રનૌત સહિત ઘણા દિગ્ગજો સમર્થનમાં આવ્યા : વાણી સ્વાતંત્ર્ય પર ફરી પ્રશ્નાર્થ4:16 PM IST
વોશિંગ્ટન છોડ્યા પછી પણ એલોન મસ્ક રહેશે ટ્રમ્પના 'અધિકૃત' સલાહકાર : DOGE માટેના કાર્યની ભરપૂર પ્રશંસા : સોનાની ચાવી પણ ભેટમાં! : વ્હાઇટ હાઉસમાં પત્રકાર પરિષદમાં ટ્રમ્પ-મસ્કનો 'શો ઓફ સ્ટ્રેન્થ' : ટેસ્લા અને સ્પેસએક્સ પર ધ્યાન આપવાના વચન છતાં રાજકીય સંપર્કો ચાલુ રાખશે : ડ્રગ્સના ઉપયોગના આરોપો પર ટ્રમ્પે કહ્યું- 'મને કંઈપણથી પરેશાની નથી, તે અદ્ભુત છે!'9:38 PM IST
આધ્યાત્મિક ગુરુ પ્રમોદ કૃષ્ણમનો રાહુલ ગાંધી પર હુમલો : 'જો પાકિસ્તાનથી લડે તો જંગી બહુમતીથી જીતે, તેમને પાકિસ્તાન પ્રત્યે ઊંડો સ્નેહ!' :જુઓ વિડીયો : વિડીયો વાયરલ થતાં રાજકીય બબાલ : 'ભારતીય સેના પર શંકા, પાકિસ્તાની નેતાઓ પર વિશ્વાસ!' - ઓપરેશન સિંદૂર, ઇન્દિરા ગાંધીની તુલના અને PMના પરિવાર પરની ટિપ્પણીઓ પર આકરા પ્રહારો : 'બગડેલા બાળક' સાથે સરખામણી!9:45 PM IST
યુપીમાં રેવન્ના પાર્ટ 2 : ભાજપ નેતાના પુત્રના 'અશ્લીલ વીડિયોના ઢગલા'થી રાજકીય ભૂકંપ : 100થી વધુ વીડિયો વાયરલ! : કર્ણાટક સેક્સ કૌભાંડ જેવું જ UPમાં કૌભાંડ : મૈનપુરીમાં ભાજપ નેતાનો પુત્ર ફરાર : પીડિતાનો નશીલા પદાર્થ ખવડાવવાનો આરોપ! અખિલેશ યાદવે ભાજપને ઘેર્યું, કહ્યું - 'મહિલાઓ ભાજપના પડછાયાથી દૂર ચાલવા લાગશે!'10:01 PM IST
USમાં વિદ્યાર્થી વિઝા માટે સોશિયલ મીડિયા 'સર્વેલન્સ'નો યુગ : ટ્રમ્પ વહીવટીતંત્રની નવી કડકાઈ : અરજદારોના Facebook, Twitter, Instagram પર બાજ નજર! : 'ઓપરેશન સ્ક્રીનિંગ' શરૂ : પાંચ વર્ષની પોસ્ટ્સ, લાઈક્સ, કમેન્ટ્સની તપાસ થશે : ઇઝરાયલ-પેલેસ્ટાઇન વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને દેશનિકાલની ચીમકી! ભારતીય વિદ્યાર્થીઓએ સાવધાન રહેવું પડશે!10:05 PM IST
ભારત ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં 'સદી' ફટકારવા તૈયાર: 'આ નાણાકીય વર્ષના અંત સુધીમાં 1 અબજ યુઝર્સને આંબી જશે' - જ્યોતિરાદિત્ય સિંધિયાનો સનસનાટીભર્યો દાવો! : વડાપ્રધાન મોદીના 11 વર્ષના શાસનમાં ટેલિકોમ ક્રાંતિ: ડેટા વપરાશમાં 389%, બ્રોડબેન્ડ યુઝર્સમાં 1324%નો ધરખમ ઉછાળો, વિશ્વનો સૌથી સસ્તો ડેટા માર્કેટ! 'ઇનોવેટ ટુ ટ્રાન્સફોર્મ' થીમ સાથે વૈશ્વિક ટેલિકોમ લીડર બનવાનું લક્ષ્ય!10:06 PM IST
થાઈલેન્ડની ઓપલ સુચતા ચુઆંગસ્રી બની 'મિસ વર્લ્ડ 2025' : હૈદરાબાદમાં યોજાયેલી ભવ્ય સ્પર્ધામાં ભારતની નંદિની ગુપ્તા ટોપ-8 માંથી બહાર! : વૈશ્વિક મંચ પર થાઈલેન્ડનો વિજયધ્વજ લહેરાયો : 108 દેશોની સુંદરીઓમાંથી 40 સેમિફાઇનલમાં : ઓપલનો જન્મ ફૂકેટમાં, બહુભાષી અને આંતરરાષ્ટ્રીય સંબંધોની વિદ્યાર્થીની : 72મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ગ્લેમર અને ગ્રેસનો સંયોગ!10:11 PM IST
જુઓ મહત્વના સમાચારો ઊડતી નજરે10:48 PM IST
ટ્રમ્પની ભારત-પાકિસ્તાનને વેપાર વાટાઘાટો રદ કરવાની ચીમકી : "જો યુદ્ધ કરશો તો કોઈ ડીલ નહીં કરું!" પાકિસ્તાન પર 29% ટેરિફનો ખતરો : ભારત સાથે 'ઐતિહાસિક ઊંચાઈ' પર સંબંધો! : પહેલગામ હુમલા અને 'ઓપરેશન સિંદૂર' બાદ તણાવ યથાવત : પાકિસ્તાની અધિકારીઓ US પહોંચશે : ભારત સાથે $50 બિલિયનથી વધુના કરારોની શક્યતા!11:04 PM IST
સરકારી કર્મચારીઓ માટે પેન્શનનો જેકપોટ! NPSમાંથી નિવૃત્ત થયેલાઓને હવે મળશે બમ્પર લાભ : યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ વધારાનો ફાયદો! : 31 માર્ચ 2025 પહેલા નિવૃત્ત થયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર : 10 વર્ષની સેવા પૂર્ણ કરનારને એકમ રકમ અને માસિક પેન્શનમાં 'ટોપ-અપ' મળશે! અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2025!11:07 PM IST
દેશથી મોટું કંઈ નથી: દિલ્હી હાઈકોર્ટે ભારતીય સેનાના ખ્રિસ્તી કમાન્ડિંગ ઓફિસરની બરતરફીને માન્ય રાખી : ખ્રિસ્તી આર્મી અધિકારીએ રેજીમેન્ટના ધાર્મિક વિધિઓમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો:અધિકારીએ પોતાની ધાર્મિક માન્યતાઓનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે સેનામાં શિસ્ત સર્વોપરી છે અને અધિકારીના આદેશનું પાલન ન કરવું એ અનુશાસનહીનતા છે.11:33 PM IST
ઈરાનની પરમાણુ રમત : યુરેનિયમ સંવર્ધન બમણું કરતાં વિશ્વની ચિંતામાં વધારો : ટ્રમ્પ સાથેની વાટાઘાટો પર દબાણ! : ગુપ્ત અહેવાલ મુજબ 10 શસ્ત્રો માટે બોમ્બ-ગ્રેડ ઇંધણ બનાવવાની ક્ષમતા! જાન્યુઆરીમાં 5-6 શસ્ત્રોની ક્ષમતા હતી : IAED ડિરેક્ટર જનરલ ગ્રોસીએ 'મજબૂત નિરીક્ષણ પ્રણાલી' હેઠળ રાજદ્વારી ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો11:46 PM IST
નૈનીતાલમાં પર્યટકોનો ધસારો: મોટાભાગની હોટેલો હાઉસ ફૂલ : એક જ દિવસમાં કાલાઢુંગી, હલ્દવાની-ભવાલી રોડ માર્ગે બે હજાર વાહનો દ્વારા આઠ હજાર ટુરિસ્ટોનું આગમન: *મલ્લીતાલ પંત પાર્ક, ભોટિયા બજાર અને મોલ રોડ પર દિવસભર રોનક જોવા મળી: નૈનીતાલની નજીકના મંગોલી, પંગોટ, કિલબરી અને ઘુઘ્ઘુખાનમાં પણ પર્યટકોની મોટી સંખ્યા12:32 AM IST
પાકિસ્તાનમાં ભારતીય સિમ કાર્ડ મોકલ્યા, વોટ્સએપ ઓટીપી આપ્યા અને લશ્કરી ઠેકાણાઓના ફોટા શેર કર્યા: હસીન ઝડપાયો : દિલ્હી પોલીસે હસીન નામના એક વ્યક્તિની ધરપકડ કરી જે પાકિસ્તાન ગયો હતો અને ISI ના સંપર્કમાં આવ્યો: તેનો ભાઈ કાસિમ પહેલાથી જ પકડાઈ ગયો છે: હસીન પર એક આખું જાસૂસી નેટવર્ક ચલાવવાની શંકા12:31 AM IST
રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી (NDA) માટે ઐતિહાસિક દિવસ : પહેલીવાર 17 મહિલા કેડેટ્સની પહેલી બેચ પાસ આઉટ થઈ : ૧૪૮મા કોર્ષના સ્પ્રિંગ ટર્મના પાસિંગ આઉટ પરેડ (POP)માં ૧૭ મહિલા કેડેટ્સ સહિત ૩૩૬ પુરુષ કેડેટ્સે ભાગ લીધો: ખેતરપાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય પરેડમાં કુલ ૧,૩૪૧ કેડેટ્સે તેમની ઉત્તમ લશ્કરી અને શૈક્ષણિક તાલીમનું પ્રદર્શન કર્યું12:49 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાઅંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ વેસ્ટ નાખવા બાબતે બેઇલ કંપનીને નોટિસ 5 લાખનો દંડ: વસૂલવાની પ્રક્રિયા ચાલુ : કંપની પર આક્ષેપ છે, કે કેમિકલ વેસ્ટના નિકાલના કારણે જળ સ્ત્રોતોને નુકસાન કર્યું :વરસાદી કાંસમાં પ્રદૂષિત રાસાયણિક કચરાનો નિકાલ કર્યો હતો જેને લઇ GPCB સાથે નોટિફાઇડ એરિયા ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા હતા8:14 PM IST
ભારતે વિદેશી ટેકનોલોજીની દાદાગીરી અને ડિજિટલ નિર્ભરતાનો કાળમુખો અંત આણવા માટે પૂરા ૩ ક્રાંતિકારી સ્વદેશી AI મોડેલ્સ લોન્ચ કરીને નવો સનસનાટીભર્યો ઇતિહાસ રચી દીધો છે, અને આ AI મોડેલ્સની સૌથી ભયાનક અને સ્ફોટક વાત એ છે કે તે કોઈપણ પ્રકારના ઈન્ટરનેટ કનેક્શન વગર પણ સણસણાટ કામ કરશે : પાવરફુલ અને આત્મનિર્ભર AI ટેકનોલોજીથી ગ્લોબલ આઈટી કંપનીઓની ખુરશીઓ ડગમગી ગઈ:ઈન્ટરનેટ વિના ધમાકો કરતાં આ ભારતીય મોડેલ્સ જોઈ ચીન અને અમેરિકાના છાતીના પાટિયા બેસી ગયા6:20 PM IST
ફ્રાન્સની એક મુખ્ય બ્લડ બૅંકની ડિજિટલ સિસ્ટમ પર કાળમુખા સાઈબર ઠગોએ અત્યંત ખતરનાક એટેક કરીને રેફ્રિજરેશન અને સ્ટોરેજ સિસ્ટમનું તાપમાન સીધું વધારીને ભયાનક ૧૧૦ ડિગ્રી (110°F/સમાન અતિ-ઉષ્ણ તાપમાન) કરી દીધું છે, જેના કારણે જીવનરક્ષક લોહીનો મૂલ્યવાન જથ્થો નષ્ટ થવાના આરે પહોંચી જતાં સમગ્ર વૈશ્વિક આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : માનવતાના દુશ્મનોએ લોહીના ભંડારને જ નિશાન બનાવ્યું: અતિશય ગરમીથી બ્લડ બેંકની સુરક્ષા પ્રણાલી ધ્વસ્ત થઈ જતાં ડોક્ટરો અને દર્દીઓના છાતીના પાટિયા બેસી ગયા6:19 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા જતા જોખમ, બેકાબૂ ટેકનોલોજી અને વૈશ્વિક જોખમોના ભયથી દુનિયાભરના શેરબજારોમાં કાળઝાળ કડાકો બોલી ગયો છે: એટલું જ નહીં, આ ગ્લોબલ ક્રાઈસિસની અસરમાં એક પ્રમુખ દેશનું શેરબજાર એવું તો ધડાકાભેર તૂટ્યું કે રોકાણકારોમાં નાસભાગ મચી ગઈ અને સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે પૂરા ૨૦ મિનિટ સુધી ટ્રેડિંગ સદંતર રોકવું પડ્યું હતું : AI ના કાળમુખા રાક્ષસે લીધો શેરબજારનો ભોગ: સેકન્ડોમાં અબજો ડાૅલરનું ધોવાણ થઈ જતાં મોટા-મોટા દિગ્ગજ રોકાણકારો અને અબજોપતિઓના છાતીના પાટિયા બેસી ગયા6:18 PM IST
તૂર્કિયે દેશના ત્રણ અલગ-અલગ ગામડાઓમાં કાળમુખા હુમલાખોરોએ અંધાધૂંધ અને બેફામ ગોળીબાર કરીને ૮ નિર્દોષ નાગરિકોને એકસાથે વીણી વીણીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો : શાંત ગામડાઓની ધરતી લોહીથી લાલચોળ થઈ ગઈ:કાળમુખા શખ્સો દ્વારા આચરવામાં આવેલા આ નરસંહારથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા6:18 PM IST
વેસ્ટ વિન્ડિઝની 238 રને શર્મનાક હાર બાદ મોટો ઝટકો: ICCની ટીમના તમામ ખેલાડીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી : દંડ ફટકારાયો : આઈસીસીએ સ્લો ઓવર રેટ બદલ વેસ્ટ ઈન્ડિઝના તમામ ખેલાડીઓને દંડ ફટકાર્યો : ઈંગ્લેન્ડ સામેની ત્રણ સિરીઝની પ્રથમ વન-ડેમાં વિન્ડિઝે નિર્ધારીત સમયમાં એક ઓવર ઓછી ફેંકી સમયમાં એક ઓવર ઓછી ફેંકી11:03 PM IST
બોલિવૂડના 'હેન્ડસમ વિલન' ગેવિન પેકાર્ડની દીકરી એરિકા પેકાર્ડનો જાદુ : સુંદરતા અને ફિટનેસમાં અભિનેત્રીઓને પણ ટક્કર : 'ખતરોં કે ખિલાડી'માં ધમાલ! : 'ચમત્કાર'થી 'મોહરા' સુધી બોલિવૂડમાં છવાઈ ગયેલા પિતાની પુત્રી ફિલ્મોથી દૂર, પણ મોડેલિંગ અને રિયાલિટી શોમાં જમાવ્યો રંગ : રણબીર કપૂર સાથે પણ જોડાયું નામ!10:04 PM IST
કે-પૉપ સ્ટાર વી એ હિન્દીમાં પાઠવી ભારતીય ચાહકોને દિવાળીની શુભેચ્છાઓ, વીવર્સ એપ પર એઆઈ તસવીરો અને ગુલાબજાંબુ પર આપી ખાસ પ્રતિક્રિયા : વિશ્વપ્રસિદ્ધ કે-પૉપ બેન્ડ બીટીએસના લોકપ્રિય સભ્ય વી એ ભારતીય આર્મી ફેન્સને વીવર્સ એપ પર દિવાળી મુબારક કહીને અદ્ભુત ભેટ આપી છે અને ભારતીય સંસ્કૃતિમાં રસ દાખવ્યો છે.4:49 PM IST
ફિલ્મ રામાયણના નિર્માતાઓની ઓનલાઈન ક્લિપ શેર કરનારાઓ સામે કડક કાનૂની ચેતવણી, થિયેટરમાંથી ફૂટેજ રેકોર્ડ કરનારાઓ સામે ફોજદારી અને અદાલતી તિરસ્કારની કાર્યવાહી થશે : બોમ્બે હાઈકોર્ટના આદેશોને ટાંકીને નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે વગર પરવાનગીરે ફિલ્મનું કોઈ પણ દ્રશ્ય રેકોર્ડ કે શેર કરનાર સામે જેલ અને ભારે દંડની કડક કાર્યવાહી કરાશે.4:49 PM IST



















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



























































































































